જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે રાશિ અનુસાર જાણો તમારી અંદર રહેલી ખામી વિષે

દુનિયામાં કોઈ પણ માણસ પરફેક્ટ હોતો નથી.દરેક રાશિનો પોતાનો એક સ્વભાવ હોય છે અને તે રાશી તે મુજબ જ  પ્રભાવ રહેતો હોય છે, આપણી ખામી ક્યારેય આપણને ખબર હોતી નથી પરંતુ સામેવાળા વ્યક્તિ ને બીજાની ખામી તરત ધ્યાન માં આવી જાય છે અને ઘણી વાર તો કોઈ આપણને આપની ખામી વિશે જણાવે તો પણ આપણે સ્વીકારવા તૈયાર હોતા નથી.

ગ્રહો અને રાશિ ચક્ર અનુસાર મનુષ્યોના જીવનમાં સારા નરસાનું તાલમેલ રહેતું હોય છે મનુષ્યની રાશી તેના વિશે ઘણા બધા રહસ્યો ખોલે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ઘણી એવી સામાન્ય ખામી હોય છે જે દરેક રાશિમાં સામાન્ય જોવા મળે છે તો ચાલો જાણીએ રાશી અનુસાર કઈ રાશિના લોકો માં ક્યાં પ્રકારની ખામી હોય છે.

મેષ રાશિ : મેષ રાશિના લોકો ખોટું કે સાચું કહેવામાં જરા પણ અચકાતા નથી. આવા લોકો અન્યાય ને જરા પણ સહન કરી શકતા નથી. અને આવા લોકો બીજા કરતા પોતાના વિશે વધુ વિચારે છે.

કર્ક રાશિ: કર્ક રાશિના લોકો ઘણા લાગણીશીલ હોય છે. આવા લોકોને હંમેશા નિરાશાથી ઘેરાયેલા રહેવું પડે છે. આવા લોકોની અંદર એક અજાણ્યો ડર રહેતો હોય છે. કોઈ પણ જોડે કોઈ કારણ વગર જ ઝગડવા લાગે છે.

સિંહ રાશિ: પાણીની જેમ પૈસા ઉડાડવા એવી એક કહેવત છે, પરંતુ પૈસાને વધુ ઝડપથી ખર્ચવામાં માહિર હોય છે.સિંહ રાશિના લોકો. તેઓના ખર્ચા અસીમિત હોય છે. અને તેઓને ભવિષ્ય માટે પૈસા છે કે કેમ તેનો કોઈ ફર્ક પડતો નથી.

વૃષભ રાશિ: જિદ્દી અને ગરમ મિજાજ ધરાવતા હોય તો તે છે વૃષભ રાશિના લોકો. તેઓને પોતાનું સન્માન જ મહત્વપૂર્ણ લાગે છે. અને તેઓ સખત મિજાજના હોવાથી બધા સાથે સખતાઈથી વર્તન કરે છે.

મિથુન રાશિ: મિથુન રાશિના લોકો ને સમયની કિંમત હોતી નથી. તેઓ પોતાની મનની મરજીથી જીવવાવાળા લોકો હોય છે. નોકરી હોય કે જિંદગી તેઓ પોતાના મનનું ધાર્યું કરવા ઈચ્છે છે. અને લાંબા સમય સુધી કોઈ નો સાથ નિભાવી શકતા નથી.

કન્યા રાશિ: આ રાશિના લોકોને પોતાનામાં હંમેશા ખૂબીઓ જ નજર આવે છે. પોતાની આલોચના કોઈ કરે તો તેને જરા પણ સાંભળવું ગમતું નથી. આવા લોકો ચૂપ રહેવાનું પસંદ કરે છે અને પોતાના હૃદયની વાત કોઈ સાથે શેર કરતા નથી.

મકર રાશિ: મકર રાશિના લોકોને પોતાના વખાણ સાંભળવા ના શોખીન હોય છે. તેઓને પોતાના વખાણ સાંભળવા ગમે છે પરંતુ પોતાની આલોચના કોઈ કરે તે ગમતું નથી.

તુલા રાશિ: આ રાશિના લોકો આળસુ હોય છે. કોઈપણ કામની પૂરું કરવાની યોજના તો બનાવે છે પરંતુ આળસને કારણે પૂરું થઈ શકતું નથી. અને એના કારણે તેઓ જલ્દી નિર્ણય લેવામાં પણ અસમર્થ હોય છે.

વૃશ્ચિક રાશિ: આ રાશિના લોકો કોઈની ભૂલ જલદી ભૂલતા નથી. અને કોઈને જલદી માફ પણ કરી શકતા નથી. આવા લોકો સાચું બોલવાનું જ પસંદ કરે છે.

ધન રાશિ: ધન રાશિના લોકો પોતાના નસીબ અજમાવવા ના પ્રયાસોમાં લાગ્યા રહે છે. અને એની કમજોરી એ છે કે તેઓ નસીબ અજમાવવા માટે ક્યારેક ખોટું કામ પણ કરવા લાગે છે.

કુંભ રાશિ: રાશિના લોકો કોઈના પ્રત્યે સમર્પિત રહેતા નથી, અમુક સમય પછી કોઈના કોઈ સાથીની આ લોકોને તલાશ રહે છે.

મીન રાશિ: મીન રાશિના લોકો સમસ્યાનો સામનો કરવાની જગ્યાએ તેનાથી ભાગવાનું વધુ પસંદ કરે છે. ખોટું હોય છતાં એ વાત જો એને પસંદ આવે તો તેઓ સાચું જાણવાની કોશિશ પણ નથી કરતા.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *