આપણે ઘણી વાર કોઈ ધર્મ અનુસાર ભગવાન માટે વ્રત રાખીએ છીએ. આમ તો શરીરની શુદ્ધિની પ્રક્રિયામાં ઉપવાસ ખુબ જ લાભદાયી ગણાય છે. વિશ્ર્વના બીજા બધા દેશના આહાર કરતાં ભારતીયોનાં વ્યજનો વધારે મસાલેદાર અને તેલવાળાં હોય છે તે તો આપણે બધા જાણીએ જ છીએ, સાથે આપણે શરીરની કાળજી પ્રત્યે જે ઉદાસીનતા સેવીએ છીએ તે પણ જરૂરી છે.
એ વાતથી તમે પણ સંપૂર્ણ નહીં તો થોડા થોડા પણ સહમત હશો. તમને ક્યારેય એ જાણવાનું મન થયું છે કે સામાન્ય માનવીને એક દિવસમાં કેટલી કેલરી જોઈએ? જો જવાબ હા હોય, તો ખૂબ જ સારું છે અને જો એના વિશે જાણકારી ન હોય તો ચાલો થોડો જાણવી દઈએ, તો ચાલો જાણી લઈએ..
માનવીનું વજન જેટલું હોય એને ગુણ્યા 30 એટલે કે કોઈ એક વ્યક્તિનું વજન ૬૦ કિલો છે તો તેને દિવસની ૧૮૦૦ કેલરીની જરૂર હોય છે. હવે તમે જે ખોઅરક જમવામાં લો છો તેમાં કેટલી કેલરી રહેલી છે તે જાણવું જોઈએ. ૬૦ કિલો વજન જે વ્યક્તિનો હોય તેને દિવસ દરમિયાન રેગ્યુલર ૧૮૦૦ કેલરીનો આહાર લે તો ક્યારેય તેના શરીરનું વજન વધશે નહીં કે ક્યારેય ઘટશે નહીં.
સમતોલ આહાર એટલે સ્વસ્થ શરીર. સામાન્ય વિજ્ઞાનનો સામાન્ય નિયમ કે જે આપણે પાળી શકતા નથી અને પછી ઓવરવેઇટ કે અંડરવેઇટનો શિકાર બનીએ છીએ. તમારા શરીરની ઉંચાઈ પ્રમાણે તમારું વજન હોવું જરૂરી છે. જો તમારી ઉંચાઈ ૧૬૨ ઇંચ છે તો તમારું વજન ૬૨ કિલો હોવું જોઈએ. એટલે કે ઇંચના કેલ્ક્યુલેશન માંથી પહેલાં ફિગર એટલે કે ૧ ની બાદબાકી કરવી.
જો કોઈની ૧૫૮ ઇંચ હાઇટ હોય તો આઇડિયલ વજન ૫૮ કિલો હોવું જોઈએ. તેમજ તે પ્રમાણે શરીરમાં કેલરી પણ લેવી જોઈએ. આજકાલ આહારની સાથે આપણે સોફ્ટ ડ્રિંક લઈએ છીએ. હકીકતમાં સોફ્ટ ડ્રિંક હાર્ડ ડ્રિંક જેટલાં જ નુકસાનકારક થાય છે. સોફ્ટ ડ્રિંક અને સુગર ફ્રીની ટેગવાળાં પીણાં હેલ્થને ખૂબ જ નુકસાન કરે છે.
આવાં ડ્રીંક જો આહાર સાથે લેવામાં આવે તો તે ખોરાકમાં રહેલા પોષકતત્ત્વો નાશ થઇ જાય છે. આથી આપણે જે શરીરના લાભ માટે આહાર લઈએ છીએ તે ફાયદો તો થતો જ નથી અને કહેવત મુજબ, ખાયા, પીયા કુછ નહીં, ગ્લાસ તોડા બારા જેવું થાય.
જો તમને આહારની સાથે કોઈ પીણાંની આદત જ હોય તો તમે છાશ, લીંબુ પાણી લઈ શકો છો, જે પાચનશક્તિ માં ફાયદો કરશે અને તમારી આદત પણ સુધારશે. તેમજ ગર્ભવતી મહિલા કે જેનું વજન પ્રેગ્નન્સી દરમિયાન વધી ગયું હોય તેણે બને ત્યાં સુધી ઉપવાસ ન કરવા, કેમ કે ઉપવાસ કે એકટાણું કરવાથી તેને ભૂખ વધારે લાગે છે. આથી જે ખોરાક લેવો જોઈએ તેના કરતાં વધારે જમે છે, જે થોડા સમય પછી ચરબીરૂપે શરીરમાં જમા થાય છે.
તમે ઉપવાસ, એકટાણું કે રોજા ગમે તે ભલે કરતા હોય, પણ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેનો અમલ કરવો જોઈએ. ખાસ કરીને ઉપવાસ કે એકટાણાં દરમિયાન આપણે સામાન્ય દિવસની સરખામણીમાં ઓછો આહાર લેવાનો હોય છે, તો જ ઉપવાસ કર્યો કહેવાય છે.
થાય છે એવું કે આપણે ઉપવાસ, એકટાણું કે રોજા ખોલ્યા પછી એમ વિચારીને જમતા હોઈએ છીએ કે મેં તો આખો દિવસ ખોરાક લીધો નથી એટલે હું કંઈ પણ જમી શકીશ. ઉપવાસમાં સામાન્ય આહારમાં જે લેવામાં આવે તેના કરતાં પ્રોટીન અને વિટામિન ઓછાં મળે છે અને કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધી જાય છે.
વળી, ઉપવાસમાં ફરાળી વસ્તુ અને ફ્રાય વસ્તુઓ આપણે પ્રેમપૂર્વક આરોગી લઈએ છીએ. જેના કારણે શરીરમાં ૧૦ થી ૧૫ % ફેટનું પ્રમાણ વધી જાય છે. આથી જો તમે ઉપવાસ કરી રહ્યા હોય તો તમારે દાળ, પનીર, મલાઈ જેવી વસ્તુના બદલે દૂધ, દહીં અને ફળ લેવાં જોઈએ. જેનાથી તમારા શરીરને દિવસ દરમિયાન જોઈતાં વિટામિન, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ મળી રહે. જો આવું કરવામાં આવે તો ખરેખર ઉપવાસ કરવાથી ફાયદો મળે છે, શરીરની આંતરિક શુદ્ધિ થાય અને શરીરની સાથે મનને પણ શાંતિ મળે છે..
ગ્રહોની સ્થિતિ ઠીક ના હોય તો અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે. દરેક લોકોના જીવનમાં રશીઓનું…
રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.રાશિફળ નું આપના જીવનમાં ખૂબ મહત્વ હોય છે .રાશિફળનું…
ધનવાન બનવા માટે આખી દુનિયામાં લોકો લાખો પ્રયાસો કરતા હોય છે. પરંતુ બનવું દરેક લોકોના…
જીવનમાં રાશિનું ખુબ જ મહત્વ માનવામાં આવે છે. દરેક મનુષ્ય એમના ભવિષ્ય સાથે જોડાયેલી જાણકારી…
દરેક લોકોના જીવનમાં રાશીનું ખુબ જ મહત્વ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ…
મોટા ભાગે કોઈ પણ વ્યક્તિને એક સમયે અથવા ક્યારેક પેટમાં દુખવાનો અનુભવ થતો હોય છે.…