દરેક લોકો માટે એમનું સ્વાસ્થ્ય ખુબ જ મહત્વનું હોય છે. જો સ્વાસ્થ્ય સારું હશે તો જ જીવન જીવવાની મજા આવે છે. એમાં જો સ્વસ્થ આહાર લેવામાં આવે તો જ સ્વાસ્થ્ય સારું રહે છે. સ્વસ્થ આહાર એક એવો આહાર છે, જે તંદુરસ્તીને જાળવી રાખવામાં કે સુધારવામાં મદદ કરે છે.
એક સ્વસ્થ આહારમાં દરેક પ્રકારના પોષક તત્વો અને પાણીની યોગ્ય માત્રા સમાવેલી હોવી જોઇએ. પોષક તત્વો અનેક ખાદ્ય પદાર્થો માંથી મળી રહે છે. ખોરાકને લગતી બધી વસ્તુઓમાં પોષણનો સમાવેશ થાય છે.
શરીરને તદુંરસ્ત અને ફિટ રાખવા માટે સૌથી જરૂરી કોઈ વસ્તુ હોય તો એ છે ડાયટ. સ્વસ્થ રહેવા માટે ખાવા-પીવાનું પૌષ્ટિક હોવું બહુ જરૂરી છે. પૌષ્ટિક આહારના સેવનથી તમે પણ તમારા શરીરને આ રીતે રોગોથી દૂર રાખી શકો છો, જાણો સંપૂર્ણ માહિતી.
આજકાલ લોકો અનહેલ્ધી ડાયટ ફોલો કરતા હોય છે. જેના લીધે શરીરને ઘણા પ્રકારની સમસ્યા થાય છે. હેલ્દી ડાયટમાં તંદુરસ્ત રહેવાનું રહસ્ય છુપાયેલું છે. તમારા આહારમાં પ્રોટીન કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ, ચરબી અને ખનીજ જેવા પોષક તત્વોનું પૂરતા પ્રમાણમાં સેવન કરો.
સ્વસ્થ રહેવા માટે વાસી ખોરાક ક્યારેય પણ ન ખાવો જોઈએ. કેમ કે, આ પ્રકારનું ભોજન જલ્દી પચતું નથી જેના લીધે તમને પેટ સંબંઘી સમસ્યાઓ થઈ શકે છે. પોષક તત્વ તે રસાયણ છે, જેની જરૂરીયાત શરીરને સમૃદ્ધ કરવા માટે જુરુરી છે. આ ઉત્તકોનું નિર્માણ અને તેનું સમારકામ કરે છે, તે શરીરને ગરમી અને શક્તિ પૂરી પાડે છે અને તે શક્તિ શરીરની તમામ ક્રિયાઓ ચલાવવા માટે જરૂરી હોય છે.
શરીરને તંદુરસ્ત અને રોગ મુક્ત રાખવું છે, તો તમારા માટે યોગ્ય આહાર લેવો જરૂરી છે. યોગ્ય ડાયટનો અર્થ એ નથી કે તમે તળેલી વાનગી અને જંકફૂડનું સેવન કરો. સારા આહારનો અર્થ છે કે તમે તમારા આહારમાં એવી વસ્તુ ઉમેરો, જે પોષણ તત્વોથી ભરપુર હોય. તમે જાણો છો કે તમારા શરીરમાં પોષક તત્વોની ખામીની અસર તમારો આહાર, શરીરમાં નબળાઈ અને શારીરિક નબળાઈ તરીકે સામે આવે છે.
પોષક તત્વોમાં અસંતુલનને કારણે ઘણા પ્રકારની ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા ઉભી થઇ શકે છે. તમે તમારી સાંસ્કુતિ અને ઋતુ મુજબ ઘરમાં બનેલું ખાવ છો, તો તમે તંદુરસ્ત રહેશો. રાષ્ટ્રીય સપ્તાહમાં અમે તમને જણાવીએ છીએ કે તમે તમારા ડાયટમાં કઈ બધી વસ્તુનો ઉમેરો કરો, જેનાથી પૂરતા પ્રમાણમાં પોષણ મળી શકે.
ઋતુ મુજબ શાકભાજી અને ફળ: અલગ અલગ કલરના ફ્રુટ અને શાકભાજીમાં દરેક પ્રકારના પોષક તત્ત્તવો હોય છે, જે શરીર માટે બહુ જરૂરી છે. એટલા માટે તમારા ડાયટમાં સફરજન, ટામેટા, રાસબરી, લાલ જામફળ, ચેરી, સ્ટ્રોબેરી, તરબૂચ અને કાકડીનું સેવન કરવું. તમે ઈચ્છો છો કે તમારો આહાર પોષક તત્વોથી ભરપુર હોય તો ઋતુ મુજબના શાકભાજી અને ફળનો ઉપયોગ કરો. ઋતુ મુજબની વસ્તુ તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ પૂરી કરે છે.
તાજો ખોરાક અને શાકભાજી: તમે તમારા આહારમાં ઋતુના ફળ અને શાકભાજીનો વધુમાં વધુ ઉપયોગ કરો. પૂરતા પ્રમાણમાં ફળ અને શાકભાજી ખાવાથી તમને તમારા ભોજનમાં પૂરતા પ્રમાણમાં ફાઈબર અને પોષણ યુક્ત તત્વ મળે છે. દાળ, કઠોળ, નટ્સ, બીજ અને ચરબી આરોગ્ય સ્ત્રોત જેવા કે ઘી, નારિયેળ તેલ, જેતુનનું તેલ અને સરસીયાનું તેલ પણ તમારા આહારમાં સામેલ કરો.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…