જાણવા જેવું

શું તમે તમારા સંતાનને કડકડાટ વાંચતા શીખવાડવા માંગો છો? તો અપનાવો આ સરળ ટિપ્સ…

સામાન્ય રીતે વાતચીત માં આપણે આપણી માતૃભાષા અથવા ક્ષેત્રિય ભાષા નો ઉપયોગ કરીએ છીએ. આપણી ભાષા માં વાત કરતા સમયે આપણે આપણી રીતે અચકાયા વગર વાત કરીએ છીએ, જયારે કોઈ એવી ભાષા ને બોલવાનો અવસર આવે છે, જેનો ઉપયોગ ક્યારેક જ કરવામાં આવતો હોય તો થોડી મુશ્કેલી પડે છે.

કોઈ પણ ભાષા ને અચકાયા વગર બોલવા માટે જરૂરી છે રીડીંગ. કારણ કે ફક્ત રીડીંગ એક માત્ર ઉપાય છે જેના કારણે આપણે કોઈ પણ ભાષા ને અચકાયા વગર બોલતા શીખીએ છીએ.

જો તમે એક માતા પિતા હોય અને ઇચ્છતા હોય કે તમારું બાળક કોઈ સ્પેસિફિક ભાષા ને અચકાયા વગર બોલે તો એના માટે તમારે એને વાંચન ની આદત પાડવી જોઈએ. એમની વાંચવાની રીતમાં સુધારો લાવવા માટે આ ટીપ્સ અપનાવી શકાય છે. તો ચાલો જાણી લઈએ સરળ ટીપ્સ

ઓડિયો બુક સાંભળવાની આદત પાડવી : બાળકોની રીડીંગ સ્કીલને સુધારવા માટે સૌથી સારી રીત છે કે તમે એને ઓડિયો બુક્સ સંભળાવો. તમે જોયું પણ હશે કે બાળકો કોઈ પણ ગીત ને સાંભળીને સરળતાથી યાદ કરી લે છે. દરરોજ ઓડિયો બુક સાંભળવાથી બાળક તે ભાષા ને સમજવા લાગશે. થોડા જ સમય માં ધીમે ધીમે એની વાંચન સ્કીલ માં સુધારો થવા લાગશે.

ઇકો રીડીંગ : વાંચવામાં આવતી બુકના અમુક વાક્યોને વારંવાર વાંચવા એને ઇકો રીડીંગ કહેવાય છે. તમારે સફેદ બોર્ડ પર બાળકને વાક્ય લખીને આપવું. બાળકને આ વાક્ય વારંવાર વાંચવા માટે કહેવું.

તમે આ વાક્યો ને કોમ્પ્યુટર સ્ક્રીન પર પણ લખીને બતાવી શકો છો. જયારે બાળક વારંવાર વાંચશે તો જાતે જ એના માં વાંચવાની ઝડપ આવી જશે. અને તે પછી અચકાયા વગર બોલી જશે.

સાથે વાંચવું : આ સૌથી જૂની અને અસરદાર રીત છે, જેનાથી તમે તમારા બાળકની રીડીંગ સ્કીલ ને સુધારી શકો છો. બાળક ને કોઈ પણ સ્ટોરી બુક અથવા સમાચાર પેપર વાંચીને સંભળાવવું.

તમે જોશો કે થોડા જ દિવસમાં બાળક તમારી સાથે વાંચવા લાગશે અને દરરોજ ની પ્રેક્ટીસ થી લગભગ તે તમારાથી વધારે સારું અને પહેલા વાંચવાની કોશિશ કરતો જોવા મળશે.

એક્ટીવીટી દ્વારા : જયારે આપણે કોઈ વાક્ય વાંચીએ છીએ તો એમાં અમુક શબ્દો જેવા જ બીજા નવા શબ્દો જોડી લઈએ છીએ. આપણે બાળકની સાથે પણ એવું જ કરવું જોઈએ. કોઈ બુકમાં અમુક શબ્દોને માર્ક કરી લેવા. આ માર્ક કરવામાં આવેલા શબ્દો ને ૪ થી ૫ શબ્દો ના ગ્રુપમાં વહેચી દેવા.

એવા શબ્દો ને માર્ક કરવા જો એકબીજા સાથે થોડા જોડાયેલા હોય એટલે કે એમાંથી એક વાક્ય બની શકે. પછી બાળકને એક ગ્રુપના શબ્દોનો ઉપયોગ કરીને મતલબ વાળું વાક્ય બનાવવા કહેવું. એનાથી બાળકની માનસિક કસરત થશે અને સાથે તે ખુશી સાથે શીખશે. આ રીતે તે ધીમે ધીમે કડકડાટ બોલતા શીખી જશે.

Sandhya

Recent Posts

અક્ષરા અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે, સ્ટોરી માં આવશે નવો ટ્વીસ્ટ….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

2 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો માં ચાલી રહેલા કેસમાં પાખી ની જીત થશે, તો સઈ ને દગો આપશે ભવાની…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

2 months ago

વનરાજ અનુપમા ને મેળવવા માટે બધી હદો પાર કરશે, તો અનુજને પોતાની ભૂલનો અહેસાસ થશે….

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

2 months ago

પાખી અને વિરાટ ના થશે છૂટાછેડા, તો હવે ફરીથી ચવ્હાણ પરિવારની વહુ બનશે સઈ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

2 months ago

TRP: અનુપમા ને હરાવી ને ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો એ લગાવી છલાંગ, યે રિશ્તા નું રેટિંગ આવ્યું ત્રીજા નંબરે….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

2 months ago

અનુપમા ના ઘડપણ નો સહારો બનશે વનરાજ, તો બીજી બાજુ અનુજ ની પત્ની બનશે માયા….

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

2 months ago