સંબંધ વચ્ચે કોઈ અવરોધ આવી રહ્યો હોય તો તો આ ઉપાયથી સંબંધમાં આવશે મીઠાશ.. 

જ્યાં પ્રેમ છે અને ત્યાં ચોક્કસપણે વિવાદ થાય છે પતિ-પત્નીમાં વિવાદ થાય તે સામાન્ય વાત છે. પરંતુ ઘણી વખત પતિ-પત્ની વચ્ચે વિવાદ સમાપ્ત થાય છે અને નાની નાની બાબતો પર, પછી જીવનની દરેક ખુશી દુખ માં ફેરવાય જાય છે. તે પરિવારના અન્ય સભ્યોને પણ અસર કરે છે. પતિ-પત્ની વચ્ચે પ્રેમનો સંબંધ અણમોલ છે.

જો વિશ્વાસ કાયમ રહે તો કોઈપણ અવરોધ આ સંબંધ વચ્ચે આવી શકતો નથી. અનેકવાર સ્થિતિઓ એવી બની જાય છે કે વિશ્વાસ ડોલી જય છે અને સંબંધો તૂટવા માંડે છે. વાસ્તુમાં કેટલાક એવા સહેલા ઉપાય બતાવ્યા છે જે આ સંબંધમાં સદૈવ તાજગી કાયમ રાખે છે.

ઘરમાં લોટ ફક્ત સોમવારે જ દળાવો અને તેમા થોડા કાલા ચણા નાખી દો. આવુ કરવાથી દાંપત્યજીવનમાં મધુરતા અને પરિવારમાં પ્રેમ કાયમ રહે છે. તમારા રૂમમાં શંખ કે સીપી જરૂર મુકો. પતિ પત્ની સાથે બેસીને પૂજા કરશો તો સંબંધોમાં સદૈવ મધુરતા કાયમ બની રહે છે. શુક્રવારે પતિ પત્ની એકબીજાને પરફ્યુમ ભેટમાં આપો.

ઘરને હંમેશા વ્યવસ્થિત રાખો અને બિન જરૂરી વસ્તુઓ હટાવી દો. બેડરૂમમાં બેડ નીચે કોઈપણ પ્રકારનો સામાન ન મુકો. સુંદરકાંડનો પાઠ કરો. પતિ પત્ની બંનેના ભોજનનો થોડો ભાગ રોજ કાઢીને પક્ષીઓને આપવાથી પરસ્પર પ્રેમ વધે છે.

વાંસળી વગાડતા ભગાઅન શ્રીકૃષ્ણ-રાધાની મૂર્તિ કે ચિત્રને ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં લગાવવાથી પ્રેમ વધે છે. ભગવાન શ્રીકૃષ્ણના મુકુટ પર મોર પંખ સુખ સમૃદ્ધિનૂ સૂચક છે. જેનો સકારાત્મક પ્રભાવ ઘર-પરિવારમાં ખુશીઓ લાવે છે. કેટલીક વાર ઘરની નકારાત્મકતાને કારણે પતિ-પત્ની વચ્ચે વિવાદ થાય છે. આ માટે રોજ ગૌમૂત્રનો છંટકાવ કરવો.

પાણીમાં કનેરનું ફૂલ પીસવું અને પતિના કપાળ પર તિલક લગાવવાથી પણ પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ વધે છે. પતિ-પત્નીએ દરરોજ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી જોઈએ. તેનાથી પરિણીત જીવનમાં ખુશી મળે છે.

જીવનસાથીઓએ કેળાના ઝાડ પર દરરોજ પાણી ચડાવવું અથવા કેળાની મૂળને પીળા કપડામાં લપેટીને જમણા હાથમાં બાંધવું
બંને પતિ-પત્ની એ દર ગુરુવારે ભગવાન વિષ્ણુના મંદિરે જવું અને પીળા કપડા, પીળા ફળ અને મીઠાઇ અર્પિત કરવી.


by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *