આ દિવસોમાં ટીવી શો ‘અનુપમા’ દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. શોમાં દરરોજ નવા ટ્વિસ્ટ આવતા હોવાનો ઘણો ક્રેઝ છે. ટીઆરપીના મામલે પણ આ શો પોતાની પકડ જાળવી રહ્યો છે. શોના દરેક પાત્રને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ‘અનુપમા’માં કાવ્યાની ભૂમિકા નિભાવી રહેલી મદાલસા શર્માને ચાહકો ખૂબ જ પસંદ કરે છે. મદાલસા બોલિવૂડના પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ છે.
સ્ટાર પ્લસનો લોકપ્રિય શો અનુપમા એક રસપ્રદ ડ્રામા માટે તૈયારી કરી રહ્યો છે. અગાઉ એવું જોવા મળ્યું હતું કે બા અને વનરાજ અનુજ અને અનુપમાના સંબંધો પર સવાલો ઉઠાવે છે. બીજી બાજુ, બા જ્યારે અનુપમાને કામ પર જતા રસ્તામાં મળે છે ત્યારે તેનું અપમાન કરે છે.
અનુપમા તેની સાથે અલગ થઈ ગઈ ત્યારથી જ વનરાજનો પુરૂષ તરીકેનો અહંકાર પીડાઈ રહ્યો છે અને હવે ફરી એકવાર તે તેના ઘરે જઈને વસ્તુઓનો તોડવાનું કરવાનું શરૂ કરશે.
લાચાર અનુપમા પોલીસને ફોન કરશે જે તેને કસ્ટડીમાં લેશે અને તેણે એક રાત જેલમાં પણ વિતાવવી પડશે.
અનુપમામાં રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, અપૂર્વ અગ્નિહોત્રી, અલ્પના બૂચ, અરવિંદ વૈદ્ય, પારસ કાલનાવત, આશિષ મેહરોત્રા, મુસ્કન બામણે, શેખર શુક્લા, નિધિ શાહ, આંગા ભોસલે અને તસ્નિમ શેખ છે. આ શોનું નિર્માણ રાજન શાહીએ કર્યું છે.
Leave a Reply