વ્યક્તિએ એમની ઉંમર મુજબ દિવસમાં આટલું જરૂર ચાલવું જોઈએ, જાણો વિસ્તારમાં..

એક અભ્યાસમાં જણાવ્યા અનુસાર દરરોજ ત્રણ કિલોમીટર ચાલનારી વ્યક્તિનું ક્યારેય પણ હૃદય રોગથી મૃત્યુ થતો નથી. આવું એક જાપાનના વૈજ્ઞાનિકોનું તારણ છે. વધતી ઉંમરમાં નિયમિત રીતે ચાલવું. ચાલવાથી વ્યક્તિની ઉંમર લાંબી તેમજ સ્વસ્થ જીવન પ્રાપ્ત થાય છે.

દરરોજ થતી ક્રિયાઓ માં આશરે 2000 અગલા ચાલવામાં આવે છે. તેનાથી મેદસ્વીતા ઘટાડો જોવા મળે છે. એક અભ્યાસ અનુસાર યુનિવર્સિટી ઓફ અમેરિકાના સેન્ટર ફોર હ્યુમન રિસોર્સ દ્વારા સંશોધકોએ જણાવ્યું છે. કે જે વ્યક્તિનો ખોરાકમાં કોઈપણ પ્રકારની કંટ્રોલ ન હોય તે વ્યક્તિને વધારાની કેલરી બાળવા માટે કેટલા વધારે ચાલવું જોઈએ?

આ માટે વૈજ્ઞાનિકોએ ૨૦૦ કેલરી બાળવા માટે આશરે એક હજાર ડગલાં ચાલવું જોઈએ. તેવું જણાવવામાં આવ્યું હતું કે જો તમે તમારું વજન અતિશય વધી ગયું છે.  નિયમિત ચાલવાથી તમારા વજન તેમજ ચરબીમાં ઘટાડો થવાની શક્યતા રહે છે.

તે ઉપરાંત તમારે ખોરાક ઉપર નિયંત્રણ એટલે કે ડાયટ કંટ્રોલની સાથે-સાથે નિયમિત એક્સરસાઇઝ કરવામાં આવે તો ચરબી ઝડપથી ઓગળે છે.  સ્નાયુઓ ખૂબ જ મજબૂત થાય છે. જ્યારથી કેન્સરના રોગ વિશે સંશોધન શરૂ થયું છે. ત્યારથી સંશોધકોનો હંમેશા એવો મત રહ્યો છે. કેન્સર રોગના નિયંત્રણ માટે ચાલવું એ ખૂબ જ અગત્યની એક્સરસાઇઝ માનવામાં આવે છે.

તે ખૂબ જ મહત્વનું પરિબળ માનવામાં આવે છે. જે વ્યક્તિને બ્રેસ્ટ કેન્સર અને કોલોન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને ફેફસાનું કેન્સર હોય તેમજ હાડકાનું કેન્સર હોય તે વ્યક્તિ નિયમિત રીતે ૪ થી ૫ કિલોમીટર ચાલવું જોઈએ.  કેન્સર થઈ ગયું છે. તેમના સારવાર સ્વરૂપે તેમને પણ નિયમિત રીતે ચાલવાથી તેમની સારવાર ઝડપથી સુધારો થાય છે.

જે વ્યક્તિને કિમોથેરાપી ચાલતા હોય તે વ્યક્તિએ પણ નિયમિત રીતે ચાલવાથી કિમોથેરાપી થી થતી આડ અસર નું પ્રમાણમાં ઘટાડો થાય છે. નિયમિત રીતે ચાલવા થી લોહી ના પરિભ્રમણ ઉપર સીધી અસર પડે છે.  બીપી જેવી ગંભીર બીમારીઓ થતી નથી તથા વ્યક્તિ ના હૃદય ઉપર કોઈપણ પ્રકારનું રક્તદબાણ થતું નથી.

