આ જ્યૂસનુ સેવન કરવાથી પણ તમારા પેટ માં રહેલા કૃમીઓનો નાશ થઈ જાય છે.

અયોગ્ય રહેણી કરણી તથા અનિયમિતતાને લીધે જ અનેક સમસ્યાઓનો ભોગ બને છે. પેટામા કૃમિઓ હોવાની તકલીફ મોટાભાગે નાના બાળકોમા વધુ પ્રમાણમા નજરે આવતી હોય છે. પણ હાલના આ સમયમા ભેળસેળયુક્ત ભોજનને લેવાથી આ તકલીફો મોટેરાઓમા પણ જોવા મળી રહી છે.

જો પેટમા કૃમિની સમસ્યા જન્મે તો એ આપણા પાચનને ખુબ જ મંદ કરી દે છે.જેના લીધે પેટદર્દ જેવી સમસ્યાઓ પેદા થવા લાગે છે અને તેની સાથોસાથિ ઊલ્ટી પણ થાય છે. જો તમે સમયસર જાગ્રત ન થાવ અને તેને અવગણતા જ રહો તો આવનાર સમયમા આ તકલીફ તમારા પૂરા પાચન તંત્રને જ બરબાદ કરી નાખતી હોય છે.

આજે અમે તમને એ અંગે જણાવિશુ કે જેનાથી તમે સરળતાથી પેટમા કૃમિની સમસ્યાને આરામથી ઓળખી શકો જો કોઈ પણ વ્યક્તિ દુષિત પાણી અથવા તો ભોજન લેતુ હોય છે તો તેના પેટમા કૃમિ થવાની તકલીફ પેદા થાય છે. જો તમારા પેટમા કૃમિનો વાસ હોય તો તમને ભુખ લાગતી નથી હોતી અને તમારી આંખો લાલ રહેવા લાગે છે.

મોઢામાથી વાસ આવવી, કોઈપણ કાર્યમા જીવ ન લાગવો, ઊલ્ટી થવી વગેરે જેવા કારણોએ પેટમા કૃમિ હોવાની નિશાની દર્શાવે છે.મોટા વ્યક્તિઓ કરતા નાના બાળકોમા આ પેટમા કૃમિ થવાની સંભાવના ખુબ જ વધારે પ્રમાણમા જોવા મળે છે. જો તમારા બાળકોને ભુખ ન લાગતી હોય, ગુસ્સે થતુ હોય, એક કામ સરખી રીતે ન કરતુ હોય, ઉલ્ટી કરતુ હોય તો તે પણ પેટના કૃમિના લક્ષણો હોઈ શકે છે

એટલા માટે તમારે તેનો તરત જ ઈલાજ કરાવવો જોઈએ.પેટ માં જોવા મળતા કૃમીઓનો દુર કરવાનો આસાન ઘરગથ્થુ નૂસ્ખો : જો તમને પણ પેટમા કૃમીની સમસ્યા પેદા થતી હોય તો તમારે તેને દૂર કરવા માટે કારેલાના જ્યૂસનો વપરાશ કરવો એ ખુબ જ લાભદાયી ગણવામા આવે છે. તમારે કાયમ સવારે એક કારેલાને ક્રશ કરી તેનો રસ કાઢવો

અને આ રસને તમારે થોડાક હુંફાળા પાણી સાથે સેવન કરી જવુ. આમ કરવાથી તમને ખુબ જ લાભ મળે છે.જો તમે આ નૂસ્ખો એક્ધારો એક અઠવાડિયા સુધી કરો છો તો તમારા પેટ માં થતી કૃમીઓની સમસ્યાનો અંત આવી જશે અને પેટના કૃમી દુર થશે. આ સિવાય જો તમે દાડમના દાણાને ક્રશ કરી તેનુ જ્યુસ કાઢી લો. આ જ્યૂસનુ સેવન કરવાથી પણ તમારા પેટ માં રહેલા કૃમીઓનો નાશ થઈ જાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *