રસ્તામાં અચાનક બાઈક બંધ થઇ જાય તો સૌ પ્રથમ કરો આ કામ..

જો તમે તમારી બાઇક ચાલતી વખતે આંચકો લાગીને બંધ થઈ જાય અને પછી શરૂ કરવામાં તકલીફ પડે તો તે સમજવું જોઈએ કે કંઈક ખામી છે. આવી સ્થિતિમાં ગભરાશો નહીં કારણ કે કેટલી વખત આ ખરાબી સ્પાર્ક પ્લગમાં આવેલી ખરાબી પણ થઈ શકે છે.

મોટેભાગે આપણે બાઇકના એન્જિનમાં આ નાના સ્પાર્ક પ્લગને સમયસર તપાસ નથી કરતા જેની ખામી આપણે ભોગવી પડે છે. આ અહેવાલમાં અમે આ સ્પાર્ક પ્લગ વિશે વાત કરીશું. એન્જિનમાં સ્પાર્ક પ્લગ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. આ એન્જિનને શરૂ કરવામાં મદદ કરે છે.

ઘણીવાર વરસાદ ના મોસમ માં સ્પાર્ક પ્લગ ખામી આવવી સામાન્ય વાત છે. સ્પાર્ક પ્લગ માં ઘણી વાર ગંદકી જમા થઈ જાય છે જે સાફ કરવું ખૂબ જ જરૂરી છે, ઘણીવાર આમાં તેલ ના અવશેષો  વળગી રહે છે, જેના કારણે તે સરખી રીતે સ્પાર્ક થતું નથી અને એન્જિન શરૂ થતું નથી. તેટલા માટે ગાડીમાં લાગેલ સ્પાર્ક પ્લગ ને બદલવું જરૂરી છે

નિષ્ણાતો માને છે કે દર ૨૦૦૦ કિ.મી.પર અથવા તે પહેલાં તેની તપાસ કરી લો, જો તેમાં કોઈ ખામી હોય તો તે બદલવું યોગ્ય છે, નહીં તો પછીથી સમસ્યાઓ થાય છે. તેવામાં સ્પાર્ક પ્લગને બદલવા માટે, સર્વિસ કેન્દ્ર અથવા સારા મિકેનિકની સહાય લેવી પડે છે.

પરંતુ જો તમે એવી જગ્યાએ અટવાઇ ગયા છો તો તમે જાતે બદલી શકો છો. પરંતુ યાદ રાખો તમારી પાસે વધારાના સ્પાર્ક પ્લગ હોવા આવશ્યક છે. તો સૌથી પહેલા બાઇકના સ્પાર્ક પ્લગ ને ખોલીને બહાર કાઢી લો, તે માટે તમે સ્પાર્ક પ્લગ સ્પેનરનો ઉપયોગ કરી શકો છો.

સ્પાર્ક પ્લગ ટીપ ની આજુબાજુમાં તેલનો સંગ્રહ અથવા કાળો પડ દેખાય તો જાણવું જોઈએ કે એન્જિન યોગ્ય સ્થિતિ કરતા પણ ઓછા સમયમાં બળી રહ્યું છે. સ્પાર્ક પ્લગને સાફ કરવા માટે, તેને પેટ્રોલ અથવા કેરોસીનથી સાફ કરો. જો કપડાથી સાફ કરી રહ્યા છો તો કપડાં સુકાયેલા હોવા જોઈએ.

ધ્યાનમાં લેવાની વાત એ છે કે ઇલેક્ટ્રોડ વચ્ચે યોગ્ય અંતરાલ પણ હોવો જોઈએ. લાક્ષણિક રીતે, ઇલેક્ટ્રોડ અંતર ૦.૮ મીમી થી ૧.૨ મીમી છે. સ્પાર્ક પ્લગને લાગુ કરતી વખતે તમારે સાવચેત રહેવું જોઈએ, તેને વધુ કડક ન કરો નહીં તો તે તૂટી શકે છે, અથવા તેના થ્રેડીંગને નુકસાન પહોંચી શકે છે.

આજકાલ બાઇકોમાં બે સ્પાર્ક પ્લગ હય છે. નિષ્ણાતો માને છે કે એન્જિનમાંના બંને સ્પાર્ક પ્લગ એક જ કંપનીના હોય તો તે સારું રહેશે. એક સ્પાર્ક પ્લગની કિંમત ૭૫ થી ૮૦ રૂપિયા છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *