વાસ્તુ : ઘરમાં સુખ-શાંતિ બનાવી રાખવા માટે રાત્રે કરો આટલું કામ, આર્થિક સંપન્નતાથી રહેશો ભરપુર..

રાત્રે રસોડામાં જૂઠાં વાસણો ન પડી રહેવા દો, તેને સાફ કરીને મુકો. સાંજના સમયે કે દિવાબત્તીના સમયે જમવા કે સ્નાન કરવા ન બેસો. સાંજે ઘરમાં સુંગધિત અને પવિત્ર ધુમાડો કરો. દિવસમાં એકવાર ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી ગુસ્સા પર કાબૂ આવે છે.

બેડરૂમમાં મદિરાપાન ન કરો. નહી તો બીમાર પડશો નહી તો બિહામણાં સપના આવશે. કાંટાળા ઝાડ ઘરમાં ન લગાવો. કિચનમાં આગ અને પાણી સાથે ન મુકશો. તમારા ઘરમાં ચમકીલા પેઈંટ ન કરાવો.

ઘરમાં તુલસીનો છોડ અવશ્ય ઉગાડવો, જેનાથી પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ વધે છે. નિયમિત તુલસીનાં પાન ખાવાથી તંદુરસ્ત પણ રહેવાય છે. ઘરના ઇશાન ખૂણામાં(ઉત્તર-પૂર્વ)ને હંમેશાં સ્વચ્છ અને ખુલ્લો રાખવો જોઈએ. જેથી સૂર્યનાં કિરણો સરળતાથી ઘરમાં આવી શકે.

રસોઈ બનાવતી વખતે ગૃહિણીનું મુખ હંમેશાં પૂર્વ દિશા તરફ રહેવું જોઈએ. તેના કારણે ભોજન હંમેશાં સુપાચ્ય અને સ્વાદિષ્ટ બને છે. પૂર્વ દિશા તરફ મોં રાખીને જમવાથી વ્યક્તિની પાચનશક્તિમાં વધારો થાય છે. જે બાળકો ભણવામાં નબળાં હોય તેમને પૂર્વ દિશાનું મોં રાખીને અભ્યાસ કરવા માટે બેસાડવા જોઈએ.

જે યુવતીઓનાં લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તેમણે વાયવ્ય ખૂણો( ઉત્તર- પશ્ચિમ)ના રૂમમાં રહેવું જોઈએ, જેથી તેનાં લગ્ન સારા અને સમૃદ્ધ પરિવારમાં થશે. રાત્રે સૂતી વખતે માથું હંમેશાં દક્ષિણ દિશામાં રાખવું જોઈએ. ઉત્તર દિશામાં માથું રાખવાથી અનિદ્રાનો રોગ થવાની શક્યતા રહે છે. એ ઉપરાંત વ્યક્તિની પાચનશક્તિ પર પણ ખરાબ અસર પડે છે. ઘરમાં ક્યારેક ક્યારેક મીઠાનાં પાણીથી પોતાં કરવાં જોઈએ.આમ કરવાથી નકારાત્મક ઊર્જાનો નાશ પામે છે.

ઘરમાંથી નીકળતી વખતે માતા- પિતાને પગે લાગીને જ નીકળવું જોઈએ. તેનાથી ગુરુ તથા બુધ ગ્રહ યોગ્ય રહે છે. વ્યક્તિના મુશ્કેલમાં મુશ્કેલ કામ સરળ બની જાય છે. ઘરનું પ્રવેશદ્વાર એકદમ ચોખ્ખું હોવું જોઈએ. ઘરનું પ્રવેશદ્વાર જેટલું ચોખ્ખું હશે તેટલી જ લક્ષ્મી વધારે આવશે.

ઘરનાં પ્રવેશદ્વારની આગળ સ્વસ્તિક, ઓમ, શુભ-લાભ જેવાં માંગલિક ચિહનો રાખવાં જ જોઈએ ઘરનાં પ્રવેશદ્વાર પર ક્યારેય સમજ્યા વિચાર્યા વિના ગણપતિ ન લગાવવા જોઈએ. જો દરવાજો દક્ષિણમુખી કે ઉત્તરમુખી હોય તો જ પ્રવેશદ્વાર પર ગણપતિ લગાવવા.

ઘરમાં દેવી- દેવતાઓના વધારે ફોટા ન રાખવા જોઈએ. ભગવાનના ફોટા બેડરૂમમાં તો રાખવા જોઈએ જ નહીં. બેડરૂમમાં ટીવી ન રાખવું. તેનાથી વ્યક્તિની શારીરિકક્ષમતાઓ પર નકારાત્મક અસર પડે છે. ઓફિસમાં ઉત્તર -પૂર્વ બાજું મોં કરીન બેસવાથી ફાયદો થાય છે. જો બોસની કેબિન નૈર્ઋત્ય કોણમાં હોય તો એ સારું છે.

તમે તમારી સંપત્તિ તથા નાણાં જેમાં રાખતાં હોવ તે તિજોરીને પૂર્વ દિશામાં રાખવી. આવુ કરવાથી તમારી ધનસંપત્તિમાં વધારો થતો રહેશે. જો ઘરની મુખ્ય વ્યક્તિ ખૂબ કઠણાઈઓ સાથે આગળ વધતી હોય તો પશ્ચિમ દિશામાં સંપત્તિ ઉપરાંત આભૂષણો રાખશો તો તમને સાધારણ લાભ તો થશે જ.

જો તમે ઘરમાં તિજોરી કે કબાટમાં રોકડ નાણાં અને ઘરેણાં રાખતાં હોવ તે તિજોરી ઘરના ઉત્તર દિશાના રૂમમાં દક્ષિણ દિશાની દીવાલે અડાડીને મૂકવી. આ રીતે તિજોરી રાખવાથી તે ઉત્તર દિશામાં ખૂલશે. આમ કરવાથી ઘરમાં સોના અને નાણાંમાં વધારો થતો રહેશે. એક વાત હંમેશા યાદ રાખો કે વાયવ્ય ખૂણામાં તમારી ધનસંપત્તિ ન રાખવી જોઈએ.

વાયવ્ય ખૂણામાં ધન રાખવાથી બજેટ હંમેશાં ખોરવાઈ જાય છે. લેણદારો વધતા જાય છે. ક્યારેય ઘરની સીડી નીચે તિજોરી ન રાખવી. એ ઉપરાંત ટોઇલેટનો દરવાજો સામો આવતો હોય તેવી જગ્યાએ પણ તિજોરી ન રાખવી. કારણ કે ત્યાંથી નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.

ધન મુકવા માટે અગ્નિ ખૂણાનો ક્યારેય ઉપયોગ ન કરવો અગ્નિ ખૂણામાં ધન રાખવાથી નાણાં ઘટે છે ઘરની કે ઓફિસની તિજોરી ઉપર સૂઢ ઉઠાવીને ઉભેલા બે હાથીઓ વચ્ચે બિરાજમાન લક્ષ્મીને જોતા હોય તેવો ફોટો કે મૂર્તિ મુકવી. જે રૂમમાં તિજોરી મુકો તે રૂમનો રંગ ક્રીમ અથવા સફેદ રાખો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *