માસિકચક્ર પહેલા ચહેરા પર થાય છે ખીલની સમસ્યા? તો દુર કરવા માટે કરો આ કામ..

મોટાભાગની મહિલાઓને પીરીયડ્સ દરમિયાન હોર્મોન્લ બદલાવના કારણે ખીલની સમસ્યા સતાવતી હોય છે.  આજકાલ ખીલ-ફોડલી કે ચહેરો વારંવાર ચિકણો થઈ જવો વગેરે સમસ્યા એકદમ સામાન્ય બની ગઈ છે. ઘણી મહિલાઓને માસિક દરમિયાન ચહેરા પર ખીલ થઈ જતા હોય છે.

હાલના પ્રદૂષણવાળા વાતાવરણ અને અસ્ત-વ્યસ્ત ખાણીપીણીને કારણે તમામ ઉંમરના લોકોને ખીલ-ખાડાની સમસ્યા સતાવવા લાગી છે, જેથી ચહેરાને સુંદર બનાવવો પણ એટલું જ જરૂરી છે. પીરિયડ્સ દરમિયાન મહિલાઓને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જેમાંથી એક છે પીરિયડ્ય પહેલાં અથવા પીરિયડ્સ દરમિયાન ખીલ થવા.

ખીલના કારણે તેમની ત્વચા પર ઘણો પ્રભાવ પડે છે. તે દરમિયાન ઘણી યુવતીઓના ચહેરા પર ખીલની સમસ્યા થાય છે.  આજે અમે તમને એનાથી છુટકારો મેળવવા માટેના ઉપાય વિશે જણાવીશું. તો ચાલો જાણી લઈએ પીરિયડ્સમાં તમારી ત્વચાનું કેવી રીતે ધ્યાન રાખશો અને એના માટે ક્યાં ક્યાં ઉપાય યોગ્ય સારવાર આપી શકે છે.

માસિક પહેલા ખીલની સમસ્યા દુર કરવા :- જે મહિલાઓને માસિક (Periods) દરમિયાન ચહેરા પર ખીલ થઈ જતા હોય તેમણે માસિક આવવાના 7 દિવસ પહેલાં 1 ચમચી વિનેગર અને તેમાં 1 ચમચી પાણી મિક્સ કરી ચહેરા પર લગાવવું. આવું દિવસમાં બે વખત કરવું. આનાથી મહિલાઓને ખીલ નહીં થાય.

પુષ્કળ પાણી પીવું :- ઘણીવખત માસિક દરમિયાન ડિહાઈડ્રેશનની સમસ્યાને કારણે પણ ખીલ થતાં હોય છે. પાણી આપણી સ્કિન માટે ખૂબ જ જરૂરી છે. જેથી આ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. સાથે જ ફ્રૂટ જ્યૂસ, ગ્રીન ટી અને લીંબુ પાણી જેવી હેલ્ધી ડ્રિંક્સ લેવાથી પણ ખીલની સમસ્યા થતી નથી.

સ્ટ્રેસ લેવો નહિ અને આરામ કરવો :- મહિલાઓને પીરિયડ્સ (Periods) દરમિયાન બોડીમાં હોર્મોનલ ચેન્જિસ જોવા મળે છે. જેના કારણે ચિડિયાપણું, પેટમાં દુખાવો, પીઠમાં દુખાવો અને ચહેરા પર ખીલ જેવી સમસ્યાઓ થાય છે. આવું સ્ટ્રેસ લેવાના કારણે પણ થતું હોય છે. જેથી મહિલાઓએ ખાસ પીરિયડ્સ દરમિયાન સ્ટ્રેસ લેવું જોઈએ નહીં.

હેલ્ધી વસ્તુનું સેવન :- પીરિયડ્સ દરમિયાન હેલ્ધી ડાયટ લેવું ખૂબ જ જરૂરી છે. જેથી આ દરમિયાન આહારમાં લીલાં શાકભાજી, ફળો, દૂધ, પનીર જેવી હેલ્ધી વસ્તુઓ ખાવી જોઈએ અને જંક ફૂડ, તળેલા ખોરાક ખાવાથી બચવું જોઈએ.


by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *