તુલસીના પાંદડાના ફાયદા ઉપરાંત નુકશાન પણ ઘણા થાય છે… જરૂર જાણો એના વિશે અમુક ખાસ બાબતો

હિંદુ ધર્મમાં તુલસીનો છોડને ખૂબ પવિત્ર છોડ માનવામાં આવે છે. ઘણા લોકો તુલસીના છોડની પૂજા કરે છે. તુલસીનો છોડ ફક્ત આધ્યાત્મિક કારણોસર જ નહીં, પરંતુ આયુર્વેદ માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. અમે તમને જણાવી દઈએ કે તુલસીનો છોડ દવા તરીકે અમૃત છે.

પ્રાચીન કાળથી લઈને આધુનિક કાળ સુધી તુલસીનો ઉપયોગ દવામાં કરવામાં આવે છે. જો તુલસીના પાનનું સેવન કરવામાં આવે તો તાવ,શરદી,ઉધરસ, ત્વચા સંબંધિત રોગ અથવા માથાનો દુખાવો દૂર થાય છે. જ્યારે બાળકને ઉધરસ, શરદી હોય છે ત્યારે માતા તુલસીના છોડના પાન ખવડાવે છે.

આયુર્વેદમાં તુલસી છોડને ગુણોનો ખજાનો તરીકે વર્ણવવામાં આવ્યા છે. આયુર્વેદમાં કોઈ આડઅસર થતી નથી પરંતુ જો તમે ઐષધિનું સેવન નિશ્ચિત માત્રામાં કરો છો તો તે ફાયદા આપે છે, પરંતુ જરૂરીથી વધારે પ્રમાણમાં સેવન કરવાથી શરીરને પણ નુકસાન થાય છે.

ડાયાબિટીઝના દર્દીઓ તુલસીનાં પાન ન ખાઓ :- તુલસીના પાન ડાયાબિટીઝના દર્દીઓ માટે  હાનિકારક સાબિત થાય છે. જો તમે ડાયાબિટીઝના દર્દી છો અને દવાઓ લઈ રહ્યા છો તો સાથે તુલસીનું સેવન ન કરો કારણ કે તેનાથી બ્લડ શુગરમાં ઘટાડો થવાની સંભાવના રહે છે.

સર્જરી કરાવનાર વ્યક્તિ તુલસીનું સેવન ન કરો :- સર્જરી કરાવતા લોકોએ તુલસીના પાનનો સેવન બિલકુલ ન કરવો જોઇએ કારણ કે તુલસીના પાનનું સેવન કરવાથી લોહીનું ગઠન (લોહી જામી જવાનું) ઓછું થાય છે, જે સર્જરી દરમિયાન અથવા સર્જરી પછી લોહી વહેવાનો ભય વધારે રહે છે.

તુલસી લોહીને પાતળું કરી શકે છે :- જે લોકો લોહી પાતળુ કરવાની દવાઓ લેતા હોય છે તે તુલસીનું સેવન કરવાનું ટાળવું જોઈએ, કારણ કે દવાઓ સાથે તુલસીના પાનનું સેવન કરવાથી લોહી પાતળુ થવાની ક્ષમતા ઝડપી થઈ જાય છે.

હાયપોથાઇરોડિઝમવાળા દર્દીઓ ન કરો તુલસીનું સેવન :- જો તમે હાઈપોથાઇરોડિઝમના દર્દી છો તો તમે તુલસીનું સેવન કરવાનું ભૂલથી પણ કરો કારણ કે તેનાથી થાઇરોક્સિનનું પ્રમાણ ઓછું થાય છે.

સગર્ભા સ્ત્રીઓ તુલસીના પાનનું સેવન ન કરો :- જો કોઈ સ્ત્રી ગર્ભવતી છે તો તેણીએ આ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમે તુલસીના પાનનો બિલકુલ વપરાશ ન કરો કારણ કે તુલસીના પાંદડામાં યુજેનોલ તત્વ હોય છે, જેના કારણે  ગર્ભાવસ્થા દરમિયાન જો તુલસીનું સેવન કરવામાં આવે છે તો તે ગર્ભાશયમાં સંકોચન અને માસિક  સ્રાવનું શરૂ થવાનું કારણ બની જાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *