એક એવું ગામ જ્યાં કરવામાં આવે છે સાંપની ખેતી, જાણો સાંપોની પ્રજાતિ વિશે વિસ્તારમાં..

આપણા પાડોશી દેશ ના ઘણા લોકો લાખો ની સંખ્યા માં જેરીલા સાંપો ની ખેતી કરે છે.ચીન માં એક એવું પણ ગામ છે જ્યાં ડર વર્ષે ૩૦ લાખ થી પણ વધારે જેરીલા સાંપ ને પાળવામાં આવે છે અને આ ગામ માં જેરીલા સાંપ ઉત્પન્ન પણ કરવામાં આવે છે. હવે તમને બતાવી દઈએ કે આ ગામ નું નામ છે જિસીકિયાઓ.

હકીકતમાં આ ગામ માં સાંપ ની ખેતી કરવામાં આવે છે અને આ અહિયાં રહેવા વાળા કોઈ ની કમાણી નો મુખ્ય સ્ત્રોત છે, એ જ તમારી જાણકારી માટે બતાવી દઈએ કે આ ગામ માં લગભગ ૧૦૦૦ લોકો રહે છે. એનાથી એ તો ખબર પડે છે કે આ ગામ માં રહેવા વાળા દરેક વ્યક્તિ વર્ષ ના લગભગ ૩૦ હજાર સાંપો ને પાળે છે.

તમને એ પણ બતાવી દઈએ કે આ ગામ માં પાળવા માં આવતા સાંપો ની પ્રજાતિમાં મોટા કોબરા, અજગર અને જેરીલા વાઈપર પણ શામિલ હોય છે. હકીકત માં અહિયાં રહેવા વાળા લોકો સાંપો થી બિલકુલ ડરતા નથી પરંતુ સ્થાનીય લોકો નું એ પણ કહેવું છે કે તે લોકો બસ એક જ સાંપ થી સૌથી વધારે ડરે છે, એ સાંપ નું નામ છે ‘ફાઈવ સ્ટેપ સાંપ’. હવે વાત કરીએ કે આખરે આ સાંપ નું નામ ફાઈવ સ્ટેપ સાંપ કેમ રાખવામાં આવ્યું, એની પાછળ પણ એક મોટી કહાની છે.

હકીકતમાં અહિયાં ના લોકો નું માનવું છે કે આ સાંપ ડંખ માર્યા પછી માણસ માત્ર ૫ ડગલા જ ચાળી શકે છે અને એના પછી એનું મૃત્યુ થઇ જાય છે.આ ગામ માં રહેવા વાળા લોકો માત્ર આ કારણ થી સાંપો ને પાળે છે. કેમ કે તે એના માંસ અને શરીર ને વિવિધ બઝાર માં વેચી શકે.

તમને જાણીને હેરાની થશે કે સાંપ નું માંસ ચાઈના ના લોકો મોટા ચાવ ની સાથે ખાય છે. સાથે જ ચીન માં સાંપો ના શરીર ના અંગો નો ઉપયોગ દવા બનવવા માં કરવામાં આવે છે. આખરે ક્યાંથી અને કેમ અહિયાં ના લોકો કરવા લાગ્યા સાંપો નો વેપાર, એ તમને બતાવી દઈએ કે આ ગામ માં બીજી પણ ઘણી ચીજો ની ખેતી થાય છે, જેમ કે ચા, જુટ, કપાસ.

પરંતુ મોજુદા સમય માં આ ગામ ને વિશ્વ ભર માં સાંપ ની ખેતી ના કારણે જ જાણવામાં આવે છે. આ સાંપો ને ફાર્મ હાઉસ થી બુચડખાના માં લઇ ગયા બાદ સૌથી પહેલા એના ઝેર ને કાઢી નાખવામાં આવે છે, પછી એનું માથું કાપી નાખવામાં આવે છે.

એના પછી  એ સાંપો ને કાપીને એના માંસ ને અલગ કરવામાં આવે છે.પછી એ સાંપો ના ચામડા ને અલગ કરી તડકા માં સૂકાવવામાં આવે છે. સાંપ ના માંસ નો ઉપયોગ ખાવામાં અને દવા બનાવવામાં થાય છે. તેમાં બચેલા ચામડા થી બેગ બનાવી એને માર્કેટ માં વેચી નાખે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *