સ્ત્રીની રચના કરતા પહેલા ભગવાન પોતાના દેવદૂતને પૂછતાં હતા આ સવાલ

સ્ત્રી ની રચના કરતા પહેલા ભગવાન પોતાના દેવદૂત ને પૂછતા હોય છે, કે સ્ત્રી માં ક્યાં ક્યાં ગુણ હોવા જોઈએ.અને પછી એ બંને એ મળીને એક એવી સારણી બનાવી જેમાં જેમાં સ્ત્રીના એવા ગુણ ભરવામાં આવ્યા જે મોટા માં મોટા દુખ સહન કરી શકે અને હંમેશા હસતી રહે અને પરિવાર ચલાવી શકે.

સ્ત્રી માં આત્મ વિશ્વાસ ના ગુણ ખુબ જ વધારે ભરવામાં આવ્યા. સ્ત્રી માં મમતા ના ગુણ તેમજ પોતાના બાલકો ને સાંભળી શકે એવા ગુણ સ્ત્રીઓ માં બનાવવા માં આવ્યા.અને પોતાના ભાઈ બહેનને સાચવી શકે એવા બધા જ ગુણ સ્ત્રીઓ માં બનાવવા માં આવ્યા. સ્ત્રી માં પવિત્રતાના ગુણ પણ ભરવામાં આવ્યા.

જેથી તે પોતાના પતિ ને હંમેશા ખુશ રાખી શકે.જયારે સ્ત્રી નું શરીર બનીને તૈયાર થયું તો દેવદૂત એ તેને અડી ને જોયું અને ભગવાન ને કહ્યું કે હે ભગવાન આ તો ખુબ જ કોમળ છે. તેથી પ્રભુ એ હસતા હસતા જણાવ્યું કે હે દેવદૂત આ જેટલી કોમળ છે એનાથી વધારે તેની અંદર અથાગ શક્તિઓ ભરેલી છે.

પરંતુ જયારે એ પોતાના અસલી રૂપ માં આવી જશે તો એ ધરતી ને પણ ધ્રુજાવી શકે છે. દેવદૂત નજીક જઈને સ્ત્રી ના ગાલ ને હાથ અડાડ્યો અને બોલ્યા ભગવાન આ તો ભીનું લાગે છે.તો ભગવાન એ કહ્યું એ તેના આંસુ છે. અને એ પણ તેની એક તાકાત છે. આંસુ તેને ફરિયાદ કરવા, પ્યાર જતાવવા, અને પોતાની એકલતા દુર કરવા માટે કામ આવે છે.

ત્યારે દેવદૂત કહે છે ભગવાન તમારી રચના અદભુદ છે તમે આને બિલકુલ સમજી વિચારી ને બનાવી છે. શ્રી કૃષ્ણ એ ભાગવત ગીતામાં જણાવ્યું છે કે જે સ્ત્રી નો તિરસ્કાર કરે છે તેને સેકડો વર્ષો સુધી નર્ક ની આગમાં બળવું પડે છે.કોઈ બેબસ અને લાચાર સ્ત્રી નું ભૂલ થી પણ તિરસ્કાર ના કરવો જોઈએ.

બીજા કોઈ ની મજબૂરી, બેબસ અને સહારા વિનાની બહેનો અથવા દીકરીઓ ની છેડતી કરતા પહેલા પોતાનું અસ્તિત્વ એક વાર જોઈ લેવું જોઈએ


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *