ઘણા લોકોને કોઈ અમુક જગ્યા પર જ ઊંઘ આવતી હોય છે. અમુક લોકોને તો કોઈના ગહરે જાય તો ઊંઘ જ આવતી નથી. આમ તો દરેક લોકો ની સુવા ની રીત અલગ અલગ હોય છે અને આપણે એ જાણવું ખુબજ જરૂરી છે કે સુવાથી પણ આપણને ઘણા બધા નુકશાન થાય છે. જો સુવાના અમુક નિયમો જાણી લઈએ તો ઘણા નુકશાનથી બચી શકીએ છીએ.
સુવા ના પણ અમુક નિયમો હોય છે જે ને ધ્યાનમાં લેવા ખુબ જ જરૂરી છે. આપણા ભારતીય શાસ્ત્રોમાં આપણા ઋષીમુનીઓ દ્વારા અનેક રિચર્સ કર્યા પછી અને શાસ્ત્રોને અનુસરીને કેટલાક નીતિ નિયમો બનાવેલા છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે કેવી રીતે શયન કરવુ અને કઈ દિશામાં સુવુ તેમજ કેવી જગ્યા પર ન સુવું જોઈએ.. તો ચાલો જાણી લઈએ સુવાના અમુક નિયમો વિશે..
શયનના નિયમો : મનુસ્મૃતિ અનુસાર ક્યારેય ઘરમાં એકલુ સુવુ ન જોઈએ. દેવભૂમિ કે સ્મશાનમાં સુવુ ન જોઈએ. વિષ્ણુસ્મૃતિ અનુસાર કોઈ સુતેલા મનુષ્યને અચાનક જગાડવા ન જોઈએ. ચાણક્યાનિતિ અનુસાર વિદ્યાર્થી, નોકર અને દ્વારપાળ જો વધારે સમય સુતેલા હોય તો તેમને જગાડી દેવા જોઈએ.
દેવીભાગવત અનુસાર સ્વસ્થ મનુષ્યે બ્રહ્મમૂહુર્તમાં ઉઠવુ જોઈએ. પદ્મપુરાણ અનુસાર ખુબજ અંધારામાં ક્યારેય સુવુ ન જોઈએ. અત્રિસ્મૃતિ અનુસાર ભીના પગે સુવુ નહી. મહાભારત અનુસાર તુટેલા પલંગ પર તેમજ એઠા મોંઢે સુવુ ન જોઈએ.
ગૌતમધર્મસૂત્ર અનુસાર નિર્વસ્ત્ર થઈને સુવુ ન જોઈએ. આચારમયુર અનુસાર પૂર્વ તરફ મોં રાખીને સુવાથી વિદ્યા, પશ્ચિમ તરફ મોં રાખવાથી ચિંતા, ઉત્તર તરફ મોં રાખવાથી મૃત્યુ, દક્ષિણ તરફ મોં રાખવાથી ધન તેમજ આયુષ્યની પ્રાપ્તિ થાય છે.
દિવસમાં ક્યારેય નહી સુવુ કેમકે કિસ્મત ખરાબ થાય છે. બ્રહ્મવૈવર્તપુરાણ દિવસમાં સૂર્યોદય તેમજ સૂર્યાસ્ત સમયે સુવાથી રોગ અને દરિદ્રતા ઘેરી લે છે. ડાબા પડખે સુવાથી સ્વાસ્થ્ય સારૂ થાય છે. લલાટ પર તિલક લગાવીને સુવાથી અપશુકન થાય છે આથી તિલક હટાવીને પછી જ સુવુ જોઈએ.
જો ઉપર જણાવ્યા મુજબ કેટલાક ખાસ નિયમોનું ધ્યાન ના રાખવામાં આવે તો જીવનમાં ખુબજ મોટી મુસીબત નો સામનો કરવો પડે છે જે વ્યક્તિ ને ખબર પણ નથી રહેતી કે જોવાન માં આવીમોતી મુસીબત આવી ક્યાંથી અને તેની પાછળનું કારણ શું હશે. અજાણતા જ જો સુવા માં આટલી બાબતો નું ધ્યાન ના રાખવામાં આવે તો ખુબજ મોટી આફત આવી પડે છે. તેથી હંમેશા આટલી બાબતો નું ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…