એપિસોડની શરૂઆત ચવ્હાણ પરિવાર સાથે થાય છે જ્યારે સઈ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ જોઈને બધા જ ચોંકી જાય છે. નિનાદ તેમને કહે છે કે સઈએ વિનાયકની કસ્ટડી મેળવવા માટે તેમની સામે કેસ દાખલ કર્યો હતો.તેને એ પણ ઉલ્લેખ કર્યો છે કે તે કોઈ કાયદેસરની કાર્યવાહી કરશે નહીં, જો તેઓ વિનાયકને કોઈ પણ પરેશાની વગર તેની પાસે મોકલશે.. પરંતુ તેઓ તેના અને તેના પુત્ર વચ્ચે આવવાનો પ્રયાસ કરશે, તો તેમને છોડશે નહીં અને કોર્ટમાં લઈ જશે..
ઉપરાંત,સઈ વિનાયકની માતા બનવા માટે પાખી યોગ્ય નથી તે સાબિત કરવા માટે પાખીની ભૂતકાળની તમામ ભૂલો જાહેર કરશે. ભવાની સઈ પર ગુસ્સે થાય છે.જ્યારે પાખી કહે છે કે તે વિનાયકને ત્યાંથી તેના માતાપિતાના ઘરે લઈ જશે, જેના પર ભવાનીએ તેને ઠપકો આપ્યો અને કહ્યું કે તે વિનાયકને તેની નજરથી દૂર નહીં થવા દે.
નિનાદ વિરાટને સઈ સાથે વાત કરવા અને વિનાયકને ચૌહાણ હાઉસમાં બધાની સાથે રહેવા દેવા માટે સમજાવે છે. બીજી બાજુ, સવી વિનાયકને યાદ કરે છે અને સઈને તેના વિશે કહે છે.તે સવીને ખાતરી આપે છે કે તેઓ વિનાયકને જલ્દી મળશે. તે જ સમયે વિનાયક સઈના ઘરે પહોંચે છે, ત્યારબાદ સઈની આંખોમાં આંસુ આવી જાય છે અને તેં વિનાયકને ગળે લગાવે છે.
વિરાટ સઈને મળે છે અને આ બાબતે ચર્ચા કરવા માટે તેને બહાર લઈ જાય છે. તે તેને સમજાવવાનો પ્રયાસ કરે છે કે તેને તેનો કેસ પાછો ખેંચી લેવો જોઈએ અને કહ્યું કે જો તેને પાખીને સાથ ન આપ્યો હોત, તો તેને આત્મહત્યા કરી લીધી હોત.
સઇ કહે છેં કે તે તેના પુત્રને એવી મહિલા સાથે નહીં રહેવા દે જે તેને નુકસાન પહોંચાડી શકે અને તેના પોતાના પર કોઈ કંટ્રોલ ન હોય.સઈ કહે છે કે તે પોતાનો કેસ પાછો ખેંચશે નહીં અને જો ચવ્હાણ વિનાયકને પાછો નહિ આપે તો તે કોર્ટમાં જશે.
વિરાટ સઈ સાથેના પોતાના ભૂતકાળને યાદ કરીને ભાવુક થઈ જાય છે.આ દરમિયાન, પાખી વિનાયકને તેની હોમ સ્કૂલ માટે સમજાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ વિનાયક ના પાડે છે.. ભવાનીએ જાહેરાત કરી કે તે અનાથાશ્રમમાં પૂજા કરશે અને ખાતરી કરશે કે વિનાયક તેમનાથી દૂર ન જાય.
આ દરમિયાન, પાખી વિનાયકની કસ્ટડી વિશે વિચારીને ચિંતિત થઈ જાય છે. વિરાટ અને સઈ તેમની સાથે વિતાવેલી ખુશીની પળોને યાદ કરે છે અને તેઓ સાથે રહેવા ઈચ્છે છે.બીજી બાજુ ભવાનીએ પણ વિનાયકને કોઈપણ ભોગે પોતાની સાથે રાખવાનું નક્કી કર્યું છેં.
સ્ટાર પ્લસની સુપરહિટ સિરિયલોની યાદીમાં સામેલ 'ગુમ હૈ કિસીકે પ્યાર મેં'ની સ્ટોરીમાં ડૉ.સત્યાની એન્ટ્રીથી સ્ટોરીમાં…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના આગામી એપિસોડ્સ મજેદાર થવાના છે. એક તરફ કસૌલીમાં…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટાર અભિનિત 'અનુપમા' એ લોકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી…
દેવુથની એકાદશીની સાથે જ આપણા દેશમાં ફરી એકવાર લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. હવે…
નાના પડદાની લોકપ્રિય સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને કુંડલી ભાગ્યમાં રોજેરોજ ટ્વિસ્ટ અને…
સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં માં, વિરાટ અને પાખીએ લગ્ન કરી લીધા છે,…