તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ લોકોની ફેવરિટ સિરિયલોમાંની એક છે. લોકોને તેની કોમેડી ખૂબ ગમે છે. આ સિરિયલ શરૂ થયાને 8 વર્ષ થઈ ગયા છે. આ સિરિયલનો પહેલો એપિસોડ 28 જુલાઈ 2008ના રોજ આવ્યો હતો. ત્યારથી આ સિરિયલ લોકોના દિલમાં જગ્યા બનાવી રહી છે.
આ શો દર્શકોનું પાછલા ૧૩ વર્ષથી મનોરંજન કરી રહ્યો છે. વળી ટીઆરપી લિસ્ટમાં આ શો હંમેશા આગળ રહે છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં અમિતાભ બચ્ચન તેના શો “કૌન બનેગા કરોડપતિ” ની પણ એક ક્લિપ માં જોવા મળશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બિગ-બી આવેલ વ્યક્તિને તારક મહેતા સાથે જોડાયેલ એક સવાલ પુછે છે કે, “લોકપ્રિય ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ટપુના પાપા કોણ છે ?”.
જેમાં ચાર ઓપ્શન આ પ્રકારે હોય છે. A. તારક મહેતા B. જેઠાલાલ C. હાથી ભાઈ D. ચંપકલાલ. આ સવાલનાં સાચા જવાબ માટે આવેલ વ્યક્તિ એ A. તારક મહેતાની પસંદગી કરી હતી. આ જવાબ સાંભળતાની સાથે જ બાપુજી ભડકી જાય છે. વળી જેઠાલાલ પણ તારક મહેતા ને કહી રહ્યા છે કે, “દુશ્મન ના કરે દોસ્ત ને જો કામ કિયા હૈ”. આ વીડિયોને ફેન્સ ખુબ જ લાઈક કરી રહ્યા છે. વળી તેમના પર સતત ફની કોમેન્ટ આવી રહી છે.તમને જણાવી દઈએ કે કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ટપુ નાં અસલી પાપા જેઠાલાલ છે.
Leave a Reply