મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્ય દળમાં તિરાડ પડ્યા બાદ હવે તેના સંસદીયદળ પર પણ જોખમ ઊભું થયું છે. પાર્ટીના ઘણા સાંસદ લોકસભામાં અલગ ગૃપને માન્યતા દેવાના અનૂરોધ સાથે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર આપવાની તૈયારીમાં છે. શિવસેનાના એક સાંસદે દાવો કર્યો છે કે પાર્ટીના 18માંથી 12 સાંસદ લોકસભામાં તેમને અલગ રીતે માન્યતા દેવાની માંગ કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે મંગળવારે દિલ્હીમાં છે ત્યારે તે પાર્ટીના લોકસભાના સભ્યો સાથે મુલાકાત કરી શકે છે. શિવસેના સાંસદ સંજય રાઉતનું કહેવું છે કે જે સાંસદ શિંદે સાથે બેઠક કરશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
શિવસેનામાં ઉદ્ધવ ઠાકરેની આગેવાનીથી બગાવત કરી એકનાથ શિંદેને ભાજપના સમર્થનથી 30 જૂનના રોજ મુખ્યમંત્રી પદના શપથ અપાવ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાના 55 ધારાસભ્યોમાંથી 40 નું સમર્થન પ્રાપ્ત છે.
શિવસેનાના 14 લોકસભા સભ્યોએ અલગ ગૃપ બનાવવાની તૈયારી શરુ કરી છે જેને ધ્યાનમાં લઈ પાર્ટીના સાંસદ સંજય રાઉતના ઘરે એક બેઠક થઈ હતી. જેમાં અરવિંદ સાવંત, વિનાયક રાઉત, ઓમ રાજે, સંજય જાધવ, પ્રિયંકા ચતુર્વેદી સહિતના લોકોએ ભાગ લીધો હતો.
શિવસેનાના શિંદે ગૃપ દ્વારા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીને ભંગ કરવાની ખરબોને વખોડી કાઢવામાં આવી છે. તેમણે કહ્યું કે જે થઈ રહ્યું છે તેને કોમેડી એક્સપ્રેસ સીઝન 2 કહી શકાય છે. અલગ ગૃપને રાષ્ટ્રીય કાર્યકારિણીને ભંદ કરવાનો કોઈ અધિકાર નથી. રાઉતે કહ્યું કે સુપ્રીમ કોર્ટ શિંદેના ગૃપમાં અલગ થયેલા ગૃપના ભવિષ્યનો નિર્ણય કરશે.
Leave a Reply