વ્યક્તિના શરીરમાં કોલેસ્ટ્રોલ જમા થતો નથી. તેના કારણે હ્રદયરોગના હુમલાનો ખતરો ઘટે છે. હૃદયની કાર્યક્ષમતામાં વધારો થાય છે. જે લોકોને ડાયાબિટીસ અને બીપી જેવી ગંભીર બીમારી હોય તે લોકોને વજન વધવાની સમસ્યા સામાન્ય થઈ ગયો હશે તે લોકોએ નિયમિત રીતે વજન ઘટાડવા માટે ચાલવું જરૂરી છે.

ચરબીના કારણે શરીરની પાચનક્રિયામાં ઘણી બધી અડચણો ઊભી થાય છે.  વજન વધવાને કારણે ડાયાબિટીસ થવાનું જોખમ ખૂબ જ વધી જાય છે.  ડાયાબિટીસ માં ઘટાડો કરવો અને ડાયાબિટીસને નિયંત્રિત કરવી હોય તો દરરોજ પાંચ કિલોમીટર ચાલવું જોઈએ.

તેનાથી વજનમાં વધારો થતો નથી અને તમારું શરીર એકદમ શેપમાં રહે છે.  આમ કરવાથી ટાઈપ-2 પ્રકારની ડાયાબિટીસ થવાનો ખતરો ઓછો રહે છે. આજકાલ દરેક રોગનું મૂળ પાચનતંત્ર હોય છે. તે પાચન તંત્ર યોગ્ય પ્રમાણમાં દેખરેખ રાખવી.

એટલે કે નિયમિત રીતે ચાલવાથી આપણા શરીરમાં એન્ડોર્ફિન કેમિકલ ઉત્પન્ન થાય છે. તેના કારણે આપણા મૂડ માં સુધારો જોવા મળે છે. તથા મન એકદમ ફ્રેશ જોવા મળે છે. નિયમિત રીતે ચાલવાથી હતાશા નિરાશા કે ડિપ્રેશન જેવા કોઇ પણ લક્ષણ ઓળખાતા નથી અને સ્ટ્રેસમાં પણ ઘટાડો જોવા મળે છે.

સામાન્ય રીતે ૩૫થી ૪૦ વર્ષની ઉંમર વ્યક્તિને ખૂબ જ વધારે પ્રમાણમાં માનસિક ટેન્શન તણાવના કારણે તેમની ઈન્દ્રિયમાં ઉત્થાનની તકલીફ થતી હોય છે. તે તકલીફ દૂર કરવા માટે ચાલવું ખૂબ જરૂરી છે. દરરોજ ત્રણ કે ચાર કિલોમીટર ચાલવાથી પુરુષોને ઈન્દ્રિયમાં ઉત્થાનની સમસ્યા નિવારી શકાય છે.

તથા તેમની સાથે શારીરિક ક્ષમતામાં વધારો થાય છે. નિયમિત રીતે પાચન અને ભોજન કર્યા પછી પણ આશરે ૨૦૦ ડગલાં ચાલવું જોઈએ. પાચનને લગતી કોઈ પણ સમસ્યા દૂર કરવા માટે ચાલવું જોઈએ. પાચન માટે સરળ અને અક્ષય ઉપાય  જ્યાંરે ભૂખ લાગે છે ત્યારે સવારે કે સાંજે 45 મિનિટ ચાલવું જોઈએ.

પાચન જો કોઈપણ વ્યક્તિને નિયમિત ન થતું હોય તો જમ્યા પછી આશરે બસો ડગલા ચાલવું.  આમ કરવાથી પાચનથી આવતી તકલીફ જેવી કે ગેસ, એસીડીટી, કબજિયાત વગેરે દૂર થશે. રાત્રીના ભોજન લીધા બાદ નિયમિત રીતે વ્યક્તિને 45 મિનિટ સુધી ચાલવાથી સારી ઉંઘ આવે છે. ચાલવાથી માનસિક ટેન્શન ઓછું થાય છે.  દિવસમાં વધારે જેટલું ચલાય તેવી સારી ઊંઘ પ્રાપ્ત થાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *