રાત્રે જલ્દી ઊંઘ ન આવતી હોય તો આ છે બેસ્ટ વાસ્તુના ઉપાય, જાણો ઊંઘ લાવવામાં કરશે ઘણી મદદ..

આજકાલ દરેક લોકો એટલા વ્યસ્ત થઇ ગયા છે કે જેના કારણે સાંજે મોડા સુવે છે અને સવારે મોડા જાગે છે. પરંતુ શું તમને ખબર છે સવારે મોડા જાગવાથી ઘરમાં ઘણી સમસ્યા આવી શકે છે. શાસ્ત્રોમાં આ વિશે ઘણું કહેવામાં આવ્યું છે.

આજના આધુનિક યુગમાં દરેક અનિદ્રા ની સમસ્યાથી સંઘર્ષ કરી રહ્યા હોય તેવું લાગે છે.  ઘણા લોકો એવા હોય છે કે જે ઉંઘ ન આવે ત્યારે ઉંઘ આવવાની ગોળીઓ લેતા હોય છે. કેટલાક આંખો બંધ કરી પલંગ પર સુતા રહેતા હોય.

જ્યારે ઉંઘ પૂર્ણ થતી નથી ત્યારે બીજો દિવસ ખૂબ જ વ્યર્થ અને થકાવટ ભરેલો લાગે છે. તમે આખો દિવસ આળસ અનુભવતા હોય. આજે અમે તમને એવી કેટલીક વાસ્તુના ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે તમને સારી ઊંઘ અને ઊંડી નિંદ્રા લાવવામાં મદદ કરશે.

ઇલેક્ટ્રોનિક્સ સામાન બેડરૂમ માંથી દુર કરી દેવી :- મોટાભાગના લોકોના બેડરૂમમાં ટીવી, લેપટોપ અથવા અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય છે. તમારે આવી વસ્તુઓ બેડરૂમની બહાર કાઢી દેવી જોઈએ.વાસ્તુ મુજબ આ પ્રકારની વસ્તુઓ તમારી ઉંઘમાં અવરોધ લાવી શકે છે.

અને સૂતા પહેલા મોબાઇલ ફોન પણ પોતાની જાતથી ખૂબ દૂર રાખવો જોઈએ. સાથે સાથે એ એક વાત પણ ધણી મહત્વની છે કે મોબાઇલ પોતાના માંથી રેટીયશન છોડે છે, જે માનવ માટે બહુ જ નુકશાન કારક છે.

બેડરૂમની ઉપર ન રાખવી પાણીની ટાંકી :- બેડરૂમની ઉપર વહેતું પાણી ન હોવું જોઈએ.  તેથી તેની ઉપર પાણીની ટાંકી અથવા બાથરૂમ ન રાખો. આ કરવાથી તમારી ઉંઘમાં ખલેલ થશે નહીં,પરંતુ પતિ-પત્નીના સંબંધો પણ બગડશે.  તેથી આમ કરવાનું ટાળો. અને તેના કારણે તમને ઊંધ પણ સારી આવશે.

સુવાની યોગ્ય દિશા :- તમે કઈ દિશામાં સૂવો છો તે પણ ખૂબ આદર રાખે છે. જો તમે ખોટી દિશામાં સૂઈ જાઓ છો તો નિંદ્રા ન આવવાની સંભાવના વધી જાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ આપણે ક્યારેય ઉત્તર દિશા તરફ માથું રાખીને સૂવું જોઈએ નહીં. પૂર્વ દિશામાં માથું રાખીને સૂવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.  તેનાથી તમે મીઠી ઉંઘ આવે છે.

દરવાજાની સામે બેડ ન રાખવો :- તમારા બેડરૂમનો પલંગ દરવાજાની સામે ન હોવો જોઈએ. જો દરવાજાની સામે બેડ હોય તો તમને સૂવામાં તકલીફ થઈ શકે છે. એટલા માટે જો આવું છે તો પલંગને દરવાજાની સામેથી દૂર કરો. જો આ શક્ય ન હોય તો દરવાજો બંધ કરવો અથવા તેના પર એક પડદો મૂકી દેવો. આ બધા વાસ્તુ નિયમો હતા જે તમારે સૂતા સમયે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ.


by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *