બધા કર્તવ્યથી મુક્ત થયા પછી રાધા છેલ્લી વાર પોતાના પ્રિયતમને મળવા ગઈ ત્યારે બની હતી આ ઘટના

રાધા-કૃષ્ણના પ્રેમને જીવાત્મા અને પરમાત્માનું મિલન કહેવામાં આવે છે. રાધા શ્રીકૃષ્ણની જન્મો જન્માંતરનો પ્રેમ હતી શ્રી કૃષ્ણ જયારે ૮ વર્ષના હતા ત્યારે બંને પ્રેમમાં રમ્યા હતા.રાધા કૃષ્ણના દેવીય ગુણોથી પરિચિત હતી તેને જીવનભર પોતાના મનમાં પ્રેમની સ્મૃતિને બનાવી રાખી તેજ તેના સંબંધની સૌથી મોટી સુંદરતા છે.

કૃષ્ણની વાંસળીની એ ધૂન જેના કારણે રાધા કૃષ્ણ તરફ ખેચાઈ અને રાધાની તે જ બેચેની જોવા માટે કૃષ્ણ તેની વાંસળીને હમેશા તેની પાસે રાખતા હતા.ભલે રાધા-કૃષ્ણનું મિલનના થઇ શક્યું પણ વાંસળી તેમને હમેશા એક સુત્રમાં બાંધેલા રાખ્યા. કૃષ્ણના જે પણ ચિત્રણ મળે છે તેમાં વાંસળી જરૂર આવે છે.

વાંસળી કૃષ્ણના રાધા પ્રતિ પ્રેમનું પ્રતિક છે. રાધાને લગતી ઘણી અલગ અલગ વાતો છે પણ એક પ્રચલિત વાર્તા નીચે આપવામાં આવી છે.ભગવાન શ્રી કૃષ્ણ રાધાથી પહેલી વાર ત્યારે અલગ થયા જયારે મામા કંસે બલરામ અને કૃષ્ણને આમંત્રિત કર્યા. વૃંદાવનના લોકો આ વાત સાંભળીને દુઃખી થઇ ગયા મથુરા જવા પહેલા શ્રી કૃષ્ણ રાધાને મળ્યા હતા

રાધા કૃષ્ણના મનમાં ચાલતી બધી ગતિ વિધિને જાણતી હતી રાધાને મળીને કૃષ્ણ તેનાથી દુર જતા રહ્યા ત્યારે તે રાધાને એક વાત કહી ગયા હતા કે તે પાછા આવશે પણ કૃષ્ણ રાધા પાસે ફરી પાછા નહિ આવ્યા. તેના લગ્ન પણ રુકમણી સાથે થયા, રુકમણી એ પણ કૃષ્ણને પામવા માટે ઘણા જતન કર્યા હતા.શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવા તે તેના ભાઈ રુક્મિ વિરુધ જતા રહ્યા હતા.

રાધાની જેમ તે પણ કૃષ્ણને પ્રેમ કરતી હતી.રુકમણીએ કૃષ્ણને એક પ્રેમ પત્ર પણ લખ્યો હતો કે તે તેને પોતાની સાથે લઇ જાય ત્યાર બાદ જ કૃષ્ણ રુકમણી પાસે ગયા અને તેની સાથે લગ્ન કરી લીધા કૃષ્ણના વૃંદાવન છોડ્યા પછી જ રાધાનું વર્ણન ખુબ જ ઓછુ થઇ ગયુંરાધા-કૃષ્ણ જયારે છેલ્લી વાર મળ્યા હતા

તો રાધા એ કૃષ્ણને કહ્યું હતું કે ભલે તે તેનાથી દુર જાય છે પણ મનથી કૃષ્ણ હમેશા તેની સાથે જ રહેશે.ત્યાર બાદ કૃષ્ણ મથુરા ગયા અને કંસ અને બાકીના રાક્ષસોને મારવાનું કામ પૂરું કર્યું ત્યાર બાદ પ્રજાની રક્ષા કરવા કૃષ્ણ દ્વારકા જતા રહ્યા અને દ્વારકાધીશના નામથી લોકપ્રિય થયા. જયારે કૃષ્ણ વૃંદાવનથી નીકળ્યા ત્યારે રાધાના જીવને અલગ જ દિશા પકડી લીધી

રાધાના લગ્ન એક યાદવ સાથે થઇ ગયા, રાધાએ તેના દામ્પત્ય જીવનના બધા જ રીવાજ નિભાવ્યા અને ઘરડી થઇ.પણ ત્યારે પણ તેનું મન કૃષ્ણ પ્રત્યે સમર્પિત હતું. રાધાએ પત્ની તરીકેના બધા જ કર્તવ્ય નિભાવ્યા. બીજી બાજુ કૃષ્ણએ તેના દેવીય કર્તવ્ય નિભાવ્યા.બધા કર્તવ્યથી મુક્ત થયા પછી રાધા છેલ્લી વાર પોતાના પ્રિયતમ કૃષ્ણને મળવા ગઈ.

જયારે તે દ્વારકા પહોચી તો તેને કૃષ્ણના રુકમણી અને સત્યભામાના લગ્ન વિશે સાંભળ્યું પણ તે દુઃખી ના થયા.જયારે કૃષ્ણએ રાધાને જોયા તો ખુબ જ પ્રસન્ન થયા બને સંકેતોની ભાષા માં ઘણીવાર વાતો કરતા રહ્યા. રાધાજીને કૃષ્ણની નગરી દ્વારકામાં કોઈ ઓળખતું ન હતું. રાધાના અનુરોધ પર કૃષ્ણએ તેના મહેલમાં એક દેવીકાના રૂપમાં નિયુક્ત કર્યા.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *