સપનામાં દેવીના દર્શન થાય તો મળે છે આવા શુભ-અશુભ સંકેત..

સપનામાં ઘણી સારી, ખરાબ અને વિચિત્ર વસ્તુઓ જોવા મળે છે. જયારે પણ આપણને કોઈ પણ પ્રકારનું સપનું આવે છે તો તેની પાછળ કોઈ ને કોઈ કારણ જરૂર હોય છે. ઘણીવાર ઘણા સ્વપ્નો આપણને યાદ પણ નથી રહેતા, તો ઘણા સ્વપ્ન યાદ રહી જાય છે.

સ્વપ્નશાસ્ત્રનું માનવામાં આવે છે, તો આ શુભ-અશુભ અથવા જીવનમાં આવનાર પરિવર્તન નો સંકેત હોય છે. એવી રીતે સપનામાં દેખાતી વસ્તુઓનો પણ અલગ અલગ અર્થ હોય છે. ચાલો જાણીએ સપનામાં મા દુર્ગા, લક્ષ્‍મી અને અન્ય દેવીઓ જોવા મળે તો એનો શું અર્થ હોઇ શકે?

લક્ષ્મી : મા લક્ષ્‍મીને સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. સ્વપ્નશાસ્ત્રમાં પણ દેવી લક્ષ્‍મીને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. સપનાની અંદર દેવી પણ વિવિધ રૂપે આવે છે.  માન્યતા છે કે જો કોઇને સપનામાં મા લક્ષ્‍મીના દર્શન થવા ધન લાભનો સંકેત હોય છે. જો વેપાર કરો છો તો એમા પણ નફો થવાનો છે.

માં કાળી : મા કાલીના દર્શન થવાનો અર્થ શુભ હોતો નથી અને ના અશુભ હોય છે. સ્વપ્નશાસ્ત્ર મુજબ, જો તમે સપનામાં મા કાલીને જુઓ છો તો એનો અર્થ હોય છે કે તમને કોઇ વાતનો ડર છે. તમે કોઇને લઇને ખૂબ પરેશાન છો. જીવનની કોઇ ગુંચળું ઉકેલાતું નથી.

પાર્વતી : સપનામાં દેવી પાર્વતી જોવા મળે તો અત્યંત શુભ હોય છે. સ્વપ્નશાસ્ત્ર પ્રમાણે મા પાર્વતીના સ્વપ્નમાં દર્શન આપવાનો અર્થ છે કે તમારા કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળવાની છે.

ભગવતી : સ્વપ્નશાસ્ત્ર પ્રમાણે જો દેવી ભગવતી વાઘ પર સવાર કરતી જોવા મળે તો આ પણ એક શુભ સંકેત હોય છે. એનો અર્થ હોય છે કે તમારા જીવનમાં ચાલી રહેલો ખરાબ સમય ખતમ થવાનો છે. જલ્દીથી સમય બદલાશે અને તમારી લાઇફમાં બધું સારુ થશે.

દુર્ગા : સપનામાં દેવી દુર્ગા જોવા મળે તો અત્યંત શુભ હોય છે. સ્વપ્નશાસ્ત્રનું માનીએ તો જો દેવી મા લાલ રંગના વસ્ત્રોમાં હસતા જોવા મળે તો સમજી લેજો તે તમારી લાઇફમાં બધું સારું થવાનું છે. એ કોઇ પણ ક્ષેત્રમાં હોઇ શકે છે. અવિવાહિતોના લગ્ન થઇ શકે છે.

વિવાહિતોને સંતાન સુખ મળી શકે છે. તો બીજી બાજુ બેરોજગારને રોજગાર મળી શકે છે. જો દેવી દુર્ગા તમને સફેદ અને કાળા રંગના કપડામાં જોવા મળે અથવા રડતા અને દુખી જોવા મળે તો એ પણ શુભ સંકેત નથી. એનો અર્થ થાય છે કે તમારો ખરાબ સમય શરૂ થવાનો છે. એવામાં સારું થશે કે તમે દેવીનું સ્મરણ કરો કારણ કે ખરાબ સમયનો સામનો કરવાની હિમ્મત મળે


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *