ખૂબ જ ઝડપથી એકદમ સાફ, બેદાગ અને ચમકતો ચહેરો મેળવવા કરો આ કામ

ખીલ થાય એટલે તે જગ્યાએ ડાઘ પડી જાય. ઘણીવાર ત્વચા ઉપર જલન થવાની સમસ્યા, ત્વચા લાલ થઇ જવાની સમસ્યા, તેમજ ચળ આવવાની તકલીફ ઉત્પન્ન થાય છે.ત્વચાને સાફ રાખવા માટે નિયમિત રીતે એવા ખાદ્ય પદાર્થોનું સેવન જરૂરી છે જે ખીલની સમસ્યાને જડમૂડથી ઉખાડી ફેકે.  આપણે જે પણ ખોરાકનું સેવન કરીએ છીએ તેનો પ્રભાવ આપણી ત્વચા પર પડે જ છે.

યુવાનીના ઉંબરે ઉભેલા યુવાનોના શરીરમાં ઘણા પ્રકારનાં હાર્મોનિકલ બદલાવ આવે છે, જેમાં ચહેરાની તૈલીયગ્રંથી ખુબ જ સક્રીય બની જાય છે.આ તૈલીય ગ્રંથી પર બેકટેરિયાના આક્રમણથી ચહેરા પર ખીલ અને ફોડલીઓની તકલીફ વધતી જાય છે. આજે અમે તમને કેટલાક એવા દેશી નુસખા જણાવીશું જેનો ઉપયોગ કરી તમે ખબ જ ઝડપથી એકદમ સાફ, બેદાગ અને ચમકતો ચહેરો મેળવી શકશો.

ખીલ થવાના કારણો: સામાન્ય રીતે ખીલ ટીનએજમાં થાય છે. કારણ કે આ અવસ્થામાં શરીરમાં સેક્સ હોર્મોન્સનુ પ્રમાણ વધે છે. વધુ પ્રમાણમાં જંકફૂડના ખાવાથી ખીલની સમસ્યા ઉદભવે છે. વારસાગત અને પ્રદૂષણનું ઇન્ફેકશન પણ ખીલની સમસ્યાનું કારણ હોય શકે છે.

કુત્રિમ કોસ્મેટિક્સ સામગ્રીનો વધુ પડતો ઊપયોગ ખીલની સમસ્યાને નોતરે છે. મૃત અને તૈલીય ત્વચા પણ ખીલનું કારણ બની શકે છે. તો ચાલો હવે ચમકદાર ત્વચાના ઉપાય વિશે જાણી લઈએ

કેળા: કેળા ત્વચા માટે એક સંપૂર્ણ આહાર સાબિત થાય છે. અડધા કેળાને એક ચમચી લોટ અને એક ઇંડાના સફેદ ભાગ સાથે મિક્ષ કરવું. આ મિશ્રણને તમારે તમારા ચહેરા પર 20 મિનિટ સુધી લગાવીને રાખવું ત્યાર પછી તેને ગરમ પાણીથી ધોઇ લેવું. સપ્તાહમાં ત્રણ વાર આ પ્રયોગ કરવાથી તમને ખીલની સમસ્યામાંથી તરત જ છુટકારો મળશે.

હળદર : હળદર એક એન્ટીસેપ્ટિક તરીકે કામ કરે છે. હળદરમાં બેક્ટિરીયાને મારવાની ક્ષમતા હોય છે. એના માટે તમે એક ચમચી હળદરના પાવડરમાં થોડું પાણી મેળવી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. આ પેસ્ટને ખીલની જગ્યાએ લગાવો. થોડી મિનીટ સુધી રાખ્યા બાદ તેને ઠંડા પાણીથી ધોઇ લો. આ રીતને એક અઠવાડીયા સુધી નિયમિતપણે કરવાથી ખીલ ચોક્કસપણે દૂર થશે.

લીંબુ : લીંબુમાં ભરપૂર પ્રમાણમાં વિટીમીન સી જોવા મળે છે, જે ખીલ માટે ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. ઉપાય માટે બે મધ્યમ આકારના લીંબુ લઇને તેનો રસ કાઢી લેવો. રૂ ને આ રસમાં નિચોવી તેને ચહેરા પર લગાવવું. જ્યારે તે સૂકાય જાય એટલે તેને ઠંડા પાણીથી ધોઈ નાખો. દિવસમાં બે વાર આ પ્રયોગને અજમાવાથી ખીલની સમસ્યા ત્રણ-ચાર દિવસમાં જ દૂર થાય છે.

ફુદીનાના પાનઃ- એક મુઠ્ઠી ફુદીનના પાનને ધોઇને તેનો રસ નિકાળી લેવો તથા આ રસને 35થી 45 મિનટ સુધી ચહેરા પર લગાવીને રાખવું અને પછી ગરમ પાણીથી ધોઇ લેવું. આ પદ્ધતિ ખીલ માટે એકદમ કાગરગ સાબિત થાય છે. સાથે જ, જો ફુદીનાની ચાનું સેવન કરવામાં આવે તો તે પણ તમારા ચહેરામાં નિખાર લાવવા માટે કારગર સાબિત થાય છે.

ગરમ પાણીની વરાળ : ગરમ પાણીની વરાળ એ ખીલ માટેનો સૌથી સારો ઉપાય છે. ચહેરા પર નાસ લેવાથી ઝીણા છીદ્રો ખુલી જાય છે, અને ચહેરા પરની ગંદકી દૂર થાય છે. જ્યારે પણ ખીલની સમસ્યા થાય ચાર-પાંચ દિવસ સુધી દિવસમાં બે વાર નાસ લેવો જોઇએ. નાસ લેવાથી ખીલ તો દૂર થાય જ છે સાથે-સાથે ચહેરા પર ગ્લો પણ આવે છે.

સંતરાની છાલ : સંતરાની છાલને ચહેરા માટે ખુબ જ સારી માનવામાં આવે છે. આ છાલને તડકામાં સુકાવી તેનો પાવડર તૈયાર કરી લેવો. આ પાવડરને એક કે બે ચમચીની માત્રામાં લઈને પાણીમાં મિક્સ કરી ચહેરા પર લગાવી લેવું.અડધા કલાક પછી ચહેરાને સાફ કરી લેવું, આવું દિવસમાં બેથી ત્રણ વાર કરવું.

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

8 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

8 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

8 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

8 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

8 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

8 months ago