તમારું વજન ઘટાડવા ઈરછો છો તો, આ વેજીટેબલ નું સેવન કરવાથી ચરબી ઉતરી જશે…….

ઘણા લોકો વજન ઘટાડવા માટે જીમ શરૂ કરે છે. તો વળી કેટલાક લોકો વજન ઘટાડવા માટેની દવા લેવાનું શરૂ કરે છે. તેમ છતાં વજન ઓછું થતું નથી. વજન ઉતારવા લોકો ઘણા અખતરાં કરે છે.ભૂખ્યા રહે છે, કસરત કરે છે. આઠ દિવસ સુધી બધુ બરાબર ચાલે છે અને પછી બધુ ઠપ્પ થઈ જાય છે.

ભૂખ્યા રહેવાથી નબળાઈ આવી જાય છે.જો તમે ખરેખર તમારું વજન ઘટાડવા ઇચ્છો છો તો કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવો. જેનાથી ઘણી બીમારીઓ પણ દુર થઇ જાય છે. તો ચાલો જાણી લઈએ એ શાકભાજી વિશે.. જે તમારું વજન ઉતારવા માટે અસરકારક સાથે પૌષ્ટિક પણ રહેશે

અમે વાત કરી રહ્યા છીએ શિમલા મિર્ચની. જે દરેક સિઝનમાં મળી આવતી સબજી છે. તે મુખ્ય રીતે લાલ, પીળા અને લીલા રંગમાં મળે છે. તેમાં વિટામિન સી, પ્રોટીન, કેલ્શિયમ, ફાઇબર, આયર્ન, એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. આવા સંજોગોમાં તેનું સેવન કરવાથી વજન પણ કન્ટ્રોલમાં રહે છે અને થાક તેમજ નબળાઇ દૂર થાય છે. તેમાં આયર્ન અને એન્ટી ઓક્સિડન્ટના ગુણો હોવાથી લોહીની કમી દૂર થવાની સાથે કેન્સર જેવી ગંભીર બીમારીથી પણ બચાવે છે. તેમે તેને શાક, સલાડ, નુડલ્સ, સેન્ડવિચમાં મિક્સ કરીને ખાઇ શકો છો.

વજન ઘટાડવા માટે :- જે વ્યક્તિ પોતાનું વજન ઘટાડવા ઇચ્છતી હોય તેણે સલાડમાં શિમલા મિર્ચ સામેલ કરવાં જોઇએ. તેમાં કેલરીની માત્રા ઓછી હોવાથી વજન કન્ટ્રોલમાં રહે છે. આ ઉપરાંત તેનાથી શરીરમાં એનર્જી આવે છે.

કેન્સરથી બચાવ :- શિમલા મિર્ચમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફલેમેટરી, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી કેન્સર ગુણો હોય છે. આવા સંજોગોમાં તેનું સેવન કરવાથી તે શરીરમાં કેન્સર કોશિકાઓ બનતા રોકે છે. આવા સંજોગોમાં કેન્સરનો ખતરો ઓછો રહે છે.

મજબુત હાડકાં માટે:- કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન સીથી ભરપુર શિમલા મિર્ચ માંસપેશીઓ અને હાડકાં મજબૂત બનાવે છે. તેના સેવનથી સાંધા અે શરીરના અન્ય ભાગમાં દુખાવાની પરેશાનીમાં રાહત મળે છે.

હ્રદય રાખે સ્વસ્થ :- પોષક તત્ત્વથી ભરપુર શિમલા મિર્ચનું સેવન કરવાથી આખા શરીરમાં ઓક્સિજનની માત્રા યોગ્ય રીતે પહોંચે છે. સાથે સાથે હ્રદયને બહેતર રીતે કામ કરવામાં પણ મદદ મળે છે. હાર્ટ પંપિંગને પણ યોગ્ય બનાવે છે. હાર્ટ એટેકનો ખતરો ઘટે છે.

ડાયાબિટીસ :- શિમલા મિર્ચમાં ફાઇબર, આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, એન્ટી ઓક્સિડન્ટ હોવાના કારણે ડાયાબિટીસના દર્દીઓએ તેને પોતાના ખોરાકમાં જરૂર સામેલ કરવાં જોઇએ. તેનાથી શુગર લેવલ કન્ટ્રોલમાં રહેવામાં મદદ મળે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *