દુનિયામાં ભગવાન શીવના ઘણા મંદિર છે.બધા મંદિરોની પોતાની કોઈને કોઈ વિશેષતા છે, ક્યાંક શિવલિંગની પૂજા કરવા માં આવે છે તો ક્યાંક મૂર્તિ ની. પણ રાજસ્થાનના અચલેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવના પગના અંગુઠાની પૂજા કરવામાં આવે છે.રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુના ખાસ આકર્ષકોમાં અચલગઢનું નામ પણ છે.
અચલેશ્વર મંદિર આકર્ષણનું પ્રમુખ કેન્દ્ર છે.આ ભગવાન શિવનો જમણા પગનો અંગુઠો માનવામાં આવે છે. આ મંદિર માઉન્ટ આબુથી લગભગ ૧૧ કિમી દુર ઉત્તર દિશામાં અચલગઢના પહાડો પર કિલ્લાની પાસે છે. અહીનો પર્વત ભગવાન શિવના અંગુઠાના કારણે ઉભો છે.જે દિવસે શિવનો આ અંગુઠો ગાયબ થઇ જશે ત્યારે આ પર્વત નષ્ટ થઇ જશે.
ભગવાન શિવના અંગુઠા નીચે એક પ્રાકૃતિક ખાડો બનેલો છે. આ ખાડામાં ગમે તેટલું પાણી નાખવામાં આવે પણ તે ક્યારે પણ નથી ભરાતો .તેમાં ચઢાવેલી પાણી ક્યાં જાય છે તે આજ પણ રહસ્ય છે. અચલેશ્વર મહાદેવ મંદિર પરિસરના ચોકમાં ચંપાના ઝાડ ત્યાની પ્રાચીનતાને દર્શાવે છે.
મંદિરમાં ડાબી બાજુ બે કલાત્મક સ્તંભ પર ધર્મકટા બનેલા છે જેની શિલ્પ કળા અદભૂત છે. મંદિર પરિસરમાં દ્વારકાધીશ મંદિર પણ બનેલું છે.ગર્ભગૃહની બહાર વરાહ, નૃસીહ, વામન, કશ્યપ, મત્સ્ય, કૃષ્ણ, રામ, પરશુરામ, બુદ્ધ તેમજ કલંગી અવતારની ભવ્ય મૂર્તિ છે.
આ મંદિરની પૌરાણિક વાર્તા છે કે જયારે અર્બુદ પર્વત પર સ્થિત નંદીવર્ધન હલવા લાગ્યા તો હિમાલય પર તપસ્યા કરતા ભગવાન શિવની તપસ્યા ભંગ થઇ ગઈ.કારણકે તે પર્વત પર ભગવાન શિવની નંદી પણ હતી. એટલે નંદી ગાય ને બચાવા માટે ભગવાન શિવે હિમાલયથી જ અંગુઠો ફેલાવ્યોને અર્બુદ પર્વતને સ્થિર કરી દીધો.
કિલ્લાને પરમાર વંશ શાશકોએ બનાવડાવ્યો હતો.૧૪૫૨માં મહારાણા કુંભને પુનઃનિર્માણ કરી તેને અચલગઢ નામ આપ્યું. કિલ્લાનો પહેલો દ્વાર હનુમાન પોલના નામથી ઓળખવામાં આવે છે. તેમાં ગ્રેનાઈટના મોટા બે બ્લોકના બે ટાવર છે થોડી ચઢાઈ પછી, ચંપા પોલ, કિલ્લાના બીજા દ્વાર પર છે જે કિલ્લાના આંતરિક પ્રવેશ દ્વારના રૂપમાં કાર્ય કરતો હતો.
Leave a Reply