વેક્સ કરવાની આ યોગ્ય રીત જાણી લો તો તમે ઘરે પણ વેક્સ કરી શકો છો

ખીલ થવાનું એક કારણ ઓઇલી સ્કિન પણ છે. તે સિવાય હોર્મોન્સના બદલાવથી ચહેરા પર ખીલ થવા સામાન્ય વાત છે. હાથ, પગ, પીઠ, બગલના વાળ દૂર કરવા માટે સમયાંતરે વેક્સ કરવું પડે છે.શરીરના આ ભાગમાંથી વાળ દૂર કરવા માટે વેક્સ કરવાનો વિકલ્પ ઉત્તમ છે.પરંતુ વાત જ્યારે આવે ચહેરાની તો વેક્સ કરાવવાના નિર્ણય વિશે વિચાર કરવો જોઈએ.

મહિલાઓને ચહેરા પર વધારે પ્રમાણમાં વાળ ઉગતા હોય તો તેમણે વાળ દૂર કરવા વેક્સ કે થ્રેડિંગ કરાવવું અનિવાર્ય છે.જયારે વેક્સ કરાવીએ એટલે છિદ્રોમાં કચરો ભરાય એટલે ખીલ થાય જ. આવું ન થાય તે માટે બને ત્યાં સુધી વેક્સ ન કરાવવું જોઈએ, પરંતુ વેક્સ કરાવતા પહેલા પણ પાર્લરના નિષ્ણાંત સાથે તમારી ત્વચાના પ્રકાર વિશે ચર્ચા કરી લેવી.

જો વેક્સ કરાવતી વખતે આ અગત્યની વાતોને ધ્યાનમાં લેવામાં ન આવે તો જીવનભર પસ્તાવો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તો ચાલો જાણી લઈએ એના વિશે.વેક્સ કરતી વખતે હાથ અને પગમાં થાય તેના કરતાં વધારે તકલીફ ચહેરા પર વેક્સ કરતી વખતે થાય છે. ત્વચા સંવેદનશીલ હોય તો વેક્સ કરતી વખતે તકલીફ વધારે થાય છે.

કેટલીક વાર એવું બને છે કે વેક્સ કરવાથી ચહેરાની ત્વચા લાલ થઈ જાય છે અને થોડા કલાકો સુધી ત્વચા આવી જ રહે છે. ત્વચામાં બળતરા, ખંજવાળ જેવી તકલીફો પણ થઈ શકે છે. વેક્સ કર્યા બાદ ટોનરનો ઉપયોગ કરવો નહીં. વેક્સ કર્યા પછી ચહેરા પર બરફ લગાવો તેનાથી લાલાશ ઘટી જાય છે.વેક્સને બદલે બ્લીચ કે શાઇનર કરાવજો જેથી ખીલની સમસ્યા ન થાય.

ખીલને ઠીક કરવા તમે મુલતાની માટીમાં એલોવેરા અને ગુલાબજળ મિક્સ કરીને તેનો ફેસપેક પણ લગાવી શકો છો. આ ફેસપેકથી ખીલ બેસી જાય છે.ચહેરા પર વેક્સ કરાવતા પહેલા સુનિશ્ચિત કરી લો કે તમે કોઈપણ પ્રકારની દવા તો નથી લેતાને. દવા લેતા હશો તો ખંજવાળ વધી શકે છે.વેક્સ કરાવવાથી ફક્ત નુકસાન થાય છે તેવું નથી, તેનાથી હેર ગ્રોથ ઘટી જાય છે. વેક્સ એકવાર કરાવ્યા બાદ તેની અસર 15 દિવસ રહે છે..

 


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *