સઈની પાછળ દીવાનાઓની માફક ફરી રહ્યો છે ડોક્ટર સત્યા, બીજી બાજુ વિરાટનું તૂટી જશે દિલ…

સ્ટાર પ્લસનો એકદમ પોપ્યુલર શો ગુમ હૈ કિસી કે પ્યાર મેં TRP લિસ્ટમાં હાલમાં ટોચ પર છે.સઈ અને વિરાટના જીવનમાં ડો.સત્યાની એન્ટ્રીએ હલચલ મચાવી દીધી છે.. દર્શકો સત્યા અને સઈની ક્યૂટ કેમેસ્ટ્રી પસંદ કરી રહ્યા છે. સત્યા અને સઈનોં હોસ્પિટલની કેન્ટીનમાં ઝઘડો થાય છે. આ દરમિયાન વિનાયક સ્કૂલના પ્રોજેક્ટને કારણે હોસ્પિટલમાં આવે છે. જેને કારણે સઈ ખુબ જ ખુશ છે કે તેને વિનાયક સાથે સમય વિતાવવા મળશે.

જ્યારે વિનાયક અને સઈ એકસાથે સાથે સમય વિતાવે છે ત્યારે સઈ સાથે કંઈક ન બનવાનું બને છે અને તેં ટેબલ પરથી પડવા જ જાય છે…પરંતુ સત્યા આવીને સઈને બચાવે છે. સઈ સત્યાની બાહોમાં આવી જાય છે.. બંને વચ્ચે મિત્રતા ન હોવા છતાં થોડા સમય પછી સિરિયલમાં સત્યા અને સઈ વચ્ચે સારું બોન્ડિંગ જોવા મળશે..

સઈને કોઈ બીજા સાથે આટલી કમ્ફર્ટેબલ જોઈને વિરાટને ઈર્ષ્યા થશે.આ દરમિયાન સઈ વિરાટને તેનાથી દૂર રહેવા કહે છે.વિરાટ હોસ્પિટલમાં સઈ માટે ટિફિન પણ લાવે છે.સઈ વિરાટને તેનાથી દૂર રહેવા કહે છે. તેં વિરાટને કહે છે કે ” તેં નથી ઈચ્છતી કે તેના અને વિરાટને કારણે પાખી ઘરમાં વધુ ડ્રામા કરે.”

બીજી બાજુ ઘરમાં પાખી અને ભવાની વચ્ચે ઝઘડો થાય છે. જ્યારે એક તરફ ભવાનીએ પાખીને બરોબર પાઠ ભણાવ્યો છે અને કહ્યું કે તારા અને વિરાટના લગ્ન કાયદેસર નથી. વિરાટની પહેલી પત્ની હજુ પણ સઈ છે કારણ કે બંનેના છૂટાછેડા થવાના બાકી છે.પાખી કહે ના, હું જ વિરાટની પત્ની છું અને હું મારા અધિકાર માટે એકલી જ લડીશ. મને કોઈના સપોર્ટની જરૂર નથી..

પાખી મહિલા મોરચાઓની મહિલાઓને ચૌહાણ પરિવારમાં ભવાનીદેવી વિરુદ્ધ બોલાવે છે. મહિલા મોરચાઓ વાળી સ્ત્રીઓ ભવાની કાકુને પાખીને ઠપકો આપવા બદલ તેમજ સઈને તેમના ઘરે રાખવા બદલ તેમના વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. જોકે, ભવાની તેની વાતથી પરેશાન થતી નથી અને વિરાટ પણ કાકુને સપોર્ટ કરે છે..


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *