અનેક મનોકામના પૂરી કરવા માટે શનિવારના દિવસે કરો આ કામ

શનિદેવ એકમાત્ર એવા દેવ છે. જેની પૂજા લોકો ડરના કારણે કરે છે એવું નથી શનિદેવ ન્યાયના દેવતા છે જે માણસને તેના કર્મના હિસાબે ફળ આપે છે. ગ્રહોમાં શનીદેવને કર્મોના ફળ આપવા વાળા માનવામાં આવે છે,મોટાભાગે શનિવારે શનિદેવને તેલ ચડે છે, તેલ અને શની વચ્ચે શું સંબંધ છે એવું શું છે કે શનિદેવને તેલ ચડાવામાં આવે છે?તેની પાછળ બે પૌરાણિક કથા છે.

ચાલો જાણીએ શનિદેવને તેલ ચડાવાનું કારણ અને તેની પહેલી કથાનો સંબંધ છે રાવણ. માનવામાં આવે છેકે રાવણ પોતાના અહંકારમા ચુર હતો તેને પોતાના બળથી બધા ગ્રહોને બંદી બનાવી લીધા હતા.શનિદેવને પણ તેને બંદી ગ્રહમાં ઊંધાં લટકાવી દીધા હતા. તેજ સમયે હનુમાનજી રામજીના દૂત બનીને લંકા ગયા હતા.

રાવણે અહંકારમાં આવી હનુમાનજીની પૂછડી પર આગ લગાવી દીધી હતી. એ જ વાત પર ક્રોધિત થઇ તેણે પૂરી લંકા પર આગ લગાવી દીધી હતી.લંકા બળી ગઈ અને બધા ગ્રહ આઝાદ થઈ ગયા પણ ઉંધા લટકવાના કારણે શનીના શરીરમાં ભયંકર પીડા થતી હતી અને તે દુખાવાના કારણે અવાજ કરી રહ્યા હતા.

શનીના દુખાવાને શાંત કરવા માટે હનુમાનજીએ તેના શરીર પર તેલની માલીશ કરી હતીઅને શનીને દુખાવાથી મુક્ત કર્યા હતા તે સમયે શનિએ કહ્યું કે જેકોઈ શ્રદ્ધાથી મને તેલ ચડાવશે તેને બધી સમસ્યાથી મુક્તિ મળશે. ત્યારથી શનિદેવને તેલ ચડવાની પરંપરા શરુ થઇ હતી. શનીદેવને પોતાના બળ અને પરાક્રમ પર ઘમંડ થઇ ગયો હતો.

પણ તે સમયે ભગવાન હનુમાનના બળ અને પરાક્રમની કીર્તિ ચારે તરફ ફેલાયેલી હતી. જયારે શનિદેવને હનુમાનજી વિશે ખબર પડી તો તે તેની સાથે યુધ્ધ કરવા નીકળી પડ્યાજયારે શની હનુમાનજી પાસે પહોચ્યા તો તેણે જોયું તો તે એક શાંત જગ્યા પર પોતાના સ્વામી રામની ભક્તિમાં લીન થઈને બેઠા હતા. શનિદેવે તેને જોતાજ યુધ્ધ માટે લલકાર્યા.

જયારે ભગવાન હનુમાનજી એ શનિદેવની લલકાર સાંભળી તો તે તેને સમજવા માટે પહોચ્યા. પણ શનિદેવ એ એકવાત પણ ના માની અને યુધ્ધ માટે ઉઠ્યા.ત્યારબાદ બંને વચ્ચે ધમાસાન યુધ્ધ થયું. યુધ્ધમાં શનિદેવ હનુમાનજીથી હારીને ખરાબ રીતે ઘાયલ થઇ ગયા, જેના કારણે તેના શરીરમાં પીડા થવા લાગી. ત્યાર બાદ હનુમાનજીએ શનિદેવને તેલ લાગવા માટે આપ્યું

જેનાથી તેનો બધો દુખાવો ગાયબ થઇ ગયો.તેજ કારણે શનિદેવ એ કહ્યું કે જે મને સાચા મનથી તેલ ચડાવશે હું તેની બધી પીડા લઇ લઈશ અને બધી મનોકામના પૂરી કરીશ. તે કારણે ત્યારથી શનિદેવને તેલ ચડાવાની પરંપરા શરુ થઇ અને શનિવારનો દિવસે શનિદેવ પર તેલ ચડાવાથી મનોકામના જલ્દી પૂરી થાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *