ઠંડીમાં આ વસ્તુનું સેવન કરવાથી શરીરમાં આખો દિવસ બની રહે છે તંદુરસ્તી

આ સ્વાસ્થ્યપ્રદ ઋતુમાં શરીરની પૂરતી કાળજી ન લઈએ તો શિયાળો નુક્સાનદાયક પણ બની શકે છે. આવી સ્થિતિમાં આહારમાં આવી કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને શરીરની ગરમી વધારી શકાય છે. જેના કારણે શરીરમાં હૂંફ પણ રહે છે. અને ઘણી બીમારી થી બચી શકાય છે.શિયાળામાં આપણે શરીરને તો ગરમ કપડાથી સારી રીતે હુંફ આપીએ છીએ

પરંતુ શરીરને અંદરથી હુંફ આપવા માટે કેટલાક ખોરાક, મસાલાનો આહારમાં સમાવેશ કરી અને કુદરતી રીતે શરીરમાં ગરમી ઉત્પન્ન કરી શકાય છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ કઈ સમસ્યાઓથી શિયાળામાં વિશેષ સચેત રહેવું જોઈએ તેના વિશે આજે આપણે વાત કરીશું. તો ચાલો જાણી લઈએ આ ઠંડીમાં તમે કઈ કઈ વસ્તુનું સેવન કરશો.

આંબલી નો સ્વાદ ચાખવાનો વિચાર આવતા જ જીભ અને શરીર માં ઝણઝણાટી થાય છે. પરંતુ આ કુદરતી ખોરાકમાં શીયાળાની મુશ્કેલીઓ થી બચાવવા માટે ઘણી બધી અજાયબી છુપાયેલી છે, આંબ્લીએ એક મહાપાચક ખોરાક છે. ખજૂરની તાસીર ગરમ હોવાથી તેને ગરમ દૂધ સાથે ખાઓ. આ માત્ર બાળકો માટે જ નહીં, પરંતુ તમામ ઉંમરના લોકો માટે પણ ફાયદાકારક છે. તમે ખજૂરનો હલવો પણ બનાવી શકો છો.

શીયાળામાં મધ નો ઉપયોગ સ્વીટનર તરીકે કરવો જોઈએ,પ્રકૃતિ માં મધ કુદરતી રીતે જ હુંફાળુ હોય છે જેથી શરીરને ઠંડી સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે. શીયાળામાં સનબર્નને લીધે ત્વચામાં થયેલ નુકશાનને પહોંચી વળવા માટે પણ મધ ઉત્તમ ટોનીક છે.

હળદર સાથે દૂધ લો. હળદરના એન્ટીબાયોટીક ગુણધર્મો અને દૂધમાં હાજર કેલ્શિયમ શરદી સામે રક્ષણ આપે છે. તે સારી ઉંઘ આપવામાંની સાથે પીરિયડની પીડા શરદી અને કફને પણ દૂર રાખે છે. ગોળનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. વિટામિન, મિનરલ્સ , ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ સમૃદ્ધ ગોળ માયગ્રેશન, અસ્થમા, થાક અને અપચોમાં ફાયદાકારક છે.

જો તમને કફની સમસ્યા છે, તો આદુ સાથે ગોળ ખાઓ. દરેક ડ્રાયફ્રુટએ દરેક સીઝનમાં પોતાનું આગવું મહત્વ ધરાવે છે. બદામ ખાઓ. ખાસ કરીને બદામ, પિસ્તા, અખરોટ ખાઓ. આનાથી વધુ કંઇ ગરમ નથી થતું. તેથી જ દરરોજ ૫થી ૬ પીસ જરૂરથી લો.


by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *