વહુએ વર સામે મૂક્યો અનોખો કોન્ટ્રાક્ટ, જુવો આ વિડિયો તમે પણ ચોકી જશો….

લગ્ન પહેલા યુવક અને યુવતી એ એકબીજાને અનેક વચન આપતા અને લેતા હોય છે. પણ લગ્ન પછી મોટાભાગના વચનનું સૂરસૂરિયું થઈ જતું હોય છે. આ જોતાં જ હવે વર અને નવવધૂ હવે મજેદાર રીતે એકબીજા પાસે કોન્ટ્રાક્ટ સહી કરાવી સામાન્ય વાત થઈ ગ છે. જો તમને વિશ્વાસ નથી થઈ રહ્યો તો આજે અમે તમને એક વાઇરલ વિડીયો વિષે જણાવી રહ્યા છે. આ વાઇરલ વિડીયોમાં તમે જોઈ શકશો કે જયમાલાની વિધિ થતાં જ દુલ્હન એ પોતાના વરરાજા સામે એક મોટો કોન્ટ્રાક્ટ મૂકે છે. આ કોન્ટ્રાક્ટમાં જે પણ ફરમાઇશ કરવામાં આવી હતી એ જોઈને વરરાજા એક મિનિટ માટે પણ ચોંકી જાય છે. જો કે પછી તેણે તેમની પર સહી કરી દીધી હતી.

લગ્નનો આ કોન્ટ્રાક્ટવાળો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે. અહિયાં જયમાલા થઈ જવા પછી તેઓ સ્ટેજ પર બેઠા હોય છે ત્યારે જ તેમની સામે એક મોટા પેપર પર કોન્ટ્રાક્ટ લાવવામાં આવે છે. પહેલા તમને જણાવી દઈએ કે આ પેપર પર શું લખેલ છે. તો આ પેપર પર અમુક શરતો લખેલી છે. આની પર લખેલું હોય છે કે ‘મહિનામાં એક જ વાર પીઝા, 15 દિવસમાં શોપિંગ કરાવવી અને રવિવારએ નાસ્તો બનાવવો. દુલ્હન તો આની પર જલ્દી જલ્દી સહી કરી દે છે પણ વરરાજા થોડીવાર વિચારમાં પડી જાય છે પછી સહી કરે છે.

લગ્નમાં આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે, લગ્ન પહેલા વર-કન્યા એકબીજાને કોન્ટ્રાક્ટ પર સહી કરાવી લે. જોકે, વાયરલ વીડિયોમાં જે નજારો જોવા મળી રહ્યો છે તે માત્ર મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યો છે. આ વીડિયો wedlock_photography_as નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *