વ્યક્તિ જમવા બેસે અને તેને થાળીમાં જો વાળ જોવા મળે તો ઘણા લોકોનું મૂડ ખરાબ થઇ જતું હોય છે. પરંતુ તે કોઈ દોષ નથી પિતૃ દ્વારા આવેલ આપવામાં આવેલો સંકેત છે. પિતૃદોષ માટે મોટાભાગે શ્રાદ્ધ દરેક વ્યક્તિ નાખતા હોય છે. શ્રાદ્ધમાં તેમના પૂર્વજોના આત્મા ને શાંતિ મળે તે માટે ઘણા લોકો દાન કરતા હોય છે.
તે ઉપરાંત બ્રાહ્મણોને ઘરે બોલાવી અને તેમની આગતાસ્વાગતા કરે છે. તેમને જમાડે છે. તેમને દાન દક્ષિણા પણ આપે છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે. કે જો શ્રાદ્ધના મહિનામાં આ તમામ વસ્તુઓ કરવાથી આપણા પૂર્વજોના આત્મા ને શાંતિ પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મના લોકોએ શ્રાદ્ધ તર્પણ કરવું જોઈએ એવું શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તેનાથી તેમના જીવનના ખૂબ જ મોટા કષ્ટો દૂર થશે અને તેમના જીવનમાં વધારે પ્રગતિ થશે. હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છ કે જે લોકો શ્રાધ ના મહિનામાં શ્રાદ્ધ-તર્પણ કરતા નથી. તે લોકોને જીવનમાં ખૂબ જ મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખૂબ જ વધારે પડતા દુઃખ આવે છે.
જો શ્રાદ્ધના મહિનામાં શ્રાદ્ધ તર્પણ કરવામાં આવે નહીં તો તમારા ઘરના પૂર્વજો નારાજ થાય છે. ઘરના બધા વ્યક્તિ ઉપર ગુસ્સે થઈ છે. શ્રાધ નાખવાથી આપણા પૂર્વજોને એહસાસ થાય છે કે એ લોકો તેમના સુખ અને દુઃખમાં હંમેશા તેમને યાદ કરે છે. તેમને સારા આશીર્વાદ આપે છે. હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ અને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે.
શ્રાદ્ધ વિષે કહેવામાં આવ્યું છે. કે જો કોઈ વ્યક્તિ ઉપર પૂર્વજ ગુસ્સે થાય તો તેમને ઘણા બધા સંકેત આપવામાં આવે છે. ચાલો જાણીએ તે સંકેતો વિશે હિન્દુ શાસ્ત્રમાં આ સંકેત દ્વારા આપણા પૂર્વજો આપણને કઈ વસ્તુઓ સૂચવે છે. ઘણીવાર વ્યક્તિ જ્યારે જમવા બેઠો હોય ત્યારે તેમની થાળીમાં સતત વાળ આવ્યા કરે છે.
આવી સમસ્યા દરેકની સાથે ઘણી વાર થઈ હશે. પરંતુ આ વસ્તુને દરેક વ્યક્તિ ખાસ ધ્યાનમાં લેતો નથી. પરંતુ આ વસ્તુને અવગણવી જોઈએ નહીં. જો થાળીમાંથી વાળ જોવા મળે તો તેના ઉપર વિચાર કરવો જોઈએ અને તે પિતૃદોષનું કારણ બને છે. પિતૃઓ તે સંકેત દ્વારા તેમને કહેવા માગે છે કે તે તેમના ઉપર વધારે ગુસ્સે છે. તેથી તેમના માટે તેમણે આ દોષ નું નિવારણ કરવું જોઈએ.
નિવારણ કરવા માટે શ્રાધના મહિનામાં યોગ્ય યથાશક્તિ પ્રમાણે દાન કરવું જોઈએ. બ્રાહ્મણોને ઘરે બોલાવવા જોઈએ. તેમની આગતાસ્વાગતા કરવી જોઈએ. તેમને હાથે બનાવેલું ભોજન પીરસ્યું જોઈએ. તેમને દક્ષિણા આપવી જોઈએ આમ કરવાથી પિતૃઓ તેમના વંશજો ઉપર સારી કૃપાદ્રષ્ટિ રાખશે.
સાથે સાથે પશુ, પક્ષીઓ ને યથાશક્તિ મુજબ ધન્ય તર્પણ આપવું જોઈએ. આ મહિનામાં કોઇ ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિઓને કપડા નું દાન કરવું જોઈએ. વસ્ત્રદાન પિતૃઓની કૃપા મેળવવા માટેનું શ્રેષ્ઠ દાન છે. આ મહિનામાં પિતૃઓની કૃપા મેળવવા માટે તમારે જરૂરિયાતમંદ વ્યક્તિઓને વસ્ત્રદાન કરવું જોઈએ. તેમ જ અન્નક્ષેત્રમાં યથાશક્તિ પ્રમાણે દાન આપવું જોઈએ. મંદિરમાં બેસતા તમામ ગરીબોને યથાશક્તિ પ્રમાણે દક્ષિણા આપવી જોઈએ.
Leave a Reply