હિન્દુ શાસ્ત્ર અને જીવનશૈલી અનુસાર સ્નાન કરવાનું ખૂબ મહત્વ છે. આ સમય નીચે સંપૂર્ણ વર્ષમાં ઘણા એવા અવસર આવે છે જ્યારે મોક્ષની મેળવવા માટે પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે. આપણા ધર્મ ગ્રંથો તથા શાત્રોમાં સ્નાન વિશે સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે જેમા સવારે કરેલા સ્નાનને સમયના અનુસારથી ચાર ભાગમાં વેંચવામાં આવ્યુ છે.
મુનિ સ્નાન :- મુનિ સ્નાન એટલે સવારે કરવામાં આવેલું એવું સ્નાન જે સવારે ચાર વાગ્યાથી લઇને પાંચ વાગ્યાની વચ્ચે કરવામાં આવે છે. જેને મુનિ સ્નાન તરીકે ઓળખવામાં આવે છે.
દેવસ્નાન :- આ એક એવું સ્નાન છે કે જે પાંચ વાગ્યા થી લઇને છ વાગ્યા સુધી કરવામાં આવે છે. તેને દેવ સ્નાન તરીકે ઓળખવામાં આવે છે.
માનવ સ્નાન :- આ સ્નાન સવારના છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધી કરવામાં આવે છે તેને માનવ સ્નાન તરીકે ઓળખવામાં આવે છે.
રાક્ષસ સ્નાન :- જે સ્નાન સવારે આઠ વાગ્યા બાદ કરવામાં આવે છે તેને રાક્ષસ સ્નાન તરીકે ઓળખવામાં આવે છે. આ ચાર સ્નાનમાંથી સૌથી ઉત્તમ સ્નાન મુનિ સ્નાનને, દેવ સ્થાનને ઉત્તમ સ્નાન, માનવ સ્નાનને સામાન્ય સ્નાન… જ્યારે રાક્ષસ સ્નાનને તુચ્છ કોટીનું સ્નાન ગણાવવામાં આવેલ છે.
એટલું જ નહીં આ સ્નાનને રાક્ષસ સ્નાન તેમજ આવા લોકોની રાક્ષસ સાથે તુલના કરવામાં આવી છે. જેથી કોઇ પણ સ્થિતિમાં સવારે આઠ વાગ્યા બાદ સ્નાન ન કરવું જોઇએ. આ સ્નાન કરવાથી તમને પ્રાપ્ત થનારું ફળ આપણા હિન્દુ ધર્મ ગ્રંથોમાં તેમજ શાસ્ત્રોમાં જે રીતે ચાર પ્રકારના સ્નાન ગણાવવામાં આવ્યા છે.
તે જ રીતે આ ચાર પ્રકારના સ્નાનથી પ્રાપ્ત થનારા ફળ તમને અહી જણાવવામાં આવ્યા છે. મુનિ સ્નાન કરવાથી ઘરમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ, શક્તિ તેમજ તંદુરસ્તીનું આગમન થાય છે. દેવ સ્નાન કરવાથી લોકોના જીવનમાં યશ, કીર્તિ, સુખ-શાંતિ તેમજ સંતોષ પ્રાપ્ત થાય છે.
માનવ સ્નાન કરનાર લોકો તેમના જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે તથા તેમના સારા કર્મોના કારણથી કુટુંબમાં એકતા બની રહે છે. જ્યારે રાક્ષસી સ્નાન કરનાર લોકોના જીવનમાં ગરીબાઇ, નુકસાન, લડાઇ ઝઘડા અને નાણાકીય અછતનો સામનો કરવો પડી શકે છે.
Leave a Reply