દરેક ઘરમાં વાસ્તુનું ખુબ જ મહત્વ હોય છે. ઘરમાં ઘણી એવી વસ્તુ હોય છે, જેની સાથે વાસ્તુ કનેક્શન જોડાયેલું હોય છે. વાસ્તુ મુજબ ઘર ન હોય તો ઘણી સમસ્યાઓ પણ આવી શકે છે. જો તેને યોગ્ય દિશામાં રાખવામાં ન આવે તો ઘરમાં સમસ્યા કે મુશ્કેલીઓ આવી શકે છે.
સામાન્ય રીતે વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ બંને પ્રાચીન ગ્રંથોમાં ઘરની અંદર ટોયલેટને નિષેધ માનવામાં આવ્યુ છે. જ્યારે કે બાથરૂમનુ ઘરની અંદર હોવુ શુભ માનવામાં આવે છે. તેમજ એની યોગ્ય દિશા પણ વાસ્તુ માટે મુખ્ય માનવામાં આવે છે.
ઘરમાં પશ્વિમ અને ઉત્તર મધ્યમાં સ્થિત ઉત્તર-પશ્વિમ દિશા વાયવ્ય કોણ કહેવાય છે. બેડરૂમ અને બાથરૂમમાં બે અલગ અલગ પ્રકારની ઊર્જા હોય છે. આ બન્ને ઊર્જા અથડાવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ઉત્તર-પશ્વિમ દિશામાં વાસ્તુ દોષ હોવાથી પોઝિટિવ ઉર્જાનો પણ નાશ થાય છે.
વાસ્તુ શાસ્ત્રમાં ઉત્તર-પશ્વિમ દિશા વાયુ દેવતાની માનવામાં આવે છે. તો ચાલો જાણી ઉત્તર-પશ્વિમ દિશાનું વાસ્તુ કનેક્શન. કોઈપણ મકાનમાં ટોયલેટ ઈશાન ખૂણામાં ન બનાવવું જોઈએ.
ઈશાન કોણમાં ટોયલેટ બનાવવાથી સ્વાસ્થ્ય ને લગતી મુશ્કેલીઓ અને આર્થિક કષ્ટ આવી શકે છે. સ્નાન કરવા માટે બાથરૂમ બનાવવાનું સૌથી સારુ સ્થાન ઉત્તર કે પૂર્વ દિશા હોય છે. જરૂર પડતા બાકી દિશાઓમાં પણ બનાવી શકાય છે, જ્યા પાણીનો નળ અને શાવર ઉત્તર કે પૂર્વ દિશમાં લગાવો.
વાસ્તુશાસ્ત્ર મુજબ જો ઘર અથવા વ્યાવસાયિક સંસ્થાનો વાયવ્ય ખૂણો એટલે કે, ઉત્તર-પશ્વિમનો ભાગ કેટલોક કપાયેલો હોય અથવા અન્ય દિશાઓની સરખામણીમાં પહોળો ન હોય તો તે ભાગની ઉત્તરી દીવાલમાં લગભગ 4 ફૂટ પહોળો અરીસો લગાવવાથી લાભ પ્રાપ્ત થાય છે.
ઘરની દક્ષિણ-પશ્વિમ અથવા ઉત્તર-પશ્વીમ દિશામાં બેડરૂમ હોય તો તે પતિ-પત્નિ માટે ફાયદાકારક રહે છે. ખરેખર ઉત્તર-પૂર્વ દિશામાં દેવી-દેવતાઓનું સ્થાન રાખવામાં આવે છે. એટલા માટે વાસ્તુમાં બેડરૂમ ઉત્તર દિશામાં બનાવવાની સલાહ આપવામાં આવે છે.
ઉત્તર-પશ્વિમ દિશા અથવા વાયવ્ય ખૂણો હવાથી સંબંધિત હોય છે. આ કારણે આ દિશા માં હળવુ સ્લેટી, સફેદ અને ક્રીમ રંગ કરવામાં આવે છે. જો બાથરૂમનો દરવાજો બેડરૂમની બાજુમાં હોય કે ત્યાં ખૂલતો હોય તો તેને હંમેશા બંધ રાખવો જોઈએ.
આમ તો બેડરૂમમાં બાથરૂમ ન હોવુ જોઈએ. પણ આવુ છે તો બાથરૂમનો દરવાજા પર પડદાં પણ લગાડવા જોઈએ. બેડરૂમ અને બાથરૂમની ઉર્જાનુ પરસ્પર અદાન પ્રદાન આપણા સ્વાસ્થ્ય માટે સારુ નથી હોતુ.
Leave a Reply