મહિલાઓએ વાસ્તુ મુજબ રસોઈ ઘરની સાફ-સફાઈ વિશે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી..

રસોઈઘરમાં લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે, એટલા માટે અહી ની સ્વચ્છતા અને વાસ્તુ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી હોય છે, ખાસ કરીને કડાઈ અને તવા. આમ તો રસોઈ ની દરેક વસ્તુ નું મહત્વ હોય છે, પરતું તવા અને કડાઈ રાહુ નું પ્રતિનિધિત્વ કરે છે. એવામાં એને યોગ્ય જગ્યા અને યોગ્ય રીતે રાખવા ખુબ જ જરૂરી છે.

ચાલો જાણી લઈએ એની સાથે જોડાયેલી અમુક વાત વિશે, જે દરેક મહિલા ને ખબર હોવી જોઈએ. તવાને ગરમ કરીને પછી મીઠું નાખવું. સામાન્ય રીતે મીઠા ને માં લક્ષ્મી નું રૂપ માનવામાં આવે છે. જયારે તમે એને તવા પર નાખો છો તો એને ડીસઈનફેક્ટ કરવાનું પણ કામ કરે છે, જેનાથી કીટાણું મરી જાય છે. એનાથી પરિવાર નું સ્વાસ્થ્ય ખરાબ નથી થતું.

ઘર ની પહેલી રોટલી ગાય માતા ને ખવડાવવી. એ સિવાય કુતરો, કાગડો, કીડી, પક્ષી અથવા માછલી ને પણ પહેલી રોટલી ખવડાવી શકો છો. એનાથી ઘર માં ક્યારેય પણ પૈસા ની અછત નથી થતી. જયારે તવાનો ઉપયોગ ન હોય ત્યારે એને એવી જગ્યા પર રાખો, જ્યાં તે કોઈને પણ ન દેખાય. તમે એને કિચનની અલમારીમાં રાખી શકો છો. તવા અને કડાઈ ને ખાલી ચુલા (સ્ટવ) પર પણ ન મુકવા. એનાથી માં લક્ષ્મી નારાજ થઇ જાય છે અને પૈસા ની તંગી થવા લાગે છે.

તવા અને કડાઈ ને ખાવાનું બનાવવા માટેની જે જગ્યા હોય તેની જમણી બાજુ રાખવા. એની પવિત્રતા નું એટલું ધ્યાન રાખવું કે એની ઉપર અન્ય હેઠી સામગ્રી અથવા વાસણ પણ ન રાખવા, એને હંમેશા અલગ થી ધોવું. આમ કરવું હિતાવહ છે. ગરમ ગરમ તવા પર ક્યારેય પણ પાણી ન નાખવું જોઈએ. એવું કરવાથી ઘર માં મુસીબતો આવે છે.

તવી જયારે ઠંડી થઇ જાય ત્યારે એના પર લીંબુ રગડવું. એનાથી તમારી કિસ્મત પણ ચમકી શકે છે. ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને બહાર કરવા માટે ગંદી તવા પર ૨-૩ રોટલી બનાવીને ઘર ની બહાર કોઈ કુતરા ને ખવડાવી દેવી. એવું કરવાથી ઘરમાંથી વાસ્તુ દોષ ધીમે ધીમે ઓછો થવા લાગે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *