વંદાની સમસ્યામાંથી મુક્તિ મેળવવી હોય તો અપનાવો આ ઘરેલુ નુસખા

વંદા ગંદકીમાંથી બહાર આવતા હોય ત્યારે તે પોતાની સાથે બીમારી પણ લઈને આવે છે પરંતુ, ઘણા લોકો એવા હોય છે કે, જે આ વાંદાને જોઇને ચીસો પાડે છે.ખાસ કરીને આમાની મોટાભાગની સ્ત્રીઓ વંદાથી ખૂબ જ ડરે છે. જ્યારે તમે ઘરે વંદાને જોવો છો ત્યારે તમે ખૂબ જ પરેશાન થઈ જાઓ છો. તે ફક્ત ખાવા-પીવામા જ પ્રવેશતા નથી

તેનાથી તમને ઘીન પણ ચડી જાય છે.આ વંદા રસોડામા અને ઠંડકવાળી જગ્યામા સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે. વંદા એ બીમારીઓનુ ઘર છે, જે આપણા ઘરમા ક્યાક છુપાયેલા હોય છે. વંદાને ધ્યાનમા રાખીને આપણે તેમને દૂર ભગાડવા વિશે વિચારવાનું શરૂ કરીએ છીએ.વંદાની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે આપણે અનેકવિધ ઉપાયો અજમાવીએ છીએ

પરંતુ, તે અસરકારક સાબિત થતા નથી. આ માટે અમુક લોકો કેમિકલ્સ દવાઓનો પણ ઉપયોગ કરે છે પરંતુ, તેનાથી પણ કોઈ સફળતા નથી મળી.આજે આ લેખમા અમે તમને ઘરની બનેલી અમુક વિશેષ ઔષધિઓ વિશે જણાવીશુ કે, જેનો ઉપયોગ કરીને તમે અસરકારક રીતે આ વંદાની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.

કોફી : આ વસ્તુ પણ વંદાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે ખૂબ જ અસરકારક છે. જ્યા વંદા હોય ત્યા તમારે કોફીના થોડા દાણા રાખવા જોઈએ. કોફીના દાણા ખાઈને તે તુરંત મરી જશે માટે જો વંદાની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો આ ઉપાય અવશ્યપણે અજમાવો.

બેકિંગ સોડા એન્ડ સુગર : બેકિંગ સોડાને કારણે થતી રાસાયણિક પ્રક્રિયા વંદાના પેટમા સખત બળતરા કરી શકે છે અને તેને મારી શકે છે. બેકિંગ સોડા એ વંદાને આકર્ષતુ ના હોવાથી ખાંડનો ઉપયોગ તેમને લલચાવવા માટે કરી શકો છો.બેકિંગ સોડા અને ખાંડ એકસમાન માત્રામાં લો અને તેને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને પાત્રમા મૂકો, જ્યાં વંદા સરળતાથી પહોંચી શકે છે, જેથી તમે વંદાની સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.

સાબુનુ દ્રાવણ : ડિશશોપસ એ વંદાને મારવાનો બીજો સસ્તો રસ્તો છે. વંદાને દૂર ભગાડવા માટે સાબુ અને પાણી અથવા ડિશ વોશિંગ સાબુનો ઉપયોગ કરો. સાબુનુ દ્રાવણ એ વંદાને હાઇડ્રેટેડ રાખે છે અને તેથી તે મૃત્યુ પામે છે.સાબુ અને પાણી મિક્સ કરો અને દ્રાવણને સ્પ્રે બોટલમાં મૂકી દો. ત્યારબાદ ખૂણા પર છંટકાવ કરો અને શક્ય હોય તો સીધા વંદા પર છંટકાવ કરો. જેથી, તે ઘરમાંથી દૂર ભાગી જાય.

તમાલપત્ર : આ પાનની ગંધથી પણ વંદા દૂર ભાગી જાય છે. જે ઘરમા વંદાનો ત્રાસ વધી ગયો છે, તે ઘરમા જે જગ્યાએ વંદાનો પ્રકોપ વધારે હોય ત્યા આ પાંદડા રાખો અને સમય-સમય પર પાંદડા બદલતા રહો. જેથી, આ પાનની ગંધથી જ વંદા દૂર ભાગી જાય.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *