પોતાના કરેલા પર ખુબ રડશે વિરાટ, વકીલ પાસેથી પણ ખાલી હાથ પાછી ફરશે સઈ….

સ્ટાર પ્લસની પોપ્યુલર સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ આ દિવસોમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્નમાંથી પસાર થઈ રહી છે.
નીલ ભટ્ટ અને આયેશા સિંહ અભિનિત સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ની આખી સ્ટોરી વિનાયક તરફ વાળવામાં આવી છે.

જ્યારે સઈ તેના પુત્રને પાછું મેળવવા ઈચ્છે છે, તો બીજી તરફ, વિરાટ ફરી એકવાર ફરી પોતાનો રંગ બદલે છે અને સઈની જગ્યાએ પત્રલેખાને સપોર્ટ આપે છે. આગલા દિવસે એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું કે વિરાટે ફરીથી પત્રલેખાને સપોર્ટ આપતા અને સઈની સામે તેં વિનાયકની માતા હોવાનું સાબિત કર્યું હતું. જ્યારે સઈને ખાલી હાથે ઘરે પરત ફરવું પડ્યું છે. પરંતુ સિરિયલમાં આવતા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સનો અહીં જ અંત આવતો નથી.

ભવાની કાકુ પત્રલેખાને ખરાબ નજર કહીને ટોણો મારશે

આગળના એપિસોડમાં બતાવવામાં આવશે કે જ્યાં સઈ સવીને ગળે લગાવીને રડે છે જ્યારે તે ખાલી હાથે પાછી ફરે છે. બીજી તરફ વિનાયકને જોઈને સમગ્ર ચવ્હાણના ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ છેં.

 

View this post on Instagram

 

A post shared by GHKKPM….Sai….✨❣️ (@sairat_ghkkpm_01)


અશ્વિની પાખીએ જે પણ કંઈ કર્યું તેના માટે પત્રલેખા પર ગુસ્સે થવાનો પ્રયાસ કરે છે, પરંતુ વિરાટે તેમને આમ કરવા માટે રોકે છેં. જેમાં ભવાની કાકુ વિનાયકની નજર ઉતારે છેં છે અને પત્રલેખા તરફ ઈશારો કરીને કહે છે, “ક્યારેક લોકોની આપણને ખરાબ નજર લાગે છે અને તે દુષ્ટ લોકો આપણા પોતાના જ હોય છે.”

વિરાટ પોતાની હરકતોથી રડશે

આગળ બતાવવામાં વિરાટને તેના કાર્યો બદલ પસ્તાવો થતો જોવા મળશે. તે કોઈ એકાંત જગ્યાએ જાય છે અને મોટેથી બૂમો પાડીને પોતાનો ગુસ્સો ઠાલવે છે. વિરાટ રડતા રડતા કહે છે કે મને માફ કરજો સઈ ગઈકાલે મેં તને સાથ આપ્યો ન હતો. કારણ કે કાલે મેં પાખીને સાથ ન આપ્યો હોત તો પત્રલેખાએ પોતાનો જીવ લઇ લીધો હોત!!

 

View this post on Instagram

 

A post shared by GHKKPM….Sai….✨❣️ (@sairat_ghkkpm_01)


સઈ વકીલ પાસેથી પણ ખાલી હાથ પરત ફરશે..

સિરિયલનોં મનોરંજનનો ડોઝ અહીં પૂરો નથી થતો. શોમાં, સઈ વિનાયકની કસ્ટડી માટે વકીલનો સંપર્ક કરે છે. જ્યારે વકીલ દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તે કહે છે કે તેને તેના પતિને પોતાની મરજીથી છોડી દીધો હતો અને તેના પતિએ વિનાયકને દત્તક લીધો હતો.

વકીલ સઈને સમજાવે છે કે તે કસ્ટડીનો કેસ દાખલ કરી શકતી નથી કારણ કે જે સમયે વિરાટે વિનુને દત્તક લીધો હતો તે સમયે તે જાણતો ન હતો કે તે તેનો પુત્ર છે. વકીલ સઈને સમજાવે છે કે દત્તક લીધા પછી બાળક પર મૂળ માતાપિતાનો અધિકાર સમાપ્ત થઈ જાય છે. આ સાંભળીને સઈની આંખોમાં આંસુ આવી જાય છેં.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *