ઉનાળામાં તડકાના કારણે વાળ ખરાબ થઇ જવાની સમસ્યા રહે છે અને પરસેવાના કારણે વાળ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ નો સામનો પણ કરવો પડે છે. એવામાં વાળને પૂરું પોષણ ની જરૂરત હોય છે. એના માટે મહિલાઓ પાર્લર માં ઘણી બ્યુટી ટ્રીટમેંટ લે છે. પરંતુ લોકડાઉન ના કારણે ઘરેલું નુસખા ની મદદ લેવી પડે છે.
એટલા માટે આજે અમે તમારા માટે અમુક એવી વસ્તુની જાણકારી લઈને આવ્યા છીએ, જેને શેમ્પુ કરતા પહેલા એ વસ્તુ લગાવવામાં આવે તો વાળનું સુકાપણું સરળતાથી દુર થઇ શકે છે અને વાળ લાંબા ઘાટ્ટા અને સુંદર બને છે. તો ચાલો જાણી લઈએ એ વસ્તુ.
ઓલીવ ઓઈલ : જેતુનનું તેલ ઘણા આવશ્યક તત્વો થી ભરેલું હોય છે, એવામાં શેમ્પુ કરવાના ૧ કલાક પહેલા આ તેલથી માલીશ કરવી. પછી વાળને શેમ્પુ અને હળવા નવશેકા પાણીથી ધોઈ લેવા, વિટામિન્સ થી ભરેલું આ તેલ વાળની મૂળ માંથી મજબૂતી અપાવે છે. સાથે જ વાળ સુંદર, ઘાટ્ટા, સિલ્કી, કાળા અને સોફ્ટ થાય છે.
સફરજન ની સ્લાઈસ : સફરજન ખરાબ અને બરછટ થયેલા વાળ ની સમસ્યા ને દુર કરવામાં મદદ કરે છે. એનું પેક બનાવીને વાળો પર લગાવવાથી વાળ જડમૂળ થી મજબુત બને છે.
એને બનાવવા માટે એક બાઉલ માં ૧ ચમચી સફરજન નો માવો, ૨ ચમચી ઓલીવ ઓઈલ અને ૨ ઈંડા મિક્ષ કરવા. આ તૈયાર પેક ને વાળ પર મસાજ કરતા લગાવવું. એ પછી એને ૨ કલાક સુધી લગાવી રાખવું. નક્કી કરેલા સમય પછી વાળને શેમ્પુથી ધોઈ લેવા.
ઈંડું : ૧ ઈંડામાં ૧ ચમચી તમારું સામાન્ય શેમ્પુ ને મિક્ષ કરી લેવું અને વાળ માં લગાવવું. આ લગભગ ૧ કલાક લગાવી રાખવું. પછી થોડું વધારે શેમ્પુ નો ઉપયોગ કરીને વાળને ધોવા. ઈંડામાં પ્રોટીન ની માત્રા વધારે હોવાથી વાળમાં એની ઉણપ પૂરી થાય છે. સાથે જ વાળ સિલ્કી, ચમકદાર અને ખુબસુરત બને છે.
ચા : પાણીમાં ચા ઉકાળીને એને ગાળી લેવું. તૈયાર પાણીને ઠંડુ કરવું અને શેમ્પુ કરીને પછી વાળને એનાથી ધોઈ લેવા. ચા વાળને પોષણ પ્રદાન કરે છે. સાથે જ વાળ ઘાટ્ટા, સુંદર, મજબુત અને કાળા બને છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…