શિયાળામાં ફાટી ગયા હોય હોઠ તો કરો આ ઘરગથ્થું ઉપાય, જલ્દી કોમળ બની જશે..

મિત્રો, હાલ શીયાળા ની ઋતુ નો પ્રેઆરંભ થઇ ચુક્યો છે. ત્યારે હાલ તેણી સાથે વાતાવરણમા પણ પલટો આવ્યો અને અને વાતાવરણ એકદમ ગુલાબી ઠંડક થી ભરાઈ ચુક્યુ છે. ત્યારે હાલ આ ઠંડી ની મૌસમ અને વાતાવરણમા આવેલુ પરિવર્તન પોતાની સાથે અનેકવિધ બીમારીઓ પણ લાવે છે. જો તમે આ ઠંડી ની ઋતુ દરમિયાન તમારા સ્વાસ્થ્ય ની વિશેષ સાર-સંભાળ ના લો તો તમે અનેકવિધ જીવલેણ બીમારીઓના શિકાર બની શકો છો જેમકે, કફ ની સમસ્યા, શરદી-ઉધરસ ની સમસ્યા, ત્વચા સાથે સંકળાયેલ સમસ્યા વગેરે.

આ ઠંડી ની ઋતુ દરમિયાન જો કોઈ સમસ્યા સૌથી વધુ પ્રવર્તતી હોય તે છે હોઠ ફાટી જવાની સમસ્યા. આ સમસ્યા ઉદ્ભવવાનુ મુખ્ય કારણ હોઠ પર ઠંડી હવા લાગવી છે. તમે જોયું જ હશે કે, જ્યારે પણ આપણે શિયાળા દરમિયાન બહાર નીકળીએ છીએ ત્યારે આપણે આપણા આખા શરીર ને ઢાંકી દઈએ છીએ અને હોઠ ને ખુલ્લા મૂકીએ છીએ.

આ સ્થિતિમા હોઠ ની ત્વચા કોમળ અને નાજુક હોવાને કારણે તેમા તિરાડ થવા લાગે છે. ઠંડી ના આ દિવસોમા હોઠ ની યોગ્ય કાળજી લેવી અને સારસંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અત્યંત આવશ્યક પણ છે. તો ચાલો જાણીએ કેવી રીતે હોઠ ફાટવાની સમસ્યા ને દૂર કરવી. આજે આ લેખમા અમે તમને આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટેના અમુક વિશેષ ઘરગથ્થુ ઉપાય વિશે જણાવીશુ.

લીપ બામ : જે લોકો આ હોઠ ફાટી જવાની સમસ્યાથી પીડાતા હોય છે તેમણે આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે ઓઇન્ટમેન્ટ બેઝ્ડ લીપબામ હોઠ પર લગાવવુ જોઈએ. તે હોઠમા રહેલા ભેજ ને લોક કરવાની સાથે-સાથે તિરાડ અને તિરાડ પડેલી ત્વચા ના કોષો ને સુધારવાનુ કામ કરશે. લિપબામ ની પસંદગી હમેંશા એવી કરવી કે, જેમા પેટ્રોલિયમ , ગ્લિસરિન અથવા આવશ્યક તેલ સમાવિષ્ટ હોય.

રૂ અને ગુલાબજળ : હોઠ ની મૃત ત્વચાને દૂર કરવા માટે બ્રશનો ઉપયોગ કરશો નહીં, અથવા તેને ખેંચીને નહી કાઢવી. આમ, કરવાથી તમારા હોઠમા રક્તસ્રાવ ની સમસ્યા થઈ શકે છે અને ઘા પણ વધુ તીવ્ર બની શકે છે. જો તમે એક રૂ ના પૂમડા ને ગુલાબજળમા ડુબાડી લો અને ત્યારબાદ તેને તમારા હોઠ ની ત્વચા પર થોડો સમય પલાળી રાખો અને પછી તેને હળવાશથી મસાજ કરો. તમારી મૃત ત્વચા આપમેળે અદૃશ્ય થઈ જશે.

રોઝ વોટર અને લીપ બામ : જો તમે રાત્રે સુવા જાવ તે પહેલા હોઠ ની ડેડ સ્કીન ને રોઝવોટર નો ઉપયોગ કરીને તેને રીમૂવ કરો અને ત્યારબાદ લીપબામ લગાવીને સૂઈ જાઓ. આમ, કરવાથી તમારા હોઠ નો દુ:ખાવો ફક્ત ૩-૪ દિવસમા રાહત થશે અને એક થઈ બે દિવસમાં તે સંપૂર્ણપણે મટી જશે.


by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *