તંદુરસ્તીનો ખજાનો ગણાય છે આ મસાલા, જાણો એનો ઉપયોગ કરવાથી થતા ફાયદા..

ભારતીય મસાલા માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતા, પરંતુ આ મસાલાઓની સુગંધથી ભોજન કરનાર વ્યક્તિની ભૂખ પણ વધારી દે છે. ભૂખ વધારવાની સાથે આ મસાલાઓ સ્વાસ્થ્ય માટે પણ ધણા સારા માનવામાં આવે છે.

આ મસાલાઓ તમને ઘણી બીમારીઓથી બચાવે છે અને શરીરને સ્વસ્થ રાખે છે. આજે અમે તમને જણાવીશું કે ભોજન બનાવવામાં ઉપયોગમાં લેવાતા આ મસાલાઓ તમને સ્વાસ્થ્ય માટે કઇ રીતે ફાયદાકારક છે. તો ચાલો જાણીએ ક્યાં મસાલા બીમારીઓમાં તમને કેવી રીતે કરે છે

એલચી :- અરોમાથી ભરપૂર આ મસાલો ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. નાની એલચી અથવા મોટી એલચી બન્ને અલગ-અલગ પ્રકારે સ્વાસ્થ્ય અને સ્વાદને ફાયદો પહોંચાડે છે. એલચી કફ, ઉધરસ, શ્વાસની પરેશાની અને કબજીયાતને દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પેઢા તથા દાંત સંબંધી ઇન્ફેક્શનથી બચવા માટે પણ એલચી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે ગળામાં થતી ખરાશ, સોજા અને બ્લડ પ્રેશર વગેરે જેવી સમસ્યાઓમાં આરામ પહોચાડે છે.

આદુ :- ઠંડીમાં ઉધરસ અને શરદીથી બચવા માટે અને પાચનતંત્રને ઠીક રાખવા માટે આદુ સર્વોત્તમ માનવામાં આવે છે. આર્થરાઇટિસ, સાઇટિકા અને સર્વાઇકલ સ્પોન્ડલાઇટિસ થવા પર આદુનો ઉપયોગ કરવામાં આવે છે. આદુ કફ, ઉધરસ, માથાનો દુખાવો, છાતીનો દુખાવો વગેરેમાં રાહત આપે છે.

આદુનો રસ પેટ માટે પણ ઘણો લાભકારી સાબિત થાય છે. સાથે જ, શરીરના સોજા, યૂરિનથી જોડાયેલી પરેશાનિ, દમા વગેરેના રોગને પણ ફાયદો પહોંચાડે છે. કારણ કે, આદુમાં ન્યૂટ્રિશિયસ કમ્પોનેન્ટની ભરમાર છે. આદુમાં પ્રોટીન, ખનિજ, કાર્બોહાઇડ્રેટ અને રેશા હોય છે જે યાદશક્તિને દુરસ્ત રાખવા માટે કારગર હોય છે.

લવિંગ :-ભોજનનો સ્વાદ વધારવામાં અને કોઇપણ જાતનો દુખાવો દૂર કરવામાં લવિંગ ખૂબ જ ફાયદાકારક રહે છે. નાની લવિંગનો વિવિધ રીતે ઉપયોગ કરવાથી તે ઘણા ફાયદાઓ આપે છે. ઠંડીમાં થતી શરદી-ઉધરસથી લઇને કેન્સર જેવી ગંભીર બીમારીના ઉપચારમાં પણ લવિંગનો ઉપયોગ કરી શકાય છે.

લવિંગમાં પ્રોટિન, આર્યન, કાર્બોહાઇડ્રેટ્સ, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભરપૂર માત્રામાં મળી આવે છે. જેના કારણે અસ્થમા, પેટ અને ગેસ સંબંધી બીમારીઓમાં તે ઘણો ફાયદો પહોંચાડે છે.

તજ :- તજ માત્ર મસાલો જ નથી, પરંતુ એક ઔષધિ પણ છે. તજ ઘણી બીમારીઓમાં ફાયદાકારક બને છે. જેમ કે, બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને બેલેન્સ રાખનાર તત્વ મળી આવે છે. તેનું સેવન કરવાથી ઉલટી, પેટ સંબંધી બીમારીઓ અને શરદી-ઉધરસમાં આરામ મળે છે. તજના નિયમ પ્રયોગથી મોસમી બીમારીઓ પણ દૂર રહે છે.

જીરૂ :- લગભગ બધા જ શાકભાજીઓમાં ઉપયોગમાં લેવામાં આવતું જીરૂ, સ્વાસ્થ્યને ઘણા પ્રકારે પ્રોટેક્ટ કરે છે. જીરૂ આર્યન, એન્ટ-ઓક્સિડેન્ટ અને એન્ટી-સેપ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. માટે જ તે શરીરમાં હીમોગ્લોબિન વધારે છે,
ડાયાબિટીસને કંટ્રોલ કરે છે, શરદી-ઉધરસમાં ફાયદો કરે છે, કબજીયાત અને પાચનતંત્રની સમસ્યાને પણ દૂર કરે છે. જીરૂ અસ્થમા અને ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એટલું જ નહીં જીરૂ કેન્સર સેલ્સને ઠીક કરે છે અને ચહેરાની ત્વચાને પણ સાફ કરે છે.

હીંગ :- હીંગને ખૂબ જ તેજ મસાલો કહેવામાં આવે છે, ચપટી હીંગ જ ભોજનમાં સ્વાદ લાવવા માટે કાફી હોય છે. હીંગ પાચનતંત્રને ઠીક કરવા માટે સૌથી અસરકારક મસાલો માનવામાં આવે છે. આંખની બીમારી થવા પર હીંગનું સેવન કરવું જોઇએ.
મગજ સંબંધી બીમારીઓનો ઇલાજ હીંગના પ્રયોગથી જ કરવામાં આવે છે. હીંગ કાનના રોગમાં પણ ફાયદો કરે છે. સાથે જ તે કફ, પેટમાં દુખાવો, અકળામણ, હરસ મસા જેવા રોગોમાં પણ કારગર માનવામાં આવે છે.

કેસર :- મીઠાઈમાં રંગ લાવવાની સાથે જ કેસરમાં ગુણોની ભરમાર મળી આવે છે. કેસરમાં એન્ટી ઓક્સી-ડેન્ટ અને એન્ટ-એજિંગ તત્વ સારી માત્રામાં મળી આવે છે. કેસર વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. કેસર ચિકન પોક્સ, તાવ, પેટનો દુખાવો, ઉધરસ વગેરેમાં ખૂબ જ ફાયદાકારક હોય છે. કેસરની તાસિર ખૂબ જ ગરમ હોય છે, જેને કારણે પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે સારું માનવામાં આવતું નથી.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *