શનિદેવ ની કૃપા મેળવવા માટે શનિવારના દિવસે કરો આ ઉપાય

જે લોકો ખરાબ વૃતિ થી કામ કરે છે તેમજ ખોટી રીતે ધન કમાય છે,તેમણે શનિદેવ ના કોપનો સામનો કરવો પડે છે. પરંતુ જે લોકો ઈમાનદારી થી તેમજ પરિશ્રમ થી ધન કમાય છે,એમના પર શનિદેવ ની કૃપાદ્રષ્ટિ સદેવ રહે છે. ન્યાય અને કર્મોના આધારે શનિ દેવતા ફળ આપે છે. વર્તમાન સમયમાં જો કોઇ વ્યક્તિ સૌથી વધારે કોઇ ગ્રહથી ડરે છે તો તે શનિદેવ છે.

સૂર્યપુત્ર શનિનું નામ આવતાની સાથે જ મન બધી જાતની અનિષ્ટની સંભાવનાને કારણે ગભરાવા લાગે છે. શનિદેવ અનેક પ્રકારની અગ્નિપરીક્ષામાંથી પસાર થાય છે અને તેને સોનાની જેમ તેજ કરે છે.શનિદેવની દ્રષ્ટિ ઘર-પરિવાર પર પડે એટલે જીવનમાં સંકટના વાદળ ઘેરાયેલા રહે છે. તેથી જ લોકો શનિની મહાદશા ચાલતી હોય ત્યારે અનેક ઉપાયો કરવા લાગે છે.

શનિ મહારાજનો જન્મ સાયન મિથુનના સૂર્યમાં અને મિથુનના ચંદ્રમાં જયારે સૂર્ય ચંદ્ર સમકક્ષમાં થતાં વૈશાખ વદ અમાસે થયો હતો.જેના ઉપર શનિની પાપદ્રષ્ટિ પડે અથવા જન્મ રાશિથી 4-8 સ્થાનમાં શનિ ભ્રમણ કરે અથવા પોતાની રાશિથી 12-1-2 સ્થાનમાં ભ્રમણ કરે ત્યારે નાની-મોટી પનોતી આવે છે અને જીવનમાં મહાદુ:ખ, કષ્ટ, હાનિ અને રાજાને રંક બનાવી દે છે.

  • જો શનિની કૃપા મેળવવી છે તો સૌ પ્રથમ તમારે તમારા માતાપિતાનું સન્માન કરવું પડશે. તેમની સેવા કરવી પડશે. જો તે દૂર હોય, તો તમે તેમના ચિત્રને નમન કરો. દરરોજ કોલ કરો અને આશીર્વાદ લો. શનિનો આ ઉપાય તમને ચમત્કારીક લાભ આપશે.
  • શનિના દોષ દૂર કરવા માટે દરરોજ શનિના મંત્ર ”ॐ प्रां प्रीं प्रौं स: शनिश्चराय नम:”નો ઓછામાં ઓછી ત્રણ માળાનો જાપ કરો.

 

  • દરેક કાળા કૂતરાને તેલમાં ચોપડેલી રોટલી અને મીઠાઈઓ ખવડાવો. જો આ ઉપાય શક્ય ન હોય તો કાળા કૂતરાને બિસ્કિટ ખવડાવો. તેવી જ રીતે શનિદેવ પણ કાળી ગાયની સેવાથી પ્રસન્ન થાય છે અને તેમના દ્વારા થતાં દોષોને દૂર કરવામાં આવે છે.
  • શનિવારે પીપળાના ઝાડની આસપાસ સાત વાર કાચા દોરાને લપેટો. દોરાને લપેટતા સમયે શનિના મંત્રનો જાપ કરતા રહો. આ પછી, દીપદાન કરો. સાથે જ શનિવારે માત્ર એક જ વાર મીઠું અથવા મસાલા વિના સાદું ભોજન અથવા ખિચડી બનાવીને ખાવી જોઇએ.

 

  • શનિને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે શનિનું દાન એક અસરકારક માર્ગ છે. શનિની કૃપા મેળવવા માટે તમે લોખંડ, કાળા તલ, અડદ, કુલથી, કસ્તુરી, કાળા કપડાં, કાળા પગરખાં, ચાની પત્તી વગેરેનું દાન કરી શકો છો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *