ઘણા લોકોને પૂજન સામગ્રી વિશે ઓછું જ્ઞાન હોય છે. પૂજાના સામગ્રીની ગુણવત્તાની બાબતે તો તેઓ એકદમ અજ્ઞાન જ હોય છે. પૂજા, આરતી, જાપ અને વ્રત કરવાથી ભગવાન ની કૃપા ઘર પર બની રહે છે. ઘરમાં નવી ચીજો લાવવાથી ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મી અને ધનના દેવતા ગણાતા ભગવાન કુબેરનો વાસ થાય છે. પૂજા અને ઉપાસનામાં વપરાતી દરેક પૂજા સામગ્રીનું મહત્વ છે.
પૂજા બાદ વધેલી સામગ્રી પણ સુખ સમૃદ્ધિ અને વૈભવ અપાવે છે. પૂજાની સામગ્રીને મોટા ભાગે વિર્સિજત કરી નાખવામાં આવે છે. આ સામગ્રીને ફેંકવી નહી આ સામગ્રીને ઘરની તિજોરી પૂજા સ્થળ કે મંદીરમાં સંભાળીને વર્ષભર રાખવાથી ઘરમાં બરકત અને સુખ સમૃદ્ધિમાં લાભ મળે છે. પૂજા વિધિમાં વિવિધ પ્રકારની પૂજા સામગ્રી અને તકો ચડાવવામાં આવે છે
હિન્દુ ધર્મમાં પૂજા અને કોઈપણ ધાર્મિક વિધિમાં કળશની સ્થાપનાનું વિશેષ મહત્વ છે. કળશ સ્થાપન વગર ધાર્મિક વિધિઓને પૂર્ણ માનવામાં આવતી નથી. કળશને સુખ, સમૃદ્ધિ, ધન અને મંગળની શુભેચ્છાઓનું પ્રતીક માનવામાં આવે છે. આજે અમે જણાવીશું પૂજાની કઈ સામગ્રી થી કેવા પ્રકાર નો લાભ મળે છે અને પૂજા બાદ કઈ રીતે કરવો જોઈએ તેનો ઉપયોગ. તો ચાલો જાણી લઈએ..
રક્ષાસૂત્ર અને કંકુ – પૂજન પછી રક્ષાસૂત્રને ઘરની અલમારી કે દુકાનની તિજોરીમાં બાંધી શકાય છે. કોઈ પણ દેવી દેવતાનું પૂજન કંકુ વગર અધૂરું છે. પૂજન પછી કંકુને મહિલાઓએ ઉપયોગમાં લેવુ એનાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ઘરમાં જ્યારે પણ કોઈ નવી વસ્તુ ખરીદી હોય , ત્યારે એનું પૂજન આ કંકુથી કરવાથી ધન વૈભવમાં વૃદ્ધિ થાય તેવી માન્યતા છે.
પુષ્પહાર અને અક્ષત – ઘરના બારણા પર બાંધી દો. પુષ્પ હાર જ્યારે મુરઝાઈ જાય તો એને કુંડા કે બગીચામાં નાખી દો. પૂજન પૂર્ણ થતા જે અક્ષત થાળીમાં રહી જાય છે એને ઘરના ઘઉ કે ચોખામાં મિક્સ કરી નાખો. આથી ઘર હમેશા ધન -ધાન્યથી પરિપૂર્ણ રહેશે.
ચૂંદડી, ચાંદલા, મેહંદી – એને ઘરની અલમારીમાં કપડાના સાથે રાખો જેથી માતાના આશીર્વાદથી નવા પરિધાન પહેરી શકો અને માતાની કૃપા હંમેશા તમારા પર રહેશે. પૂજન પછી જે ચાંદલા કે મેંહદી રહી જાય છે એને કુમારી છોકરીઓ અને પરિણીત મહિલાઓને લગાવા જોઈએ. માનવું છે કે આથી કુમારીઓને યોગ્ય વર અને પરિણીત મહિલાને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
ગોળ-સોપારી, જનોઈ – પૂજન શરૂ કરતા પહેલા પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરાય છે પ્રતીકાત્મક રૂપથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. પાન પર કંકુથી સ્વસ્તિક બનાવીને એના પર ગોળ સોપારી રાખી જનોઈ પહેરાવવામાં આવે છે પૂજન પછી એને લાલ કપડામાં બાંધીને રાખો જેથી ધન સમૃદ્ધિ રહેશે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…