પોષી પુનમના દિવસે રચાઈ રહ્યો છે અદ્ભુત સંયોગ, જાણો પોષી પૂનમની મહત્વ…

પોષી પૂનમનું ધાર્મિક દ્રષ્ટિએ ખુબ જ મહત્વ માનવામાં આવે છે. પોષ મહિનો સૂર્ય ભગવાનનો મહિનો માનવામાં આવે છે. પોષ મહિનો હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો ત્રીજો મહિનો હોય છે. આ મહિના પહેલાં માગશર મહિનો આવે છે, જ્યારે આ મહિના પછી આવતો મહિનો મહા મહિનો હોય છે.

હિન્દુ ધર્મમાં પોષ પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ હોય છે. પૂર્ણિમાની તિથિ ચંદ્રમાને ખુબ જ પ્રિય છે, તે સાથે આ દિવસે ચંદ્રમા પોતાના પૂર્ણ આકારમાં હોય છે. હિન્દુ ગ્રંથોમાં પોષ પૂર્ણિમ ના દિવસે સ્નાન અને સૂર્ય દેવને અર્ઘ્ય આપવાનું વધારે મહત્વ હોય છે. આ દિવસે કાશી પ્રયાગરાજ અને હરિદ્વારમાં ગંગા સ્નાનનું ખૂબ જ મહત્વ હોય છે.

સૂર્ય અને ચંદ્રનું આ આશ્ચર્યજનક સંયોજન ફક્ત પોષ પૂર્ણિમાના દિવસે જોવા મળે છે. એટલા માટે આ દિવસે બંનેની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. એક તરફ, જ્યાં ગ્રહોનો અવરોધ શાંત થઈ શકે છે. બીજી તરફ, વ્યક્તિ મુક્તિનું વરદાન મેળવી શકે છે. આ વખતે પોષી પૂર્ણિમા આવતીકાલે એટલે કે ૨૮ જાન્યુઆરીના રોજ આવી રહી છે.

આ વખતે પોષી પૂનમે ગ્રહોનો છે ખાસ સંયોગ :- સૂર્ય, શનિ, ગુરુ અને શુક્રની યુતી પોષી પુનમના દિવસે રહેશે. ગુરુ, મંગળ અને ચંદ્રનો કેન્દ્ર યોગ બનવાનો છે. તેના કારણે અમૃત વરસાદ થશે અને શુદ્ધતા રહેશે. આ દિવસે દુર્લભ ગુરુ પુષ્ય નક્ષત્ર પણ બનશે.

પૂર્ણિમા વ્રત અને પૂજા વિધિ :- પોષી પૂનમના દિવસે સવારે સ્નાન કરતા પહેલા ઉપવાસનો સંકલ્પ કરવો. આ દિવસે વ્રત કરવાનું પણ ખાસ મહત્વ છે. પવિત્ર નદી કે કુંડમાં સ્નાન કરીને, વરુણ દેવને પ્રણામ કરવું. સ્નાન કર્યા પછી સૂર્યમંત્રનો જાપ કરીને સૂર્ય ભગવાનને અર્ધ્ય અર્પણ કરવું.

સ્નાન કર્યા પછી ભગવાન મધુસુદનની પૂજા કરવી જોઇએ, જેના ઘણા લાભ થાય છે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા બ્રાહ્મણને ભોજન અર્પણ કરવું અને દાન આપવું. તલ, ગોળ, ધાબળા અને ઉનનાં કપડાંનું દાન જરૂર કરવું,. જેનાથી ઘણી સમસ્યા દુર થઇ જાય છે.

રાત્રે ચંદ્ર દેખાય ત્યારે બાજરાનો નાનો રોટલામાં વચ્ચે કાણું પાડીને પછી તેમાંથી બેન ચંદ્ર સામે જોવે છે અને ગીત ગાય છેઃ ‘પોષી પોષી પૂનમડી ને, આકાશે રાંધ્યા અન્ન, ભાઇની બહેન રમે કે જમે?’ જો ભાઇ જમાવાનું કહે તો બહેન જમે અને રમવાનું કહે તો આખી રાત બહેનને રમવાનું હોય છે. બહેન બપોરે ફરાળ કરે છે. જો ભાઇને બહેન પ્રત્યે ઇર્ષા કે અદેખાઇ રહેતી હોય તો ભાઇ બહેનને રમવાનું કહે છે.

આ રીતે પોષી પૂનમનું મહત્વ છે. આખો દિવસ બહેન ભાઇનું સ્મરણ કરે છે, જે બહેનને ભાઇ નથી હોતો તે બહેન પોતાના દૂરના પિતરાઇ ભાઇ માટે આવું વ્રત રાખે છે અને તેના માટે ભગવાન પાસે ભાઇના રક્ષણની માગણી કરે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *