વજન ઓછું કરવા અથવા પાચનક્રિયાને યોગ્ય રાખવા સવારે ખાલી પેટ કરો આ કામ

આયુર્વેદમાં સવારે ખાલી પેટે પાણી પાણી પીવાનું સૂચન છે. સામાન્ય રીતે તો જયારે તરસ લાગે ત્યારે જ પાણી પીવાતું હોય છે. પરંતુ સવારે ખાલી પેટે તરસ ન લાગી હોવા છતાંપણ પાણી પીવાથી આરોગ્યલાભ થાય છે. ગરમ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, તેથી જે લોકો વજન ઓછું કરવા અથવા પાચનક્રિયાને યોગ્ય રાખવા માગે છે

તેઓ ગરમ પાણી પીવે છે.સવારે ખાલી પેટ હુફાળું ગરમ પાણી પીવું સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી અને ગુણકારી છે.તમામને સમગ્ર દિવસમાં ઓછામાં ઓછું પાંચ વાર ગરમ પાણી પીવું જ જોઇએ અને આમ પણ કોરોના કાળમાં ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે.સામાન્ય રીતે પાણી ગુણકારી હોય છે

કારણ કે જો તમે થાક અથવા નબળાઇ અનુભવી રહ્યા છો તો તમારા માટે યોગ્ય પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. તેનાથી ઘણો ફાયદો મળશે. જો વાત કરીએ હુંફાળા પાણીની તો તે પણ શરીર સાથે સંકળાયેલ અનેક બીમારીઓને દૂર કરે છે. જો કે ગરમ પાણી દિવસમાં કોઇ પણ સમય અને ક્યારેય પણ પીવું લાભદાયી જ હોય છે

પરંતુ જ્યારે તમે તેને સવારે ખાલી પેટ પીશો તો તેના વધુ લાભ મેળવી શકાય છે.ગરમ પાણી વધતા વજનને પણ ઘટાડવા માટે રામબાણ ઉપાયની જેમ કામ કરે છે. તેના દરરોજના ઉપયોગથી તમે પણ પોતાના વધતા વજનથી છૂટકારો મેળવી શકો છો. ગરમ પાણીના સેવનથી વજન ઓછું કરવામાં મદદ મળી શકે છે.

ગરમ પાણી પીવાથી ચહેરા પર જલ્દી કરચલીઓ પડતી નથી અને ચહેરાની રોનક પણ હંમેશા જળવાઇ રહે છે. ગરમ પાણીનું સેવન તમારા વાળને પણ જલ્દી સફેદ થતાં અટકાવવામાં મદદરૂપ થઇ શકે છે.જો પેટમાં ગેસની સમસ્યા હોય તો ગરમ પાણી આ સમસ્યાને દૂર કરશે.

સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાથી તમારું પેટ એકદમ સાફ થઇ જશે, તેનાથી તમે તાજગીનો અનુભવ કરશો. તમારું મન દિવસભર તણાવમુક્ત રહેશે, કારણ કે પેટની સમસ્યાઓથી જ આપણા શરીરમાં ઘણી મુશ્કેલીઓ સર્જાતી હોય છે.

 

 

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

2 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

2 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

2 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

2 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

2 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

2 months ago