જો તમને રાત્રે સારી ઊંઘ આવતી ન હોય કે વારંવાર ઊંઘવામાં તકલીફ થતી હોય તો આજે અમે તમને મખાનાની ખીર વિશે જણાવીશું, મખાના જોવામાં તો ગોળમટોળ સુકા જેવા લાગે છે પણ તે ઘણા ઔષધીય ગુણોથી ભરેલા હોય છે. મખાનામાં કોલેસ્ટ્રોલ, ચરબી અને સોડિયમની માત્ર ખુબ ઓછી હોય છે.
તમે મખાનાને સ્નેક્સ તરીકે પણ ખાઈ શકો છો. અને આનાથી તમારું વજન પણ વધતું નથી. મખાનામાં મેગ્નીશિયમ વધારે હોય છે અને સોડિયમ ઓછું હોય છે. મખાનાથી બનેલી ખીર ખુબ સ્વાદિષ્ઠ હોય છે. મખાણાના ફાયદા વિશે તો આપ સૌ જાણતા જ હશો, તો ચાલો જાણી લઇએ મખાણાની ખીરના ફાયદા..
મખાણા ખીર ખાવાના ફાયદા: જો આ ખીરને રાતે લેવામાં આવે તો તે ઊંઘ ની સમસ્યાને પણ દૂર કરે છે. શુગર લેવલ કંટ્રોલમાં કરે છે. પગના દુખાવા દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી રહેશે. પચવામાં પણ સરળ છે.
તો છે ને ઘણા ફાયદા સાથેની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખીર, જે થોડી જ મિનિટો મા તૈયાર કરી શકીએ છીએ… તો ચાલો જાણીએ આ મખાણા ખીરને કેવી રીતે બનાવાય…
મખાણા ખીર બનાવવા માટેની સામગ્રી: મખાણા, દૂધ, સાકર, ખસખસ, ઘી, ડ્રાય ફ્રુટ, મખાણા ખીર
મખાનાની ખીર બનાવવા માટેની રીત: આજે આપણે જે ખીર બનાવવા નાં છીએ તે શરીર માટે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદ મા પણ ખૂબ સારી બને છે. તો ખીર બનાવવા માટે સૌ પ્રથમ ઉપર મુજબ ની બધી સામગ્રી તૈયાર કરી લો.
સૌ પ્રથમ એક કડાઈ મા 1.5 ચમચી ઘી ઉમેરો અને 2 મિનિટ પછી તેમાં ખસખસ ઉમેરી એકદમ સરખી રીતે મિક્સ કરો. ખસખસ બરોબર રીતે શેકાય જાય ત્યાર બાદ તેમાં મખાણા ઉમેરો.
તેને બરોબર રીતે શેકો અને ત્યાર બાદ તેમાં દૂધ ઉમેરો. હવે 5 મિનિટ સુધી ધીમી આંચ પર રહેવા દો. ત્યાર બાદ છેલ્લે તેમાં સાકર ઉમેરી ધીમી આચ પર હલાવતા રહો. ત્યાર બાદ ડ્રાય ફ્રુટ ઉમેરી સર્વ કરો.
હવે તૈયાર છે એકદમ પૌષ્ટિક મખાણાની ખીર, મખાના એકદમ દેશી ઈલાજ છે. આ સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક માનવામાં આવે છે. મખાનામાં જબરજસ્ત પ્રોટીન અને ચરબી હોય છે જે તે શરીરની ભૂખને શાંત કરે છે અને શરીરમાં શક્તિ આપે છે.
Leave a Reply