મહિલાના વાળ સુંદરતા આપે છે. મહિલા વાળ પરથી સુંદર દેખાય છે. જો વાળ સુંદર હોય તો મહિલાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. દરેક લોકો ને એમના સુંદર વાળની ઈચ્છા હોય છે. એને મેળવવા માટે મહિલાઓ ખુબ જ જતન કરે છે. એના માટે ઘણી સારી પ્રોડક્ટ નો ઉપયોગ કરે છે.
જોવામાં આવે છે કે મહિલાઓ એમના વાળને ધોતા સમયે પણ ઘણી સાવધાની રાખે છે, પરંતુ શું તમે જાણો છો કે અઠવાડિયા માં તમારે તમારા વાળ કેટલી વાર ધોવા જોઈએ. આ તમારા વાળ પર નિર્ભર કરે છે કે તમારે તમારા વાળ કેટલી વાર ધોવા જોઈએ. તો ચાલો જાણી લઈએ કઈ હેયર ટાઈપ ની છોકરીઓ ને ક્યારે એમના વાળ વોશ કરવા જોઈએ.
વાકડિયા વાળ :- કર્લ્સ વાળ (વાંકડિયા વાળ) નો એક ફાયદો એ થાય છે કે આ પ્રકાર ના વાળ આખું અઠવાડિયું ઓઈલ ફ્રિ રહી શકે છે. માથાની ખોપરી ની ત્વચા પણ ઓઈલી હોતી નથી, જેનાથી વાળ સુધી તેલ આવતું નથી. તમે અઠવાડિયા માં એક કે બે વાર તમારા વાળને ધોઈ શકો છો. તેલની સાથે પહેલા શેમ્પુ નો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે એના કારણે તમારા કર્લ્સ ખરાબ થઇ શકે છે.
સ્ટ્રેટ હેયર :- દરેક લોકોને સીધા વાળ એટલે કે સ્ટ્રેટ વાળ ખુબ જ પસંદ હોય છે. તે ચમકદાર અને મુલાયમ હોય છે, પરંતુ તમને જણાવી દઈએ કે સ્ટ્રેટ વાળ ની દેખભાળ કરવી કોઈ આસાન કામ નથી. આ સરળતાથી ઓઈલી અને ચીકણા થઇ જાય છે. જો તમારા વાળ એક દિવસ ની અંદર જ ચીકણા થઇ જાય છે તો તમારે બે દિવસે તમારા વાળ ને ધોવા જોઈએ. તમે ડ્રાય શેમ્પુ નો પણ ઉપયોગ કરી શકો છો.
બરછટ વાળ :- આ પ્રકારના વાળનું ધ્યાન રાખવું ખુબ જ મુશ્કેલ હોય છે. કલર, હીટ, કેમિકલ ટ્રીટમેન્ટ ના કારણે ઘણી વાર આવા ફ્રિજી વાળ ને નુકશાન પહોચે છે. વધારે શેમ્પુ કરવાથી પણ વાળના ક્લસ સુકા થઇ શકે છે અને જેનાથી બે મોઢા વાળા વાળની સમસ્યા પણ થઇ શકે છે. આ વાળ વાળા વ્યક્તિએ અઠવાડિયા માં બે કે ત્રણ વાર વાળ ને કુદરતી શેમ્પુ થી ધોવા જોઈએ. હંમેશા કેમિકલ ફ્રિ ઉત્પાદન પસંદ કરવા.
રફ વાળ :- રફ વાળ ને અઠવાડિયા માં બે કે ત્રણ વાર ધોવાની જરૂરત હોય છે. તમારે હેયર સ્ટાઈલીંગ કે હેયર ટ્રીટમેન્ટ થી બચવું જોઈએ, કારણ કે એના કારણે તમારા વાળને નુકશાન થઇ શકે છે અને રફ થઇ શકે છે. વાળ ની જડ ને પોષણ આપવા માટે શેમ્પુ કરતા પહેલા તેલ માલીશ જરૂર કરવી. એનાથી વાળ મ=મુલાયમ અને સ્વસ્થ બનશે.
Leave a Reply