કેળામાંથી આપણને કેલ્શિયમ મળે છે અને તે હાડકાની મજબૂતી માટે ખુબ જ જરૂરી છે પરંતુ શું આપણે કેળાની છાલના ફાયદા વિશે ક્યારેય જાણ્યું છે?કેળાની છાલમાં એન્ટી-ફંગલ તત્વો હોય છે, આ સિવાય ફાયબર, ન્યુટ્રિશન્સ અને બીજા ઘણાં ગુણકારી તત્વો હોય છે.જો તમે રોજ સવારનાં નાસ્તામાં એક કેળુ ખાવાની ટેવ પાડશો તો તમે સ્ટ્રેસ ફ્રી રહેશો.
માત્ર આ જ નહીં જો તમે સવારનાં નાસ્તા કેળુ ખાશો તો તમારું વજન ઉતરશે, વધશે નહીં. એક કેળુ ખાધા પછી એક ગ્લાસ પાણીનો જરૂર પીઇ લેવું. તમને લાંબા સમય સુધી ભુખ પણ લાગશે નહી. આની સાથે કેળાની છાલ પણ કેવી રીતે ઉપયોગી છે તે વિશે જોઇએ.કેળામાં ફાઇબર તેમજ પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે.
જેથી તમને ભૂખ પણ લાગશે નહિ. બ્લડ શુગર લેવલ નિયંત્રિત થાય છે. કેળાની છાલમાં સેરોટોનિન નામનું કેમિકલ રહેલું હોય છે, આ કેમિકલ તમારા મૂડને સારો કરવામાં મદદ કરે છે. જો તમે 3 દિવસ સુધી 2 કેળાની છાલ ખાશો તો, સેરોટોનિનની માત્ર 15% જેટલી વધશે.કેળાની છાલમાં કેળા કરતા પણ વધારે પ્રમાણમાં ફાયબર હોય છે.
કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ફાયબર મદદ કરે છે અને પરિણામે સ્ટ્રોક જેવી બીમારીઓનો ભય ઓછો રહે છે.કેળાની છાલમાં રહેલા ટ્રિપ્ટોફન કેમિકલને લીધે સારી ઊંઘમાં લાવવામાં મદદરૂપ બને છે. કેળાની છાલમાં કેળાથી પણ વધુ માત્રામાં ફાયબર રહેલું હોય છે.ફાયબરને લીધે કેળાની છાલ વજન ઘટાડવા માટે પણ મદદ કરે છે.
આ સિવાય શરીર માટે જરૂરી બેક્ટેરિયાને વધારવા માટે પણ મદદરૂપ બને છે. આનાંથી રોગપ્રતિકારક શક્તિ સારી બને છે. આંતરડામાં બેક્ટેરિયાની માત્રા વધવાને લીધે કબજિયાતની સમસ્યાથી પણ છૂટકારો મળે છે.કેળાની છાલ શરીરમાં રહેલાં રેડ બ્લડ સેલ્સને તૂટવાથી બચાવે છે.
એક શોધ દ્વારા બહાર આવ્યું હતું કે, કાચા કેળાની છાલ આ માટે વધુ મદદ કરે છે. કેળાની છાલમાં રહેલું લ્યુટીન તત્વ નાઈટ વિઝન માટે ખુબ જ જરૂરી છે. તે મોતિયાથી પણ આંખને બચાવે છે. મસા, સોરાયસિસ, ખંજવાળ આવવી, જંતુ કરડી ગયુ હોય, રેશિસ થયા હોય, વગેરે બીમારી માટે કેળાની છાલ લાભદાયક સાબિત થાય છે.
Leave a Reply