સ્વાસ્થ્ય માટે કયું દૂધ છે સૌથી વધારે ઉત્તમ, જાણો ગાયનું કે ભેંસનું?

આમ તો ગાય અને ભેંસ સિવાય બકરી, ઊંટણી અને બકરીનું દૂધ પણ પીવામાં આવે છે. દૂધ એ ‘સંપૂર્ણ આહાર’ તરીકે ઓળખાય છે. દૂધમાં વિટામિન ‘સી’ સિવાય તમામ વિટામિન રહેલા છે. દૂધમાંથી દહીં, છાશ, માખણ, ઘી, પનીર, માવો વગેરે બનાવવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે દૂધમાં સૌથી વધારે કેલ્શિયમ હોય છે જે ખાસ કરીને હાડકાં અને દાંતને માટે જરૂરી હોય છે. હેલ્ધી રહેવા માટે ડોક્ટર્સ પણ રોજ 1 ગ્લાસ અચૂક દૂધ પીવાની સલાહ આપી રહ્યા છે. બાળક જન્મે ત્યારે તેને માતાનુ દુધ પીવડાવવામાં આવે છે અને બાદમાં તેને ગાય કે ભેંસનુ દુધ પીવડાવવામાં આવે છે.

સામાન્ય રીતે લોકો ભેંસના દૂધ પર વધારે ભાર આપે છે, જે ગાયના દૂધ કરતા પણ મોંઘુ હોય છે. કોઇ પણ ઉંમરના માણસને ગાય કે ભેંસનુ દુધ આપવુ તે લાભદાયી છે પરંતુ જ્યારે બંનેમાંથી કોનુ દુધ ઉત્તમ છે તેવી વાત આવે ત્યારે આપણે નક્કી કરી શકતા નથી. આજે અમે તમને જણાવી દઈએ કે કોનુ દુધ ઉત્તમ છે ગાયનું કે ભેંસનું..

ગાય અને ભેંસ બંનેનું દુધ ફાયદાકારક હોય છે. ભેંસનુ દુધ જાડુ હોવાને કારણે તે જલ્દી પચતુ નથી જ્યારે ગાયનુ દુધ પાતળુ હોવાને કારણે આસાનીથી પચી જાય છે. ભેંસના દુધમાં 5થી 7 ટકા ફેટ હોય છે જ્યારે ગાયના દુધમાં 3થી4 ટકા જ ફેટ હોય છે માટે બાળકો અને વૃદ્ધોને ગાયનુ દુધ આપવાની સલાહ આપવામાં આવે છે. જેથી તે જલ્દી પચી જાય.

ભેંસનું દૂધ કોણે પીવું જોઈએ? :- એવું કહેવામાં આવે છે કે, ભેંસના દૂધમાં ગાયના દૂધની તૂલનાએ 10 થી 11 ટકા વધુ પ્રોટીન હોય છે. એટલા માટે જેના શરીરમાં પ્રોટીનની ઉણપ હોય તેમણ ભેંસનું દૂધ પીવું જોઈએ. ભેંસના દૂધમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. જેથી આ દૂધ હાયપરટેન્શન અને કિડની પ્રોબ્લેમથી પરેશાન લોકો માટે ખુબ ફાયદા કારક માનવામાં આવે છે.

કીડની સમસ્યા માટે ભેંસનું દૂધ :- ભેંસ અને ગાયના દૂધમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ અલગ અલગ હોય છે. ભેંસના દૂધમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોય છે. જેના કારણે હાયપર ટેંશન, કિડની પ્રોબ્લેમ્સ, સ્થૂળતાનો શિકાર લોકોને માટે આ બેસ્ટ ઓપ્શન છે.

ગાયનું દૂધ કોણે પીવું જોઈએ? :- જો તમે પાણી ઓછું પીવ છો અને એવું ઈચ્છી રહ્યા છો કે, શરીરમાં પાણીની કમી ન પેદા થાય તો તમારે ગાયનું દૂધ  પીવું જોઈએ. ગાયના દૂધમાં 90 ટકા પાણી હોય છે. જે તમને હાઈડ્રેટ રાખે છે.

વજન ઘટાડવા માટે ગાયનું દૂધ :- જે લોકો પોતાનું વજન ઘટાડવા માગે છે તેમના માટે પણ ગાયનું દૂધ ફાયદા કારક છે, કારણ કે, તેમાં ફેટનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. આ સાથે જ ગાયના 100 મિલી દૂધમાં માત્ર 61 કેલેરી જ હોય છે.

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

1 year ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

1 year ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

1 year ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

1 year ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

1 year ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

1 year ago