વિરાટ અને સઈ વચ્ચે દુરી લાવવા માટે સવિ નો ઉપયોગ કરશે પાખી, અને ફેલાવશે નફરત…..

સીરીયલ ગુમ હૈ કિસીકે પ્યાર મેં આ હાલમાં ઘણાં ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળી રહ્યા છેં. સઈ પોલીસ ડીપાર્ટમેન્ટમાં ડોક્ટર તરીકે જોડાઈ છે. પત્રલેખાને આ વાતની જાણ થતાં જ તે વિરાટ સાથે ઝગડતી અને બુમો પાડતી જોવા મળી હતી. હવે અમે તમને જણાવીએ કે આજના એપિસોડમાં શું થશે જે સીરિયલની સ્ટોરીમાં બતાવવામાં આવશે.

સીરીયલ ગુમ હૈ કિસીકે પ્યાર મેં પત્રલેખા અને વિરાટ વિનાયકને લેવા શાળાએ પહોંછેં છે. આ દરમિયાન વિરાટ સઈને કહે છે કે તેણે પોલીસ કમિશનરને આપેલી ફાઈલ મંજૂર થઈ ગઈ છે. બંનેને સાથે વાત કરતા જોઈને પાખી ગુસ્સે થઈ જાય છે.

તે વિરાટને ઘણા પ્રશ્નો પૂછવા લાગે છે. આટલું જ નહીં, જ્યારે વિરાટ સવી અને સઈને તેની કારમાં ડ્રોપ કરી રહ્યો છે, ત્યારે પત્રલેખા તેની યુક્તિ રમીને સઈને જલન કરાવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. વિરાટના ખભા પર હાથ રાખીને તે કહે છે કે યાદ છેં કે આપણે છેલ્લી વખત વિનાયકનો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો, જેના માટે તેને પહેલું ઇનામ મળ્યું હતું. આપણે એક પેરેન્ટ્સ તરીકે પ્રોજેક્ટના સંદર્ભમાં બેસ્ટ છીએ.

આ દરમિયાન સવી અને વિનાયકે સ્કૂલની અંદર એક ગ્રુપ પ્રોજેક્ટ બનાવવાનો છે, જેના માટે વિરાટ અને સઈએ સાથે કામ કરવું પડશે.પત્રલેખા પેહલા સઈને ચવ્હાણના હાઉસ જવા માટે કહે છે, પરંતુ સઈએ તે ઘરમા જવાની ના પાડી દીધી હતી. તેં પ્રોજેક્ટ બનાવવા પર સલાહ આપે છે.

વિરાટ પણ આ વાત માટે સહમત થાય છે, જેને જોઈને પાખીનું લોહી ઉકળી ઉઠે છે. ઘરે આવ્યા પછી પણ પત્રલેખાનું નાટક ચાલુ જ છે. તે વિરાટ સાથે વાત કરે છે અને કહે છે કે ભલે તમે તેને નફરત કરો છો, પરંતુ આજે તમે સ્કૂલની બહાર ખૂબ સરસ રીતે વાત કરી રહ્યા હતા. તેનો વિરાટ કરારો જવાબ આપે છે.

તે કહે છે, “આજકાલ હું પણ જોઈ રહ્યો છું કે તમે નાની નાની બાબતો માટે પોલીસ સ્ટેશન આવો છો. મને આ બધું બતાવવાનો તમને અધિકાર નથી ” સિરિયલની અંદર પત્રલેખા સવીનો સહારો લઈને સઈ અને વિરાટ વચ્ચે સમસ્યા ઊભી કરવાનું કામ કરશે..


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *