આ રીતે સફરજન ખાવાથી શરીરને થાય છે અનેક ગણા ફાયદાઓ, જાણો સાચી રીત

અમુક લોકો સફરજનની છાલ સહિત ખાતા હોય છે તો અમુક લોકો છાલ કાઢીને ખાતા હોય છે. સફરજનની છાલમાં વિટામિન, મિનરલ્સ, ફાઇબર અને એન્ટી-ઑક્સીડેન્ટ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. આજે અમે જણાવવાના છીએ કે છાલ સહિત ખાતા હોઈએ તો તેના શું ફાયદા થાય છે અને શરીરમાં શું અસર કરે છે.સફરજનની છાલ વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે.

તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે અને કેટલાય અભ્યાસોમાં સાબિત થઇ ચુક્યુ છે કે ફાઇબરનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી તમારું પેટ ભરેલું હોય તેમ લાગે છે. જેથી તમે ઓછું જમશો અને તેનાથી તમારી વજન વધવાની સમસ્યામાં ઘટાડો થશે.શોધકર્તાઓએ તાજેતરમાં જ એક રિસર્ચ કર્યુ છે કે સફરજનને હંમેશા તેની છાલ સાથે જ કાવુ જોઈએ.

આ વિશેનુ કારણ જાવતા તેમણે કહ્યુ છે કે, એક મધ્યમ આકારના છાલ સાથેના સફરજનમાં 8.4 મિલીગ્રામ વીટામીન સી અને એની 98 ટકા આંતરરાષ્ટ્રીય યૂનિટનો સમાવેશ થતો હોય છે. હવે જો સફરજન પરથી છાલ હટાવી દેવામાં આવશે તો વીટામીન ‘સી’ની માત્રા 6.4 મિલીગ્રામ જ રહેશે અને વીટામીન ‘એ’ની માત્રા 61 મિલીગ્રામ રહેશે.

સફરજનની છાલ રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યૂનિટીને પણ મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેમાં વિટામિન-સી ભરપૂર પ્રમાણમાં મળી આવે છે જે ઇમ્યૂનિટીની સાથે-સાથે રોગ સામે લડવાની ક્ષમતાને પણ વધારે છે. એટલા માટે છાલ સાથે સફરજન ખાવું ફાયદાકારક સાબિત થશે.સફરજનની છાલ હૃદય રોગના જોખમને પણ ઘટાડે છે.

તેમાં કેટલાય પ્રકારના એન્ટી-ઑક્સીડેન્ટ મળી આવે છે જે શરીરમાં પૉલીઅનસૈચ્યુરેટેડ ફેટના ઑક્સીકરણની પ્રક્રિયાને અટકાવે છે. આ જ ફેટ્સના ઑક્સીડેશનની પ્રક્રિયાથી હૃદય રોગનું જોખમ વધે છે. જો સફરજનને છાલની સાથે ખાવામાં આવે તો તેનાથી હૃદય સ્વસ્થ રહે છે.મધુમેહના દર્દીઓ માટે સફરજનની છાલનું સેવન લાભકારક સાબિત થાય છે.

આ છાલનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે. એક અભ્યાસ અનુસાર, જે મહિલાઓ દરરોજ એક સફરજન છાલ સહિત ખાય છે, તેમનામાં આ બીમારીનું જોખમ ઘણું ઓછું થઇ જાય છે. કોઇ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં પોતાના ડૉક્ટર અથવા નિષ્ણાંતની સલાહ લો.

 

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

2 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

2 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

2 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

2 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

2 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

2 months ago