જાણો ગોળના પ્રકાર અને તેના સેવનથી શરીરને થતાં ફાયદાઓ વિષે

ગોળને ભારતના ધણા ભાગોમાં માંગલિક ગણવામાં આવે છે, અને સારા કાર્યના આરંભમાં કે કોઇ પણ મહત્વના નવા સાહસને શરૂ કરવાની પહેલા તેને કાચો જ ખાવામાં આવે છે.  ગોળને કુદરતી ખાંડ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વાર ડોકટરો પણ ખાંડને બદલે ગોળનું સેવન કરવાનું સૂચવે છે. શિયાળામાં ગોળનો વપરાશ વધુ થાય છે.

શિયાળાના ચાર મહિનામાં સ્વાસ્થ્યવર્ધક આહારનું સેવન કરીને પોતાના શરીરને સાચવી લે છે તેમને પછીના આઠ મહિના પાછું વળીને જોવું નથી પડતું. શિયાળામાં ગોળનું જ ગળપણ વાપરવાનું કહેવાયું છે. ગોળ કુદરતી પોષકતત્વોથી ભરપૂર હોય છે. મીઠો ગોળ અનેક લોકોનો ફેવરિટ હોય છે. કેમ કે સ્વાદિની સાથે સાથે તેના આરોગ્ય વિષયક ફાયદા પણ છે. ચાલો જાણી લઈએ ગોળના ફાયદા..

ગોળના પ્રકાર :- ગોળ તો બહુ સારો એવું માનતાં પહેલાં બજારમાં મળતા ગોળ અને એના પ્રકાર જાણી લેવા જરૂરી છે. બજારમાં બે પ્રકારના ગોળ ઉપલબ્ધ છે; શુદ્ધ દેખાતો આછા પીળા રંગનો ગોળ અને બીજો એકદમ ઘેરા ચૉકલેટી રંગ જેવો ગોળ. બન્નેના સ્વાદમાં પણ તફાવત હોય છે. ઘેરા રંગનો પ્રાકૃતિક, ઑર્ગેનિક અથવા દેશી ગોળ તરીકે ઓળખાતો આ ગોળ થોડો મોળો અને ખારાશવાળો હોય છે જ્યારે પીળા ગોળમાં ગળપણ વધુ હોય છે, તેથી આ નૉન-ઑર્ગેનિક છે.

બુદ્ધિવર્ધક અને શક્તિવર્ધક :- કોઈ પણ મીઠાઈ અથવા ઠંડીમાં ખવાતા પાક પચવામાં ભારે હોય છે, પણ જો એ ગોળ નાખીને બનાવવામાં આવે તો સહેલાઈથી પચી શકે છે; કારણ કે ગોળ પાચન માટે ઉત્તમ છે. તે બુદ્ધિવર્ધક અને શક્તિવર્ધક છે.

મજબુત હાડકા માટે :- જે લોકોના હાડકા નબળા હોય તે લોકો માટે ગોળ અકસીર ઈલાજ છે. ગોળમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય તે હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે. કહેવામાં આવે છે કે, ગોળ અને આદુને સેવન કરવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ છે ગોળ :- ડાયાબિટીસના દરદીઓને ગોળનું ગળપણ નુકસાન નથી કરતું એ પણ એક ગેરસમજણ જ છે. છેલ્લે તો એ ગળ્યો જ છે તેથી બ્લડ શુગર વધારે જ છે. હા, જો તમે ડાયાબિટીસ દરદી તરીકે ચામાં થોડી મીઠાશ લેવાની ઇચ્છા ધરાવતા હો તો સાકરની જગ્યાએ ગોળ ખાવાથી સ્વાસ્થ્યને ઓછી હાનિ પહોંચશે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *