શક્કર ટેટીના બીજ ખાવાથી થાય છે અઢળક ફાયદા.. જાણો ટેટીના બીજના ફાયદા..

ઉનાળાની ઋતુ ચાલુ થઇ ચુકી છે. આ સિઝનમાં તરબૂચ અને શક્કર ટેટી જેવા ફળો દરેક લોકોને ખાવા ખુબ જ પસંદ હોય છે અને એ બને તેમ વઘારે ખાવા જોઇએ. જો શક્કર ટેટીની વાત કરવામાં આવે તો ગરમીમાં ઠંડક પહોંચાડવાની સાથે-સાથે તે સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે અને પ્રોબલેમ્સને પણ દૂર કરવામાં મદદ કરે છે.

શક્કર ટેટીમાં પાણીની માત્રામાં ખૂબ વધુ પ્રમાણમાં હોય છે. જે કાળઝાળ ગરમીમાં શરીરમાં થતી પાણીની ઉણપને દુર કરવામાં ખુબ જ બેસ્ટ રીતે સાબિત થાય છે. આજે અમે તમને શક્કર ટેટીના બીજના ફાયદા વિશે જણાવીશું જેનાથી સ્વાસ્થ્યને થાય છે અઢળક ફાયદા.. તો ચાલો જાણી લઇએ શું છે શક્કરટેટીના બીજના લાભ. શક્કર ટેટીના બીજ ખાવાના ફાયદા…

બ્લડ પ્રેશર રાખે છે ઓછું :- ટેટીના બીજ પોટેશિયમ થી સમૃદ્ધ હોય છે. જે બ્લડ પ્રેશર ને ઓછુ કરવામાં મદદ કરે છે, જેનાથી હદય તંદુરસ્ત રહે છે. જેને પણ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તે લોકોએ ટેટીના બીજનું સેવન કરવું જોઈએ.

આંખ માટે :- જેને આંખની સમસ્યા રહેતી  હોય તે લોકો માટે ટેટીના બીજ ઉત્તમ છે. આ બીજમાં વિટામીન ઈ અને બીટા કેરોટીન વધારે પ્રમાણ માં હોય છે, જે નજર ને તેજ કરે છે. તે આંખની રોશની વધારવામાં મદદરૂપ થાય છે.

પાચન માટે ઘણું સારું :- શક્કરટેટી ના બીજના સેવનથી શૌચની તકલીફ પણ દુર થાય છે. જો તમે પાચનની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો શક્કરટેટી ના બીજ ખાવ, તેનાથી શોચ ની તકલીફ દુર થઇ જાય છે. તેમાં થી મળતા મિનરલ્સ પેટની એસીડીટી ને દુર કરે છે, જેથી પાચન ક્રિયા સારી રહે છે.

ડાયાબીટીસમાં ફાયદો તમારા ઘરના કોઈ વ્યક્તિ ડાયાબીટીસની તકલીફનો સામનો કરી રહેતા હોય તો શક્કર ટેટી ખાધા પછી તમારે તેના બીજને સુકવીને જરૂર રાખી લેવા જોઈએ. આવું એટલા માટે કહેવામાં આવે છે કેમ કે શક્કર ટેટી ના બીજ ટાઈપ 2 ડાયાબીટીસમાં ઘણો ફાયદો પહોચાડે છે. જો નિયમિત રીતે તે ખાવામાં આવે તો આ બીમારી થવાથી અટકાવી શકાય છે.

વાળ અને નખને રાખે છે હેલ્થી :- ટેટીના બીજમાં પ્રોટીન નું પ્રમાણ વધારે હોય છે, જે તમારા નખ ની લંબાઈ વધારે છે અને સાથે એને મજબુત પણ બનાવે છે. ટેટીના બીજ વાળ ની સમસ્યા દુર કરે છે અને એનો ગ્રોથ વધારે છે.

ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક :- આ બીજમાં ફોલેટનું વધારે પ્રમાણ સોડીયમની માત્રા ને ઓછું કરે છે. એટલા માટે આ બીજ ગર્ભવતી મહિલા માટે ખુબ જ ફાયદાકારક છે. જે ગર્ભવતી મહિલાઓ માં પાણી ની સમસ્યા ને ઓછી કરી દે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *